સુરત ભાજપના વોટ્સએપ ગ્રુપમાં તોડકાંડની ચેટ વાયરલ થતા ખળભળાટ, MLAના નામે 10 લાખ કોણ લઈ ગયું?

દેશની સૌથી અનુશાસિત અને 'શિસ્તબદ્ધ' પાર્ટી હોવાનો દાવો કરનાર ભાજપ માં સુરતમાં વધુ એક વખત આંતરિક ઘમાસાણ અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો કિસ્સો સામે આવ્યો છે. અગાઉ કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની બે ઘટનાઓ બાદ હવે ખુદ ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં 19 લાખ રૂપિયાના કથિત કૌભાંડ અને દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચાએ રાજકીય ગલિયારામાં ખળભળાટ મચાવી દીધો છે.

વોર્ડ નં.-27ના 'ભારતીય જનતા પાર્ટી ચુનાવ' નામના ગ્રુપમાં બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને હાલના કોર્પોરેટર ભાઈદાસ પાટીલ તેમજ પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ અને વરિષ્ઠ કાર્યકર્તા મનીષ નાયક વચ્ચે મોડી રાત્રે 11:00 વાગ્યા બાદ થયેલી ઉગ્ર ચેટિંગના સ્ક્રીનશોટ સામે આવ્યા છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ભાજપના જ કાર્યકરો અને નેતાઓ એકબીજા સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. ખાનગી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામના મામલે 19 લાખ રૂપિયાનો તોડ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વોર્ડ નંબર 27ના દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચાએ વિવાદને વધુ ગંભીર બનાવ્યો છે.

વાયરલ થયેલી ચેટમાં ગેરકાયદે બાંધકામના સેટલમેન્ટથી માંડીને પૈસાની વહેંચણી સુધીના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં લિંબાયત ઝોનની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોવાનું કહેવાય છે. બીજી તરફ ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું તેની પણ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, આ તમામ બાબતો હાલ આક્ષેપો અને વાયરલ ચેટમાં થયેલી ચર્ચા પૂરતી જ છે.

surat BJP
divyabhaskar.co.in

વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચર્ચાના અંશો

ભાઈદાસ પાટીલ: ચાર ધામ વારે વારે કૈલાસ. એક વાર... તોડ બાજ સમજી જશે.

મનીષ નાયક: કરેલા કર્મનું ફળ અહીં જ મળશે. મારા વિરૂદ્ધ ખોટી માહિતી આપનારના પુરાવા મને મળી ગયા હોય. હું હવે ધીમે-ધીમે ખુલ્લો પાડીશ.

ભાઈદાસ પાટીલ: ઓકે મનીષ ભાઈ તોડબાજનો પણ ઈલાજ કરવો પડશે.

મનીષ નાયક: તમે મને પુરાવા આપો પછી મારી જવાબદારી. હું મારી સત્તાનો ઉપયોગ કરીશ. આતો એવું ચાલી રહ્યું છે. સોં ચૂહા મારકે બિલ્લી હજ કરને કો ચલી.

ભાઈદાસ પાટીલ: સાચી વાત છે... આજ કાલ ચૂહા નહીં કુત્તા ખા કે બિલ્લી તિરૂપતિ જાતી હૈ.

મનીષ નાયક: આજની ડિટેઈલ 19 લાખ કૌભાંડમાં દરેક કોર્પોરેટરને બે લાખ પૈકી તમારા નામે બે લાખ કોણ લઈ ગયું. તે તમારી છબી નહીં બગડે એટલે અંગત રસ તપાસવું રહ્યું.

ભાઈદાસ પાટીલ: સાહેબ તપાસ કરો.

મનીષ નાયક: તમે આજની મૌખિક ચર્ચાની પૂરી ડિટેઈલ જેમ કે કઈ સોસાયટી, કયા કામ માટે કેટલા પૈસાનું કૌભાંડ... મને ખાનગીમાં કહો.

ભાઈદાસ પાટીલ: આજે મેં જાહેરમાં કહ્યું સંદીપ ભાઈને...

મનીષ નાયક: શું કહ્યું... હું થોડો મોડો આવ્યો એટલે બરાબર સાંભળ્યું નહીં. તમને નહીં મળ્યા... પછી તમે કહી દો ને શું ચિંતા કરો. જે ખોટું કરે તેને બીક નથી.

ભાઈદાસ પાટીલ: કોઈ નગર સેવકનું કારનામું છે. 19 નું...

મનીષ નાયક: કઈ સોસાયટી?

ભાઈદાસ પાટીલ: કૈલાશ બંગ્લોઝ… 19 શટલ…

મનીષ નાયક: કયા કામ પેટે…

ભાઈદાસ પાટીલ: શટલ…

મનીષ નાયક: ધારાસભ્ય શ્રી ને કેટલા?

