Vivoનો 3 દિવસ સુધી ચાલે તેવો સ્માર્ટફોન! 50MP કેમેરા, શાનદાર ફીચર્સ, જાણો કિંમત

Vivoએ બજારમાં એક નવો સ્માર્ટફોન Vivo Y600 રજૂ કર્યો છે. ચીનમાં લોન્ચ થયેલા આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 10,000mAhની બેટરી છે. એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી, તમારે ઘણા દિવસો સુધી ચાર્જર શોધવાની ચિંતા કરવાની જરૂર નથી. બેટરી ઉપરાંત, તેમાં 1.5K AMOLED ડિસ્પ્લે અને ફોટા તથા વીડિયો માટે 50MP કેમેરા આપવામાં આવ્યો છે.

આજના સ્માર્ટફોનમાં લોકોને સૌથી મોટી સમસ્યા બેટરી બેકઅપની હોય છે. 5G ચલાવવાના ચક્કરમાં મોંઘામાં મોંઘા ફોન પણ ઘણીવાર સાંજ સુધીમાં દમ તોડી દે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, Vivoએ Vivo Y600માં 10,000mAhની બેટરી આપી છે. કંપનીએ અગાઉ Y600 સીરિઝમાં Y600 Pro, Y600i અને Y600 Turbo જેવા ફોન ઉતાર્યા હતા, પરંતુ આ નવા મોડલની બેટરી સાઇઝ બધા પર ભારે પડે છે. આટલી પાવરફૂલ બેટરી હોવાથી, તમારે તમારા ખિસ્સા કે બેગમાં ભારે પાવર બેંક લઇને ફરવાની જરૂર નહી રહે.

સામાન્ય રીતે જોવા મળે છે કે, જે ફોનમાં મોટી બેટરી આપવામાં આવે છે તે ખૂબ ભારે અને મોટો લાગે છે. જોકે, Vivoએ તેની ડિઝાઇનમાં ખાસ ધ્યાન આપીને ફોનને સ્લિમ રાખ્યો છે. તેની સાઇઝ 163.9 x 76.5 x 8.69 mm છે અને વજન 225 ગ્રામ છે. ફાસ્ટ ચાર્જિંગ માટે, આ ફોનમાં 44W ફાસ્ટ ચાર્જિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેનાથી આટલી મોટી બેટરી પણ પ્રમાણમાં ઓછા સમયમાં ચાર્જ થઈ જાય છે.

vivo1
thedigitalbriefnews.com

દેખાવ અને ડિસ્પ્લેની બાબતમાં, આ ફોન સારો અનુભવ આપે છે. તેમાં 6.83-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે કામ કરે છે. તેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 94.47% રાખવામાં આવ્યો છે, મતલબ કે  સ્ક્રીનની આસપાસ ખૂબ જ ઓછી જગ્યા છૂટે છે, તેમાં રીલ્સ જોવા કે ગેમ્સ રમવામાં અલગ જ મજા આવે છે. પાણી અને ધૂળ સામે મજબૂત સુરક્ષા માટે આ ફોનમાં IP68 અને IP69 રેટિંગ આપવામાં આવી છે.

સોફ્ટવેર અને પર્ફોર્મન્સની વાત કરીએ તો, તેમાં MediaTek Dimensity 7300e ચિપસેટ લગાવવામાં આવ્યું છે. તેમાં મલ્ટીટાસ્કિંગ માટે 8GB સુધીની RAM અને ફાઇલો સેવ માટે 256GB સુધીની સ્ટોરેજ મળે છે. આ ફોન Android16 પર આધારિત Vivoના OriginOS 6 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જેનો ઉપયોહ કરવો સરળ અને સ્મૂથ છે.

E100
pudhari.news

કેમેરે સેક્શનમાં ફોનના પાછળના ભાગમાં 50-મેગાપિક્સલનો કેમેરો છે જે 10x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. તેનાથી તમે રોજિંદી તસવીરો સરળતાથી ક્લિક કરી શકો છો. સેલ્ફી અને વીડિયો કોલ્સ માટે, તેમાં 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને અનલોક કરવા માટે સ્ક્રીનની અંદર જ ફિંગરપ્રિન્ટ સ્કેનર મળે છે. કનેક્ટિવિટીના મામલે તેમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 5.4 અને ટાઇપ- C પોર્ટ જેવી તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે.

ચીનમાં Vivo Y600ને વિવિધ વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 6GB + 128GB વાળા બેઝ મોડેલની કિંમત લગભગ ₹29,000 છે. 8GB+128GB વેરિયન્ટની કિંમત આશરે ₹30,000 છે. આ ઉપરાંત, 6GB+256GB મોડેલની કિંમત લગભગ ₹31,000 છે. જ્યારે 8GB+ 256GBવાળા ટોપ મોડેલની કિંમત આશરે ₹36,000માં મળે છે. આ ફોન ગોલ્ડ, બ્લેક અને બ્લૂ કલર ઓપ્શનમાં મળે છે અને ચીનમાં તેનું વેચાણ 30 ઓક્ટોબરથી શરૂ થશે.

About The Author

Top News

ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

બ્રિટનના ઇતિહાસથી પરિચિત કોઈપણ વ્યક્તિ જાણે છે કે આ દેશે ઘણા દેશોને લાંબા સમય સુધી ગુલામ બનાવ્યા. આ સામ્રાજ્યવાદી વિચારધારા...
World 
ભારતને ગુલામ બનાવવા માટે બ્રિટને માફી માંગી, UK PMએ કહ્યું- 'અમે હાથ જોડીશું, પણ વળતર નહીં આપીએ'

પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

રાજધાનીના ભોપાલમાં લક્ઝરી કાર ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર શોરૂમના એક કર્મચારીએ પોતાની પત્નીની મોંઘી કારની ઈચ્છા...
National 
પત્નીના શોખ પૂરા કરવા ચોર બન્યો પતિ, 23 લાખની કાર ચોરી કરી; GPS લોકેશનથી પકડાયો

નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

આજથી કોમર્શિયલ સિલિન્ડર રૂ. 17 સુધી મોંઘા થઇ ગયો છે. આજથી, જો તમને તમારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી...
Business 
નવેમ્બરના પહેલા દિવસે 5 ફેરફારો થયા, કમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ફોન કરનારાના સાચા નામ ફોન પર દેખાશે; FASTag...

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો...
Lifestyle 
સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.