દિવાળી પહેલા સોનાની કિંમતમાં રૂ. 40000નો ઘટાડો, ચાંદીની સ્થિતિ એકદમ ખરાબ..., શું આવી સ્થિતિ માટે ચીન જવાબદાર?

સોનાના ઘટતા ભાવ કેટલાક માટે તક છે, તો કેટલાક માટે આપત્તિ. જે લોકો ખરીદવા માંગે છે તેઓ ખુશ છે, પરંતુ જેમણે સોના અને ચાંદીમાં રોકાણ કર્યું છે તેઓ પૈસા ગુમાવી રહ્યા છે. સોનું તેની સર્વોચ્ચ ટોચથી લગભગ રૂ. 40000ના ઘટાડા પર છે. ચાંદીની સ્થિતિ તો એના કરતા વધુ ખરાબ છે.

ચાંદી રૂ. 2 લાખથી વધુ ઘટી ગઈ છે: ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી રૂ. 2,19,000થી વધુ ઘટી ગઈ છે. ધનતેરસ અને દિવાળી માટે સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું આયોજન કરનારાઓ વિચારી રહ્યા છે કે શું આ ખોટનો સોદો તો નહીં થઇ જાય ને? જે પ્રકારે ભાવ ઘટી રહ્યા છે તે જોતાં, આ પ્રશ્ન વાજબી છે. સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડા માટે કોણ જવાબદાર છે? સોનું અને ચાંદી અચાનક આટલું સસ્તું કેમ થઈ ગયું છે? યુદ્ધો અને વૈશ્વિક કટોકટી પછી ઘણીવાર મોંઘું થતું સોનું, આ વખતે કેમ વિપરીત વલણ અપનાવી રહ્યું છે?

Gold-Silver-Price
criptovaluta.it

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. સોનાના ભાવ 145 ડૉલર ઘટીને 3875.84 ડૉલર પ્રતિ ઔંસ થયા છે. MCX પર સોનાનો ભાવ રૂ. 138,419 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. સ્થાનિક બુલિયન બજારમાં, 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 1 લાખ 40 હજાર પર પહોંચી ગયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર જાહેર કરાયેલ રેટ લિસ્ટ મુજબ...

24 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું રૂ. 1,40,054/10 ગ્રામ, 22 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું રૂ. 1,28,289/10 ગ્રામ, 18 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું રૂ. 1,05,041/10 ગ્રામ, 14 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું રૂ. 81,932/10 ગ્રામ અને 1 કિલો ચાંદી રૂ. 1,81,344 પર ટ્રેડ થઈ રહ્યું છે.

Gold-Silver-Price3
navjivanindia.com

જુલાઈ પછી સોનાનો હાજર ભાવ તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ડિસેમ્બર ડિલિવરી માટે US ગોલ્ડ ફ્યુચર્સ ઘટીને 3991.10 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. ભારતમાં, 29 જાન્યુઆરી, 2026ના રોજ સોનું તેની ટોચ પર પહોંચ્યું. 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 1.79 લાખ પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું, અને 1 કિલો ચાંદી રૂ. 3.89 લાખ પર પહોંચ્યું હતું.

સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડાએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે. સ્વિસ વેલ્થ મેનેજમેન્ટ ફર્મના નિષ્ણાત જુલિયન બેર માને છે કે, આ ઘટાડા પાછળ ચીનનો હાથ હોઈ શકે છે. ચીની રોકાણકારો રોકડ એકત્ર કરવા માટે મોટા પ્રમાણમાં સોનું વેચી રહ્યા છે. ચીનમાં ઓફશોર મૂડી પર સરકારના કડક પગલાં વચ્ચે, રોકાણકારો તેમના સોનાના હોલ્ડિંગ ઘટાડી રહ્યા છે. ચીની સરકારે ઓફશોર ટ્રસ્ટ પર 20 ટકા કર લાદ્યો છે. પહેલાં, ફક્ત વિદેશી કંપનીઓ આ કર હેઠળ આવતી હતી, પરંતુ હવે તે સામાન્ય રોકાણકારોને પણ સમાવવા માટે વિસ્તૃત થઈ છે.

