ઈન્ડિયા ગઠબંધનની મહારેલીમાં એક જ વાત જ્ઞાનેશ કુમારે જવું પડશે, જુઓ કોણ શું-શું બોલ્યું

શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવાસસ્થાને વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રવિવારે સોનિયા ગાંધી સહિત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનરજી અને તેજસ્વી યાદવ સહિત તમામ વિપક્ષી નેતાઓ રામલીલા મેદાન ખાતે પહોંચ્યા હતા. લગભગ ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મારી વાત સાચી પડશે, જ્ઞાનેશ કુમાર CEC પદ પરથી હટશે અને જેલ જશે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આખું રામલીલા મેદાન પેક થઈ ગયું હતું અને બહાર પણ લોકો ઉભા હતા.

બપોરે આશરે 12 વાગ્યે વિપક્ષી નેતાઓએ મિન્ટો રોડથી રામલીલા મેદાન સુધી માર્ચ કાઢી હતી. નેતાઓ ઓપન વાહનમાં સવાર હતા અને તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ચાલી રહ્યા હતા. બપોરે 1:30 વાગ્યા સુધીમાં મેદાનમાં ભારે ભીડ જામી ગઈ હતી. ત્યાર બાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ રામલીલા મેદાન પહોંચ્યા હતા અને સરકાર અને જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.

rahul

રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર રાત્રે ઊંઘી શકતા નથી. તેઓ ડરેલા છે, કારણ કે તેમણે સૌથી મોટો ગુનો કર્યો છે. દેશના અવાજને બંધ કરવાનો પ્રયાસ કર્યો છે અને તેનો ગળું દબાવ્યું છે. ન તો મોદી, ન શાહ, તેઓ પણ ઊંઘી શકતા નથી. અમે દુશ્મનાવટ વાળા લોકો નથી. અમારે નફરત નહીં પણ પ્રેમ ફેલાવવાનો છે. આ વિરોધ પ્રદર્શન કોઈ એક પક્ષ કે એક નેતાનું નથી. આ દેશનું પ્રદર્શન છે, દેશનો અવાજ છે અને બંધારણને બચાવવાનો અવાજ છે.

રાહુલ ગાંધીએ કહ્યું, હું તમને કહું છું કે મોદી ક્યાંય જઈ શકતા નથી, જો તેઓ જવા પણ માગતા હોય તો પણ અમે ક્યાંય જવા નહીં દઈએ. જ્ઞાનેશ કુમાર પછી અમે તમારી સામે ઊભા રહેવાના છીએ. તમે જે વોટ ચોરી કરી છે તેની સામે કાનૂની કાર્યવાહી થશે. દેશને ન્યાય મળશે. તમે અદાણીને જે દેશ વેચ્યો છે, તેનો બદલો લઈશું. તમને ભાગવા નહીં દઈએ, તમે અહીંના અહીં જ રહેશો. કાર્યવાહી થઈને જ રહેશે.

તેમણે ઉમેર્યું, અમારામાં અને તેમનામાં તફાવત છે, આ દેશ નફરતનો નથી. અમે મોદી-શાહ કે જ્ઞાનેશને ધિક્કારતા નથી. અમે પ્રેમની દુકાન ખોલનારા લોકો છીએ. મોદી અને જ્ઞાનેશે દેશની આત્મા, બંધારણ અને લોકશાહી પર હુમલો કર્યો છે. અમે આ સ્વીકાર નહીં કરીએ. રાહુલે કહ્યું, જ્ઞાનેશ કુમાર CEC પદ પરથી હટશે, જ્ઞાનેશ કુમાર જેલ જશે. આ કોઈ સામાન્ય ચોરી નથી. કોઈ દુકાનમાંથી નાની ચોરી કરે તેના માટે જેલ થાય છે, આ સામાન્ય ચોરી નથી, આ હિન્દુસ્તાનના દરેક નાગરિકના અવાજની ચોરી છે. તેમણે કહ્યું, આને રેરરેસ્ટ ઓફ રેર કેસ કહેવાય છે. આને દેશદ્રોહ કહેવાય છે. જ્ઞાનેશ કુમાર વગર મોદી ન તો PM બનત, ન શાહ ગૃહમંત્રી બનત.

