રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનનું શક્તિ પ્રદર્શન, આખું મેદાન પેક, હજારો લોકો બહાર ઉભા છે, નડ્ડાએ કહ્યું- સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો

દિલ્હીના રામલીલા મેદાનમાં SIRના વિરોધમાં INDIA બ્લોકની રેલી માટે રાહુલ ગાંધી ઓપન એર સફારી બસ દ્વારા રવાના થઈ ગયા છે. તેમની સાથે અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી સહિત અન્ય નેતાઓ પણ સવાર છે. રેલીમાં SIRનો વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવશે. વિપક્ષે 10 લાખ લોકો એકઠા થવાનો દાવો કર્યો છે, જ્યારે દિલ્હી પોલીસનું અનુમાન 50 હજાર લોકોનું છે.

તમામ વ્યવસ્થાઓ બાદ મેદાનની ક્ષમતા 30 થી 40 હજાર લોકોની જ રહી જશે. છેલ્લા 25 દિવસમાં વિપક્ષ આ મુદ્દે સાતમી વખત એકજૂથ થયો છે. આ પહેલાં 6 થી 13 ઓક્ટોબર વચ્ચે છ વખત પ્રદર્શનો થઈ ચૂક્યા છે. બપોરે 1.30 કલાક સુધીના અપડેટની વાત કરીએ તો રામલીલા મેદાન આખું પેક થઈ ગયું છે અને હજુ ઈન્ડિયા ગઠબંધનની માર્ચ રામલીલા મેદાન પહોંચી પણ નથી. માર્ચની સાથે પણ હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આટલા લોકો ક્યાં ઉભા રહેશે, તેને લઈને પણ પોલીસ માટે ટેન્શન ઉભું થઈ ગયું છે. પણ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે લિમિટ બહાર લોકોને અમે મેદાનમાં જવા દઈશું નહીં, તેનાથી ભગદડની સ્થિતિ થઈ શકે છે. 5 વાગ્યે અમે કાર્યક્રમ પૂરો કરાવી દઈશું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે રેલીમાં આવતા લોકોને અહીં શોપિંગ  કરવાની અપીલ કરી હતી, જેથી દુકાનદારોને ફાયદો થઈ શકે, પરંતુ કનોટ પ્લેસ આવતી વખતે ખબર પડી કે BJPએ જબરદસ્તી બધી દુકાનો બંધ કરાવી દીધી છે. દેશ જોઈ રહ્યો છે કે BJP દુકાનદારોનું નુકસાન કરી રહી છે.

ઇન્ડિયા ગઠબંધનની રેલી મિન્ટો બ્રિજથી રવાના થઈ ગઈ છે. રાહુલ ગાંધી બસમાં સૌથી આગળ બેઠા છે, જ્યારે અખિલેશ યાદવ, મમતા બેનરજી અને પ્રિયંકા ગાંધી પાછળ બેઠેલા જોવા મળ્યા છે. દિલ્હીમાં INDIA બ્લોકની મહારેલી માટે વિપક્ષી પક્ષોના અનેક મોટા નેતાઓ રામલીલા મેદાન તરફ રવાના થયા હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મમતા બેનર્જી, ફારૂક અબ્દુલ્લા, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, સુપ્રિયા સુલે, અભિષેક બેનરજી અને કે.સી. વેણુગોપાલ સહિતના અનેક નેતાઓ એકસાથે મેદાન તરફ આગળ વધતા નજરે પડ્યા હતા.

photo_2026-11-01_13-42-20

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, રેલી માટે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવી છે. ત્યારબાદ તમામ લોકોએ રામલીલા મેદાન ખાલી કરવું પડશે. ત્યાં રાતવાસો કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

INDIA બ્લોકની આજની રેલીનો મુખ્ય હેતુ ભારતીય ચૂંટણી પંચ (ECI) ની કામગીરી સામે વિરોધ નોંધાવવાનો છે. CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવા માટે એકજૂથતા અને રાજકીય તાકાત બતાવવાની તૈયારી છે. INDIA બ્લોકે ચૂંટણીમાં કથિત ગડબડીઓ સામે પોતાની તાકાત દર્શાવવા માટે અલગ-અલગ રાજ્યોમાંથી પોતાના સહયોગી પક્ષોના નેતાઓ અને સમર્થકોને દિલ્હી પહોંચવા અપીલ કરી છે.