ભાઈદાસ પાટીલ: Good Night.

મનીષ નાયક: જવાબ નહીં આપ્યો.

ભાઈદાસ પાટીલ: તમારામાં હિંમત હોય તો કૈલાસ બંગ્લોઝમાં તપાસ કરો. જવાબ મળશે.

મનીષ નાયક: કઈ જગ્યાએ આવ્યો... મને અને મારા સ્ટાફને હિંમત છે.

ભાઈદાસ પાટીલ: યોગેશ દેસાઈને પૂછો... લિંબાયત ઝોનમાં...

મનીષ નાયક: અરે પણ અમારો સ્ટાફ તો પૂછે છે. દરેક કોર્પોરેટરને બે-બે લાખ મળ્યા તેવી ચર્ચા થઈ તેમાં કયા કોર્પોરેટરને મળ્યા અને કોણ બાકી રહી ગયું. તમને કેટલા મળ્યા?

ભાઈદાસ પાટીલ: મને સાબિત કરો... એજ દિવસ રાજીનામાં...

મનીષ નાયક: પણ આ 19 લાખ કોણ લઈ ગયું?

ભાઈદાસ પાટીલ: રાજીનામાં નહીં આપે એ બે બાપની ઔલાદ... તપાસ કરો... સબકા સાથ સબકા વિકાસ.

મનીષ નાયક: પણ તમે કહો છો આપણા વોર્ડના કોઈ નગર સેવકનું કારનામું છે તમે નથી. લેડીઝ તો નવી નિશાળીયા છે તો બાકી કોણ રહી ગયું. તિરૂપતિ જાત્રા કરાવનાર?

ભાઈદાસ પાટીલ: તપાસ કરો.

મનીષ નાયક: થોડી હિન્ટ આપો... કોનું ખિસ્સું ભરાયું આમાં તો અમારા અનાવિલ સમાજના MLA હોઈ તેની લેખિત ખાતરી આપું. તેમને 10 લાખ નહીં મળ્યા હોય તો તેના નામે કોણ લઈ ગયું તે મારે તપાસ કરવી છે.

ભાઈદાસ પાટીલ: તમે યુવરાજ છો કરો તપાસ... જય હો કૈલાશ બંગ્લોઝ...

મનીષ નાયક: હું તાપસ શરૂ કરી દીધી છે અને મને બીજી પણ ફરિયાદ મળી છે. એક કોર્પોરેટર દાંડી ઈતિહાસિક માર્ગ પર મટન વેચવા હપ્તા લઈ શરૂ કર્યું. આ કૈલાશ બંગલામાં કયા કામ પેટે 19 લાખ લેવામાં આવ્યા.

ભાઈદાસ પાટીલ: શટલ જય હો...

મનીષ નાયક: જવાબ શટર એટલે શોપનો દરવાજા કે મોલનો કે પછી સેટલમેન્ટ...

ભાઈદાસ પાટીલ: જય હો દુકાનના શટલ...

મનીષ નાયક: દુકાનનું નામ...

ભાઈદાસ પાટીલ: સોસાયટીનું નામ કૈલાશ બંગ્લોઝ...

મનીષ નાયક: પણ દુકાન નંબર, નામ...

ભાઈદાસ પાટીલ: Good Night.

મનીષ નાયક: પ્લીઝ તમારી છબી અને અમારા સમાજના MLA ની છબી નહીં ખરડાઈ એટલે તપાસમાં સહકાર આપવા દુકાનનું નામ આપવા વિનંતી.

ભાઈદાસ પાટીલ: કૈલાશ રેસિડેન્શિયલ જય હો...

મનીષ નાયક: કૈલાશ રેસિડેન્સી ક્યાં આવી...

ભાઈદાસ પાટીલ: સાહેબ ને ખબર છે આપડાં...

મનીષ નાયક: પહેલાં કૈલાશ બંગ્લોઝ કીધું પછી કૈલાશ રેસિડેન્સી તો આ સોસાયટી ક્યાં આવી? તમારા જેવા કોઈ નિર્દોષ નહીં ફસાઈ અને અમારા સમાજ MLA હોય મારા સમાજની ઈજ્જતનો સવાલ હોય. સ્પષ્ટ કૈલાશ બંગલો કયા આવ્યું છે તેની માહિતી આપવા નમ્ર પ્રાર્થના. કયા સાહેબને ખબર છે?

ગંભીર ફરિયાદ કરનારા મનીષ નાયકના જણાવ્યા પ્રમાણે, એક ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ પ્રકરણમાં ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં પણ કેટલાક કોર્પોરેટરો દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની ચર્ચાઓએ વિવાદને વધુ વેગ આપ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસનો વિષય છે.