Gold-Silver-Price
criptovaluta.it

ચીની સરકારે સ્થાનિક રોકાણને પ્રોત્સાહન આપવા અને દેશમાંથી મૂડી બહાર જતી અટકાવવા માટે ક્રોસ બોર્ડર સ્ટોક ટ્રેડિંગ પર પણ પ્રતિબંધો લાદ્યા છે, જે સોનાના રોકાણને અસર કરી રહી છે. ચીની સરકારની કડક નીતિઓ સોનાના ભાવને અસર કરી રહી છે. ચીની રોકાણકારો દ્વારા આ વેચાણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવને વધુ દબાણ કરી શકે છે, જેનાથી ભાવ વધુ નીચે આવી શકે છે.

સોનાના ભાવમાં ઘટાડા માટે ફક્ત સોનું જ જવાબદાર નથી. US બોન્ડ્સ પર વધતા વ્યાજ દરો રોકાણકારોને આકર્ષી રહ્યા છે. સોનું કોઈ વ્યાજ આપતું નથી, તેથી રોકાણકારો સોનાને બદલે US બોન્ડ્સમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. બોન્ડ યીલ્ડ 5 ટકા સુધી પહોંચી ગઈ છે. બોન્ડ્સ પર સારા વળતરથી સોના પર દબાણ વધી રહ્યું છે.

ગલ્ફ વોર પછી ક્રૂડ ઓઇલ કટોકટીએ પણ સોનાના ભાવને અસર કરી છે. ક્રૂડ ઓઇલના ભાવ 69 ડૉલરથી વધીને 115 ડૉલર પ્રતિ બેરલ થયા છે. મોંઘા તેલ ફુગાવાને વેગ આપી રહ્યું છે. આને કારણે સેન્ટ્રલ બેંકો વ્યાજ દરો વધારી રહી છે. વધતા વ્યાજ દરો સોના પર દબાણ વધારે છે. ફુગાવાના કારણે, લોકો સોનું ખરીદવાનું ટાળે છે, માંગમાં ઘટાડો થાય છે અને ભાવમાં ઘટાડો થાય છે. આ વખતે સોના સાથે આવું જ થઈ રહ્યું છે.

Gold-Silver-Price
zeenews.com

સોનાના ભાવ ઘટ્યા પછી, પ્રશ્ન એ છે કે શું ભાવ ફરી વધશે? શું વૈશ્વિક બજારમાં એક સમયે પ્રતિ ઔંસ 5500 ડૉલર ને વટાવી જતું સોનું ફરીથી આ સ્તર સુધી પહોંચી શકશે? મોટાભાગના નિષ્ણાતો સંમત થાય છે કે હાલમાં સોનું ઘટી રહ્યું હોવા છતાં, તેનો લાંબા ગાળાનો અંદાજ સકારાત્મક રહે છે.

જુલિયસ બેર પણ માને છે કે સરકારી દેવું વધવું, વ્યાજનો બોજ વધવો અને સેન્ટ્રલ બેંકો દ્વારા વધેલી ખરીદી સોનાની ચમક પાછી લાવશે. UBS વિશ્લેષક જીઓવાન્ની સ્ટૌનોવોના મતે, 2027માં સોનું ફરી 5,000 સુધી પહોંચી શકે છે. US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા પછી, સોનામાં રોકાણ ફરી વધશે, જેના કારણે ભાવમાં ઉછાળો આવશે.

About The Author

Top News

ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

બ્રિટનના ઇતિહાસથી પરિચિત કોઈપણ વ્યક્તિ જાણે છે કે આ દેશે ઘણા દેશોને લાંબા સમય સુધી ગુલામ બનાવ્યા. આ સામ્રાજ્યવાદી વિચારધારા...
World 
ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

રાજધાનીના ભોપાલમાં લક્ઝરી કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર શોરૂમના એક કર્મચારીએ પોતાની પત્નીની મોંઘી કારની ઈચ્છા...
National 
પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

આજથી કોમર્શિયલ સિલિન્ડર રૂ. 17 સુધી મોંઘા થઇ ગયો છે. આજથી, જો તમને તમારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી...
Business 
નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો...
Lifestyle 
સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.