વિનોદ કાંબલીએ વૃદ્ધાશ્રમથી શેર કર્યો વીડિયો, કહ્યું- અહિંયા ખુશ છું, સચિને પણ કરી હતી મદદ

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર તેમનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ક્રિકેટ ફેન્સ ખૂબ હેરાન અને દુઃખી છે. આ વીડિયોમાં તેઓ વૃદ્ધોની સંભાળ રાખતા કેન્દ્રમાં જોવા મળે છે. આ દિગ્ગજ ખેલાડીને આવી સ્થિતિમાં જોઈને લોકોના મનમાં સ્વાસ્થ્યને લઈને ચિંતા છે. જોકે, વાયરલ વીડિયોમાં કાંબલી પોતે તે કેન્દ્રની સુવિધાઓ અને ત્યાંના સુખદ વાતાવરણના વખાણ કરતા જોવા મળે છે.

vinod-kambli4
bhaskar.com

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કાંબલી પોતે વૃદ્વાશ્રમ વિશે વાત કરે છે. તેઓ કહે છે કે, હું અત્યારે 'નિદાન'માં છું. હું કહેવા માંગુ છું કે અહીંની સુવિધાઓ ઉત્તમ છે. ત્યાંની વ્યવસ્થાઓના વખાણ કરતા તેઓ કહે છે કે, અહીંની સ્વચ્છતા અને અન્ય તમામ બાબતો ફર્સ્ટ ક્લાસ છે. મને અહીં રહેતા ક્યારેય એવું નથી લાગતું કે હું ઘરથી દૂર છું; મને અહીંના લોકો તરફથી અપાર પ્રેમ અને સન્માન મળી રહ્યું છે.

કાંબલીનો આ વીડિયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ક્રિકેટ ફેન્સમાં ભારે ચિંતા જોવા મળી છે. ઘણા લોકો તેમની સ્થિતિ જોઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણા લોકો તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બીમારી, આર્થિક મુશ્કેલીઓ અને અંગત સમસ્યાઓને કારણે વારંવાર ચર્ચામાં રહ્યા છે. અગાઉ પણ એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં તેઓ ટેકા વગર ચાલી શકતા નહોતા. જેને જોઇને ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ જ વ્યથિત થયા હતા. આ પહેલા તો સચિન તેંદુલકરે પણ તેમને આર્થિક રીતે ઘણી મદદ કરી હતી.

વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે લગભગ 54ની શાનદાર સરેરાશથી 1,084 રન બનાવ્યા હતા; આમાં ચાર સદીનો પણ સમાવેશ થાય છે. તેઓ સૌથી ઝડપથી 1,000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન પણ છે. તાજેતરમાં યશસ્વી જયસ્વાલ આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્ય હતા, પરંતુ તેમણે 16 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી અને બીજા ક્રમે રહ્યા. વન-ડે મેચોની વાત કરીએ તો, કાંબલીએ 104 મેચ રમી હતી અને લગભગ 32ની સરેરાશથી 2,477 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે.

About The Author

Top News

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં એવું શું થયું કે હજારોની સંખ્યામાં પોલીસબળ કેમ્પસમાં આવી ગયું, BJP-કોંગ્રેસ AAP પર તૂટી પડ્યા

પંજાબ પોલીસે દાવો કર્યો છે કે શનિવારે મોડી રાત્રે જલંધર નજીક લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ...
National 
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં એવું શું થયું કે હજારોની સંખ્યામાં પોલીસબળ કેમ્પસમાં આવી ગયું, BJP-કોંગ્રેસ AAP પર તૂટી પડ્યા

મેગીને લઈને ફરી ઉઠ્યા સવાલો! પેકેટમાં જીવાત મળ્યાનો દાવો; નેસ્લે ઈન્ડિયાએ કરી સ્પષ્ટતા

મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગ્રાહકને મેગી નૂડલ્સના પેકેટમાં કથિત રીતે જીવાત અને ઈયળો જોવા...
Business 
મેગીને લઈને ફરી ઉઠ્યા સવાલો! પેકેટમાં જીવાત મળ્યાનો દાવો; નેસ્લે ઈન્ડિયાએ કરી સ્પષ્ટતા

જો ટ્રાફિક દંડની રકમ ન ભરી તો વીજળીના બિલમાં આ રકમ ઉમેરી શકાય! સુપ્રીમ કોર્ટે નવો આઇડિયા આપ્યો

સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓને ટ્રાફિક ચલણની વસૂલાત કરવા અંગે જમીની સ્તરે નક્કર પગલાં લેવાની જરૂરિયાત જણાવી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ J.B. ...
National 
જો ટ્રાફિક દંડની રકમ ન ભરી તો વીજળીના બિલમાં આ રકમ ઉમેરી શકાય! સુપ્રીમ કોર્ટે નવો આઇડિયા આપ્યો

Ertigaને ટક્કર આપવા ભારતમાં આવી 7-સીટર નવી કાર, કિંમત ₹7.84 લાખ અને…

ભારતીય બજારમાં જ્યારે 7-સીટર કારની વાત આવે છે, ત્યારે બધાના મનમાં એક-બે નામ સૌથી રહેલા આવે છે. એક...
Tech and Auto 
Ertigaને ટક્કર આપવા ભારતમાં આવી 7-સીટર નવી કાર, કિંમત ₹7.84 લાખ અને…
Copyright (c) Khabarchhe All Rights Reserved.