05

રાહુલ ગાંધીએ દાવો કર્યો, 2024ની ચૂંટણી પછી 13.5 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા. સાતમાંથી એક મતદારને બહાર કરવામાં આવ્યો એટલે કે 15% મતદારોને યાદીમાંથી કાઢી મુકાયા. 2024માં વોટ ટકાવારીનો તફાવત માત્ર 3% હતો. આનો અર્થ એ થાય છે કે 2024ની ચૂંટણી ગેરકાયદેસર (અવૈધ) હતી. આ વાત હું નથી કહી રહ્યો, આ ચૂંટણી પંચનો ડેટા જ કહી રહ્યો છે. હું જે કહું છું તે સાચું પડે છે. મેં કોવિડ વિશે જે કહ્યું હતું, તેનું સત્ય સામે આવ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું, તમારે દેશને એક સંદેશ આપવાનો હતો, મોદી-શાહને તમે સંદેશ મોકલી દીધો છે. આ કોઈ પક્ષનો અવાજ નથી, આ માત્ર નેતાઓનો અવાજ નથી. આ અવાજ કહી રહ્યો છે કે અમે દેશમાંથી લોકશાહીને ખતમ થવા નહીં દઈએ. અમે બંધારણને નષ્ટ થવા નહીં દઈએ. તમારી પાસે ગમે તેટલો પૈસો કે પાવર હોય, તમે બંધારણથી મોટા નથી.

રાહુલે એવું પણ કહ્યું કે વર્ષોથી આ દેશમાં વોટ ચોરી થઈ રહી છે. મમતાએ બંગાળનું ઉદાહરણ આપ્યું, એમપી, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને 2024ની લોકસભાની તમામ ચૂંટણીઓમાં વોટ ચોરી થઈ છે.

photo_2026-11-01_13-42-20

PDP નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જે આ દેશની સમસ્યા છે, તેને બદલવા માંગીએ છીએ, દેશને બદલવા માંગીએ છીએ. જો તમે આજે નહીં બદલો તો બહુ મોડું થઈ જશે. 2014 સુધી જેટલી પણ સરકારોએ સંપત્તિ બનાવી હતી તે વેપારી મિત્રોને આપી દીધી. તેમણે નોકરીઓ આપવાના વચનો આપ્યા હતા, પરંતુ જેઓ આર્મીમાં ગર્વથી જતા હતા તેમને પણ અગ્નિવીર બનાવી દીધા.

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, અમે અહીં એટલા માટે એકઠા થયા છીએ કે એ બતાવી શકીએ કે આ લોકો મુસલમાનો પર દર વખતે આંગળી ચિંધે છે અને કહે છે કે આ પાકિસ્તાની છે. હું ભાજપને કહેવા માંગુ છું કે અમે ભારત માટે લોહી આપ્યું છે અને આગળ પણ આપતા રહીશું. અમારે આ જ વતનમાં રહેવાનું છે. જેમ કે અખિલેશજીએ કહ્યું કે યુપીમાં એક કરોડ 27 લાખ હિન્દુઓના નામ પણ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા, શું તેઓ પણ પાકિસ્તાની છે? આ અંબેડકરનું બંધારણ છે, તેમાં આપણે બધા સમાન છીએ. તેમણે ઉમેર્યું કે આપણે સંઘર્ષ કરવાનો છે જેથી કોઈ પણ ભારતીય વોટ આપવાના અધિકારથી વંચિત ન રહે. આપણે માત્ર ભગવાનથી ડરવાનું છે, આમનાથી ડરવાનું નથી. આપણે મળીને સાથે ચાલવું પડશે. જમ્મુ-કશ્મીર પહેલા પણ ભારતનો ભાગ હતું અને આગળ પણ રહેશે.

મમતા બેનરજીએ કહ્યું, અમે છોડીશું નહીં, જીવ આપી દઈશું પણ લડીશું. અમારું બંગાળ લૂંટી લેવામાં આવ્યું. અમે લોકશાહી બચાવીશું. લોકશાહી લૂંટાઈ ગઈ, હકો લૂંટાઈ ગયા, ઇલેક્શન કાઉન્ટિંગ લૂંટાઈ ગઈ. તમે માત્ર વોટ નહીં, આખી ગણતરી જ ગાયબ (વૈનિશ) કરી દીધી છે. અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. મમતાએ વધુમાં કહ્યું, તમે નોકરીઓ લૂંટી, જિંદગી લૂંટી, માતા-બહેનોનું સન્માન લૂંટ્યું. જ્ઞાનેશ કુમાર જી વૈનિશ વૈનિશ... યસ પપ્પા, લૂંટી લીધું, યસ પપ્પા, તમારી પાછળ કોણ છે, બીજેપી પપ્પા, ખેડૂતોનું સન્માન ચોરી, બીજેપી પપ્પા... ભાજપનો સાથ, સબકા સત્યાનાશ.

