વડોદરાના પ્રવાસે PM મોદી જ્યાંથી પસાર થયા ત્યાં 12 લાઇટ ખરાબ હતી, અધિકારી પર કાર્યવાહી

વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકાના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે રસ્તા પરથી પસાર થયા હતા ત્યાં 12 સ્ટ્રીટલાઇટો ખરાબ હતી. ઘણી બધી સ્ટ્રીટલાઇટો ઝબકતી હતી. PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો, તે પણ ગૃહ રાજ્યમાં, એટલે નગરપાલિકાના પ્રશાસનિક પ્રમુખ હરકતમાં આવ્યા. તેમણે લાઇટિંગ વિભાગના કારકુન મહેશ વસાવાને સસ્પેન્શન પત્ર જાહેર કરી દીધો.

તેમના પર આરોપ છે કે, નગરપાલિકાના નિર્દેશો છતા તેમણે સ્ટ્રીટલાઇટની જાળવણીમાં બેદરકારી દાખવી. સસ્પેન્શનનો સમયગાળો હાલમાં 6 દિવસનો છે. આ સમય પૂર્ણ થયા પછી તેમણે વરિષ્ઠ અધિકારી સમક્ષ હાજર થઈને પોતાની કથિત બેદરકારીનો ખુલાસો પણ આપવો પડશે. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963 ની કલમ 48 હેઠળ 31 ઓક્ટોબરે સસ્પેન્શનનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ કલમ હેઠળ નગરપાલિકાના કોઇ અધિકારી કે કર્મચારી પર નક્કર અને પૂરતા કારણોસર દંડ અથવા અન્ય સજા થઈ શકે છે.

PM Modi
indianexpress.com

31 ઓક્ટોબરના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઘણા VIP, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે એકતા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચ્યા હતા. કાર્યક્રમ પછી, PMએ હેલિકોપ્ટરથી વડોદરા એરપોર્ટ જવાના હતા. પરંતુ, સાંજ થઇ જવાને કારણે વડાપ્રધાન અને અન્ય લોકો હેલિકોપ્ટરને બદલે રોડ માર્ગે ગયા હતા. ત્યારબાદ તેમણે લગભગ 90 કિમીનો પ્રવાસ કર્યો અને વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ સસ્પેન્શનનો આદેશ ડભોઈ નગરપાલિકાના મુખ્ય અધિકારી વિરાજ શાહે જાહેર કર્યો હતો. આદેશમાં જણાવાયું હતું કે VIP લોકોના આવવા-જવાને જોતા, નગરપાલિકાએ પોતાના વિવિધ વિભાગોને ઘણી જવાબદારીઓ સોંપી હતી. તેમાં સ્વચ્છતા, રખડતા પ્રાણીઓ પર નિયંત્રણ અને સ્ટ્રીટ લાઈટોની જાળવણી સામેલ હતા. આદેશમાં જણાવાયું હતું કે લાઇટિંગ વિભાગના પ્રભારી ક્લાર્કના રૂપમાં મહેશ વસાવાની જવાબદારી હતી કે સ્ટ્રીટલાઈટો સારી રીતે કામ કરે. સસ્પેન્શન પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ઓફિસ દ્વારા નિર્દેશ આપવા છતા તમે એ સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યા કે જરૂરી સમારકામ સમયસર પૂર્ણ કરવામાં આવે. એટલે, તમને ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963ની કલમ 48 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવે છે.

PM Modi
PIB.gov.in

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઇવે ડભોઈની બહારથી પસાર થાય છે. શહેરના ઘણા રસ્તાઓ આ હાઇવે સાથે જોડાય છે. સસ્પેન્શન ઓર્ડરમાં પ્રભાવિત વિસ્તારની ઓળખ સિનોર ક્રોસરોડ્સથી ભોગોળ થતા સરિતા બ્રિજ સુધી થઇ છે. આ જગ્યા પર 12 સ્ટ્રીટલાઇટો બંધ જોવા મળી હતી, અને કેટલીક લાઇટ ઝબકતી હતી. સસ્પેન્શન ઓર્ડરમાં વસાવા સામેની અગાઉની ઘણી ફરિયાદોનો પણ ઉલ્લેખ છે. સૂત્રો મુજબ આ કાર્યવાહી તેમના કેટલાક કામમાં ચાલી રહેલી તપાસનું પરિણામ છે. એવું કહેવાય છે કે તેમને સોંપવામાં આવેલા વધારાના ચાર્જ અને જવાબદારીઓ પણ પાછી લઇ લેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

ઈઝરાયેલના રાજકારણમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સત્તાથી દૂર રાખવા માટે આરબ પાર્ટીઓએ એકજૂથ...
ઈઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જવાની છે, આરબ સાંસદોએ ગાદીને આપ્યું સમર્થન

પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

બેંગલુરુમાં એક દિલને હચમચાવી નાખે તેવો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના 7 લોકોની હત્યા કરવામાં આવી...
National 
પત્ની પિયરમાં બહુ વાત કરતી, પતિને ન ગમતા તેણે પિયરિયાઓને ઘરે બોલાવીને પત્ની સહિત 7ને પતાવી દીધા

સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી-મુંબઈ 8-લેન એક્સપ્રેસ વે પર થયેલા માર્ગ અકસ્માતે પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે. સુરતમાં તૈનાત GST ...
National 
સુરતના GST અધિકારીની કાર એક્સપ્રેસ વે પરથી પડી; 54 લાખ રોકડા અને ઘરેણાં મળ્યા

64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ

IAS તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ દિવાળી પહેલા એક મોટી પહેલ શરૂ કરી છે....
National 
64 કરોડ રૂપિયાની ખાદ્ય ભેળસેળવાળી મીઠાઈ IAS તુકારામ મુંઢેએ જપ્ત કરી, કંઈ અને કેવી મીઠાઈ ખરીદવી તે અંગે તેમણે આપી સલાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.