02

કોકરોચ જનતા પાર્ટી (CJP) અને ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (AISA) સહિતના અનેક વિદ્યાર્થી સંગઠનોએ પણ INDIA બ્લોકની રેલીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અભિજીત દિપકે અને નેહા બોરાએ યુવાનોને INDIA બ્લોકની રેલીમાં સામેલ થઈને પોતાનો વિરોધ નોંધાવવા અપીલ કરી છે.

photo_2026-11-01_13-42-11

કોંગ્રેસ સાંસદ શશી થરૂરએ કહ્યું કે દેશમાં વોટર લિસ્ટ સંપૂર્ણપણે સુધારેલું અને સાફ હોવું જોઈએ, પરંતુ એના માટે 13 કરોડ સાચા મતદારોના નામ કાપી ના શકાય. એક-બે મૃત વ્યક્તિઓના નામ લિસ્ટમાં રહી જાય તે આટલા મોટા પાયા પર સાચા મતદારોના નામ કાપવા કરતાં વધુ સારું છે.

કોંગ્રેસ નેતા પવન ખેરાએ દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની રેલીને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આખી સરકાર ડરના માહોલમાં છે અને વારંવાર કલમ 163 નો હવાલો આપીને નિવેદનો બહાર પાડવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે જ્યારે નિતિન નવીન રસ્તાઓ પર નીકળે છે ત્યારે કલમ 163 લાગુ કરવામાં આવતી નથી, પરંતુ જ્યારે INDIA ગઠબંધનના આહ્વાન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે ત્યારે સરકાર ગભરાઈ રહી છે. તેમણે કહ્યું, ગભરાવાની જરૂર નથી. આ દેશનો અવાજ છે અને તમારે તેને સાંભળવો જ પડશે.

photo_2026-11-01_13-42-16

જે.પી. નડ્ડાએ વિપક્ષની રેલી પર કટાક્ષ કરતા કહ્યું છે કે રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી પોતાનું રાજકારણ ચમકાવી રહ્યા છે. આ દેશને બદનામ કરવાનું એક કાવતરું છે. મહાપાપ વાળા દિવસે જ આ રેલી કેમ કરવામાં આવી રહી છે? શિખ રમખાણો માટે કોંગ્રેસે આજ સુધી માફી માંગી નથી. ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને વિપક્ષ અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યો છે. દિલ્હીના નાના વેપારીઓ હેરાન થઈ રહ્યા છે અને દિલ્હીને અપંગ બનાવવું એ જ વિપક્ષનો લક્ષ્ય છે. રાહુલ ગાંધી શિખોના બળેલા ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે. જનતા રાહુલના છેતરામણા પ્રચારમાં આવવાની નથી. કોંગ્રેસનો લોહિયાળ ઇતિહાસ આજે પણ જીવંત છે.

 

About The Author

Top News

ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

બ્રિટનના ઇતિહાસથી પરિચિત કોઈપણ વ્યક્તિ જાણે છે કે આ દેશે ઘણા દેશોને લાંબા સમય સુધી ગુલામ બનાવ્યા. આ સામ્રાજ્યવાદી વિચારધારા...
World 
ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

રાજધાનીના ભોપાલમાં લક્ઝરી કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર શોરૂમના એક કર્મચારીએ પોતાની પત્નીની મોંઘી કારની ઈચ્છા...
National 
પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

આજથી કોમર્શિયલ સિલિન્ડર રૂ. 17 સુધી મોંઘા થઇ ગયો છે. આજથી, જો તમને તમારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી...
Business 
નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો...
Lifestyle 
સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.