03

અખિલેશ યાદવે કહ્યું, જે લોકો ક્યારેક યુપીથી આવ્યા હતા, તેઓ યુપીથી જ પાછા જશે. યુપી વાળા સ્વાગત સારું કરે છે તો વિદાય પણ સારી કરે છે. 2027માં વિદાય નક્કી છે. આ રામજીની લીલાનું મેદાન છે. જે પાપી હોય તેનો નાશ થાય છે. રામજીની સામે તે પાપીઓ બચવાના નથી. જેમણે ચંદો ચોરી કર્યો છે, જેમણે ચઢાવો ચોરી કર્યો છે તેમનો માત્ર નાશ નહીં પણ સર્વનાશ થશે. તેમણે ઉમેર્યું, તમે જોયું છે કે ભાજપ સતત કાવતરાં ઘડી રહી છે. તેઓ જાણે છે કે લોકશાહીથી જીતી શકાતું નથી એટલે ચૂંટણી પંચને શસ્ત્ર બનાવ્યું. તેમણે બંગાળની ચૂંટણી લૂંટી છે. ચૂંટણી પહેલા SIR કરાવીને વોટ કપાવી દીધા હતા.

 

અખિલેશે કહ્યું, હું જોઈ રહ્યો છું કે રામલીલા મેદાનમાં જે અવાજ ઉઠી રહ્યો છે, ગઠબંધનના તમામ સાથીઓ એકજૂથ થઈને લોકશાહીનો અંત આણનારાઓ સામે ઊભા થયા છે. આજે જ્યારે અહીં સભા યોજાઈ રહી હતી તે જ સમયે યુપીમાં ભાજપ તરફથી કહેવામાં આવ્યું કે એક કરોડ હિન્દુ ભાઈઓના વોટ કાપી નાખવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મોદી આજે લોકોમાં ફૂટ પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ પોતે જ મતદારો પસંદ કરી રહ્યા છે. તેમને વોટ કોણ આપશે તે મતદારો તેઓ પોતે નક્કી કરે છે. આજની કેન્દ્ર સરકાર, બિહાર સરકાર, યુપી સરકાર - આ બધી ચોરીની સરકારો છે.

તેમણે ઉમેર્યું, ચલો દિલ્હી માર્ચ ઐતિહાસિક છે. મોદીજી અને શાહે યુવાનોનો વોટ છીનવવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓનો વોટ છીનવવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે આજે અમે એકઠા થયા છીએ. મોદીજી પોતાના એક ચમચાને બેસાડીને આજે બધાના વોટ તોડવાનું કામ કરી રહ્યા છે, તે જ્ઞાનેશ કુમારને કાઢવા માટે અમે અહીં બેઠા છીએ.

06

RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું, આમ તો રામલીલા મેદાનમાં રામલીલાનું આયોજન થાય છે, પણ અમે વોટ ચોરો માટે મહાભારતનું આયોજન કર્યું છે. અમારે કુરુક્ષેત્ર બનાવવું પડી રહ્યું છે. તમે શકનીને જાણો છો, તેના પાસા કોના હતા? શકુનિ જ્યારે પાસો ફેંકતો ત્યારે તે જે કહેતો તે જ પડતો.

CPM જનરલ સેક્રેટરી એમ.એ. બેબીએ કહ્યું, આ બીજી આઝાદીનું આંદોલન છે. ફાશીવાદી અને RSS ના હાથમાંથી દેશને બચાવવાનો છે. સંઘર્ષના રસ્તે એકજૂથ થઈને અમે આગળ વધીશું. વોટ ચોરી કરનારા જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવાનું જ છે.

About The Author

Related Posts

Top News

ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

બ્રિટનના ઇતિહાસથી પરિચિત કોઈપણ વ્યક્તિ જાણે છે કે આ દેશે ઘણા દેશોને લાંબા સમય સુધી ગુલામ બનાવ્યા. આ સામ્રાજ્યવાદી વિચારધારા...
World 
ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

રાજધાનીના ભોપાલમાં લક્ઝરી કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર શોરૂમના એક કર્મચારીએ પોતાની પત્નીની મોંઘી કારની ઈચ્છા...
National 
પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

આજથી કોમર્શિયલ સિલિન્ડર રૂ. 17 સુધી મોંઘા થઇ ગયો છે. આજથી, જો તમને તમારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી...
Business 
નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો...
Lifestyle 
સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.