એક નહીં બે મહિલાઓ સાથે અફેર, ચીન સાથે કનેક્શન... શું Nvidiaના CEOની છૂટ્ટી થશે? કંપનીને 27 લાખ કરોડનું નુકસાન

વિશ્વની ચિપ બનાવતી સૌથી મોટી કંપનીઓમાં સામેલ Nvidiaના CEO જેનસન હુઆંગની ખુરશી જોખમમાં છે. કંપનીનું બોર્ડ બેઠક કરીને તેમને પદ પરથી હટાવવાનો નિર્ણય લઈ શકે છે. તેમના અંગત સંબંધો અને ચીનના એક બિઝનેસવુમન સાથેના કથિત સંબંધોને લઈને વિવાદ વધ્યો છે. રોયટર્સે કંપની સાથે જોડાયેલા એક વ્યક્તિના સંદર્ભે આ માહિતી આપી છે.

63 વર્ષીય જેનસન હુઆંગે 1993માં Nvidiaની શરૂઆત કરી. તેણે તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માટે વિશ્વની સૌથી મોટી ચિપ નિર્માતા કંપની બનાવી. કંપનીની કિંમત લગભગ 4 ટ્રિલિયન ડોલર છે. એવામાં તેમને હટાવવાથી કંપનીમાં નેતૃત્વ સંકટ ઉભું થઈ શકે છે.

CEO Jensen Huang
thehindu.com

બે મહિલાઓ સાથેના સંબંધો અંગે વિવાદ

વિવાદની શરૂઆત ચીનની બિઝનેસવુમન એલિસ હુઆંગ સાથે જેનસનના કથિત સંબંધોના અહેવાલોથી થઇ હતી. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને આશંકા છે કે એલિસે Nvidiaની ચિપ ચીની કંપનીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. બુધવારે, ન્યૂયોર્ક ટાઇમ્સે બીજો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જેનસનનું Nvidiaના હેલ્થકેર વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથે પણ અફેર હતું. અહેવાલમાં કંપનીમાં કામ કરી ચૂકેલા પાંચ લોકોનો ઉલ્લેખ કરીને આ દાવો કરવામાં આવ્યો છે. જો કે, રોઇટર્સ સ્વતંત્ર રીતે આની પુષ્ટિ કરી શક્યું નથી. જેનસને આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો. Nvidia અને પોવેલે પણ જવાબ આપ્યો નથી.

જેનસને રવિવારે કર્મચારીઓને મોકલેલા સંદેશમાં તેની પત્ની સાથે બેવફાઈનો સ્વીકાર કર્યો હતો અને તેની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. જોકે તેમણે કોઈનું નામ લીધું નહોતું. તે જ દિવસે, કંપનીના બોર્ડે તપાસ શરૂ કરી કે શું કોઈ વિદેશી ગુપ્તચર એજન્સીએ જેનસનને નિશાન તો નથી બનાવ્યા ને? આ તપાસની જવાબદારી સ્વતંત્ર ડિરેક્ટરો અને બહારના વકીલોને આપવામાં આવી છે.

CEO Jensen Huang
thehindu.com

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને બાદ Nvidiaના કારોબાર બાદ લગભગ 8% ઘટ્યા હતા. આ અઠવાડિયે કંપનીના બજાર મૂલ્યમાં લગભગ 600 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેનાથી વિપરીત હરીફ કંપનીઓ AMD અને Broadcomના શેર 4% અને 3% વધ્યા હતા.

જેનસન પાસે Nvidia ના લગભગ 3.6% શેર છે. કંપનીના ઘણા વરિષ્ઠ અધિકારીઓ તેમને સીધા રિપોર્ટ કરે છે. હાલમાં તેમના કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકારી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેનસનનું સમર્થન કર્યું છે અને તેમને સન્માનનીય વ્યક્તિ ગણાવ્યા છે. તો, અમેરિકી સંસદ ચીનને ચિપ્સ મોકલવાના આરોપમાં બંધ દરવાજા પાછળ તેની પૂછપરછ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

એક નહીં બે મહિલાઓ સાથે અફેર, ચીન સાથે કનેક્શન... શું Nvidiaના CEOની છૂટ્ટી થશે? કંપનીને 27 લાખ કરોડનું નુકસાન

વિશ્વની ચિપ બનાવતી સૌથી મોટી કંપનીઓમાં સામેલ Nvidiaના CEO જેનસન હુઆંગની ખુરશી જોખમમાં છે. કંપનીનું બોર્ડ બેઠક કરીને તેમને...
Business 
એક નહીં બે મહિલાઓ સાથે અફેર, ચીન સાથે કનેક્શન... શું Nvidiaના CEOની છૂટ્ટી થશે? કંપનીને 27 લાખ કરોડનું નુકસાન

'રામાયણ'એ સતત 7 દિવસ સુધી રૂ. 100 કરોડની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો!

નિતેશ તિવારીની 'રામાયણ'એ સતત 7 દિવસ સુધી દરરોજ રૂ. 100 કરોડથી વધુની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે....
Entertainment 
'રામાયણ'એ સતત 7 દિવસ સુધી રૂ. 100 કરોડની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો!

સોનિયા ગાંધીએ PM બનવાની કેમ ના પાડી હતી? કંઈ વાત પર નારાજ થઇ ગયા હતા રાહુલ ગાંધી? બૂકમાં થયો ખુલાસો

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પોસ્ટમાં તેમના નવા પુસ્તક 'Belonging: A Journey of Love'નો ઉલ્લેખ કરતા લખ્યું કે, મારા મનમાંથી...
Politics 
સોનિયા ગાંધીએ PM બનવાની કેમ ના પાડી હતી? કંઈ વાત પર નારાજ થઇ ગયા હતા રાહુલ ગાંધી? બૂકમાં થયો ખુલાસો

સરકારની આ યોજનામાં મળે છે ગેરંટી વગર રૂ. 20 લાખ સુધીની લોન, સરકારે લીધો મોટો નિર્ણય

જ્યારે કોઈ સામાન્ય માણસ વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાં લોન માંગવા જાય છે, ત્યારે તેને પહેલી સમસ્યા ગેરંટીની હોય...
Business 
સરકારની આ યોજનામાં મળે છે ગેરંટી વગર રૂ. 20 લાખ સુધીની લોન, સરકારે લીધો મોટો નિર્ણય
Copyright (c) Khabarchhe All Rights Reserved.