BJP
deccanchronicle.com

આ વિવાદમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે કોર્પોરેટરના મોબાઈલમાંથી ચેટના મેસેજ વાયરલ થયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તે ભાઈદાસ પાટીલે પોતાના મોબાઈલમાંથી આવા મેસેજ મોકલ્યા હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ આક્ષેપ કરનાર કાર્યકરોએ શહેર ભાજપને સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ગંભીર ફરિયાદ કરનારા મનીષ નાયકના જણાવ્યા પ્રમાણે, એક ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ પ્રકરણમાં ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં પણ કેટલાક કોર્પોરેટરો દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની ચર્ચાઓએ વિવાદને વધુ વેગ આપ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસનો વિષય છે.

આટલા ગંભીર આક્ષેપો અને ચેટ વાયરલ થયા બાદ પણ શહેર ભાજપ સંગઠન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પક્ષની આંતરિક શિસ્ત અને પારદર્શકતાના દાવા વચ્ચે પોતાના જ કાર્યકરો એકબીજાની પોલ ખોલી રહ્યા છે ત્યારે સંગઠન આ મામલે શું કાર્યવાહી કરે છે તે સવાલ ઊભો થયો છે. સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની હકીકત શું છે, નાણાંની વહેંચણી થઈ હતી કે કેમ, ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયાની ચર્ચા પાછળનું સત્ય શું છે અને ગેરકાયદે બાંધકામના મામલે લિંબાયત ઝોનના અધિકારીઓની કોઈ ભૂમિકા હતી કે કેમ? વાયરલ ચેટની સત્યતા અને નાણાકીય વ્યવહારની તપાસ થાય તો જ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે. આ ઉપરાંત હવે શહેર ભાજપની ભૂમિકા પણ કેવી રહેશે તે જોવાનું રહેશે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની હકીકત શું છે? પૈસાની વહેંચણી થઈ હતી કે કેમ? ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયાની ચર્ચા પાછળનું સત્ય શું છે? અને ગેરકાયદે બાંધકામના મામલે લિંબાયત ઝોનના અધિકારીઓની કોઈ ભૂમિકા હતી કે કેમ? વાયરલ ચેટની સત્યતા અને નાણાકીય વ્યવહારની તપાસ થાય તો જ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે. આ ઉપરાંત હવે શહેર ભાજપની ભૂમિકા પણ કેવી રહેશે તે જોવાનું રહેશે.

About The Author

Related Posts

Top News

UPમાં 18 લાખ 84 હજાર મતદારો વધી ગયા! ચૂંટણી પંચે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યમાં અગાઉના આંકડાઓની સરખામણીમાં 18 લાખ 84 હજાર મતદારોનો...
National 
UPમાં 18 લાખ 84 હજાર મતદારો વધી ગયા! ચૂંટણી પંચે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી

ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

જો તમે તમારી કાર કે અન્ય કોઈ વાહનનો થર્ડ-પાર્ટી વીમો રિન્યૂ કરવાનું ભૂલી ગયા હોવ અને નેશનલ હાઈવે પર મુસાફરી...
National 
ટોલ પ્લાઝા પર ઈન્શ્યોરન્સ વગર પસાર થયા તો ભારે દંડ માટે તૈયાર રહેજો; શરૂ થયો પાયલોટ પ્રોજેક્ટ

હવે 3 બાળકો હશે તેને પણ સરકારી નોકરી મળશે; મધ્ય પ્રદેશની ભાજપ સરકારે લીધો નિર્ણય

મધ્યપ્રદેશમાં, 2થી વધુ બાળકો ધરાવતા લોકો પણ સરકારી નોકરી માટે પાત્ર રહેશે. બુધવારે મંદસૌરના ગાંધી સાગર ખાતે CM ...
National 
હવે 3 બાળકો હશે તેને પણ સરકારી નોકરી મળશે; મધ્ય પ્રદેશની ભાજપ સરકારે લીધો નિર્ણય

સોનામાં ભેળસેળ કરવાનો 'રેનિયમ'નો નવો ખેલ, કેવી રીતે ઓળખવું તમારું સોનું અસલી છે કે નકલી?

સોનામાં ભેળસેળ કરવાની એક નવી પદ્ધતિ સામે આવી છે, જેની ઓળખ સામાન્ય તપાસમાં પકડવી મુશ્કેલ છે. સોનામાં ભારે ધાતુઓનો...
Business 
સોનામાં ભેળસેળ કરવાનો  'રેનિયમ'નો નવો ખેલ, કેવી રીતે ઓળખવું તમારું સોનું અસલી છે કે નકલી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.