મેં કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કર્યો, તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી કે નહીં? ઉદ્યોગપતિઓને PM મોદીનો સવાલ

ગુરુવારે નવી દિલ્હીમાં FICCIના એક કાર્યક્રમમાં બોલતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ભારતનો વિકાસ દર વિશ્વમાં સૌથી ઝડપી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, અહીં રહેતા લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાની ભારતની ગતિ પણ અભૂતપૂર્વ છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે, અને વૈશ્વિક સંસ્થાઓનો અંદાજ છે કે દેશનો વિકાસ દર લગભગ 7 ટકાની આસપાસ રહેશે. આ દરમિયાન તેમણે ઉદ્યોગકર્તાઓને પ્રશ્ન કર્યો, અને પૂછ્યું કે, તેમની સરકારે કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો છે, પરંતુ શું તમે તમારા કર્મચારીઓની સંખ્યા અને તેમનો પગાર વધાર્યો છે.

PM Modi-FICCI Event
x.com

PM નરેન્દ્ર મોદીએ ઉદ્યોગકર્તાઓને કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આગળ વધવા માટે સમય સમય પર આત્મનિરીક્ષણ કરવું જરૂરી હોય છે. આ વ્યક્તિઓ, ઉદ્યોગ અને દેશ, તમામને લાગુ પડે છે. તેમણે તેમને અન્ય કયા સુધારાઓ જરૂરી છે તે વિશે ખચકાટ વિના લખીને આપવા પર વિનંતી પણ કરી.

આ કાર્યક્રમમાં, PM નરેન્દ્ર મોદીએ છેલ્લા 12-13 વર્ષમાં તેમની સરકારની સિદ્ધિઓ વિશે વાત કરી. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલનો ઉલ્લેખ કરતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, માત્ર 12-13 વર્ષમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થયા છે.

તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, જ્યારે કોઈ દેશ તેના ખેડૂતો, નાના ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગો, સંપત્તિ સર્જકો અને કરદાતાઓનું સન્માન કરે છે ત્યારે તે પ્રગતિ કરે છે.

PM Modi-FICCI Event
facebook.com

અગાઉની સરકારો પર કટાક્ષ કરતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો સાથે ઉદ્યોગકર્તાઓનો અનુભવ એટલો કડવો રહ્યો છે કે તેઓ હવે તેના પરિણામોનો સામનો કરી રહ્યા છે.

તેમણે કહ્યું, 'આ તેવી જૂની સરકાર નથી. આ મિત્રોની સરકાર છે. તે મિત્રતા કેવી રીતે જાળવી રાખવી તે જાણે છે, અને તમે મારા સાચા મિત્રો છો. તેથી, કોઈપણ ખચકાટ કે સંકોચ વિના, બેધડક મને લખીને જણાવો કે આગળ કયા સુધારા કરવાની જરૂર છે.'

About The Author

Top News

મેં કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કર્યો, તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી કે નહીં? ઉદ્યોગપતિઓને PM મોદીનો સવાલ

ગુરુવારે નવી દિલ્હીમાં FICCIના એક કાર્યક્રમમાં બોલતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ભારતનો વિકાસ દર...
National 
મેં કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કર્યો, તમે તમારા કર્મચારીઓની સેલેરી વધારી કે નહીં? ઉદ્યોગપતિઓને PM મોદીનો સવાલ

CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે આદિવાસી પરિવારની ઓચિંતી મુલાકાત લીધી

સામાન્ય રીતે એવું જોવા મળે કે મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય અને લોકો તેમને માત્ર દૂરથી જ જોતા રહી જાય. પરંતુ...
Gujarat 
CM ભૂપેન્દ્ર પટેલે દાહોદ પ્રવાસના બીજા દિવસે આદિવાસી પરિવારની ઓચિંતી મુલાકાત લીધી

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ડાકોરમાં મંદિર માટે જમીન ખરીદવાના નામે ભક્તને 1.25 કરોડનો ચૂનો લગાવ્યો

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો નિવેદનો અને કેટલાક કાર્યોને લઈને અવરનવાર ચર્ચામાં રહે છે. ખાસ કરીને હિન્દુ દેવી-દેવતાઓને લઈને તેઓ સતત વિવાદોમાં...
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ડાકોરમાં મંદિર માટે જમીન ખરીદવાના નામે ભક્તને 1.25 કરોડનો ચૂનો લગાવ્યો

સુરત-તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીનો ઝટકો, સુમુલ ડેરીએ દૂધનો ભાવ 6 રૂપિયા સુધી વધાર્યો

સુરત અને તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારને મોંઘવારીનો વધુ એક માર સહન કરવો પડ્યો છે. અમુલ બાદ દક્ષિણ ગુજરાતની...
Gujarat 
સુરત-તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીનો ઝટકો, સુમુલ ડેરીએ દૂધનો ભાવ 6 રૂપિયા સુધી વધાર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.