વૈભવ ફક્ત એક બેટ્સમેન નહીં; આશાનું કિરણ છે...પૃથ્વી શૉ જેવું ન થાય તો સારું...

કેટલાક ખેલાડીઓ રન બનાવે છે, કેટલાક રેકોર્ડ બનાવે છે, અને કેટલાક અપેક્ષાનું કારણ બની જાય છે. આ દિવસોમાં વૈભવ સૂર્યવંશી અપેક્ષા અને આશા બંનેનો હિસ્સો છે; પરંતુ, ભારતીય રમતોનો ઇતિહાસ સૂચવે છે કે પ્રતિભાની સાચી કસોટી ફક્ત મેદાન પર જ નહીં, પણ મેદાનની બહાર પણ થાય છે. ક્યારેક ક્યારેક, ભારતીય ક્રિકેટમાં એવા ખેલાડીઓ આવે છે જે ફક્ત રન બનાવતા નથી, પરંતુ આખી પેઢીની કલ્પના પર કબજો કરી લે છે. IPL 2026માં, વૈભવે કંઇક આવી છાપ છોડી છે. તેની બેટિંગમાં ફક્ત ટેકનિકલ કુશળતા જ નહીં, પણ એક બેચેની, એક આકર્ષણ અને કંઈક અલગ કરી જવાની ભૂખ પણ દેખાઈ.

આ સીઝનમાં સ્કોર્સ અથવા મેચના પરિણામોથી વધારે રસ એ વાત પર રહેતો હતો કે વૈભવ ક્યારે બેટિંગ કરવા આવશે? ક્રીઝ પર પગ મૂકતા જ ટીવી સ્ક્રીન અને મોબાઇલ ફોન પર નજર રોકાઇ જતી હતી. દરેક બોલ સાથે આશા વધતી જતી હતી, અને દરેક શોટ સાથે રોમાન્ચ. તેની નીડર બેટિંગ, મોટા શોટ્સ અને તેના આત્મવિશ્વાસ દ્વારા વૈભવે એવો જાદુ કર્યો કે જે ક્ષણે તે આઉટ થઇ જતો મેચનું આકર્ષણ ફિક્કુ પડી જતું હતું. કેટલાક લોકો તેના બેટની તુલના તલવાર સાથે કરી; કોઇ તેને ગોડ ગિફ્ટેડ પ્રતિભા ગણાવતું; તો કેટલાક લોકોએ એવું લાગતું હતું કે માનો તેના બેટમાં ચુંબક લાગ્યું હોય અને બોલ ઓટોમેટિક બાઉન્ડ્રી તરફ જતો રહેતો હતો. ભલે બીજા ગમે તે કહેતા હોય, વૈભવની બેટિંગે ચોક્કસપણે ક્રિકેટ જોવાનું એક નવું કારણ પેદા કરી દીધું છે.

જોકે, ભારતીય ક્રિકેટે પહેલા પણ આ પ્રકારની દીવાનગી જોઇ છે. એક યુગ હતો જ્યારે સચિન તેંડુલકર ક્રીઝ પર હોય ત્યારે આખો દેશ થંભી જતો. મહોલ્લામાં ટીવીના અવાજો એક સાથે ગુંજી ઉઠતા. સચિન આઉટ થતા જ લોકો ટીવી બંધ કરી દેતા. રસ્તાઓ પર નીરવ શાંતિ છવાઈ જતી. સચિન ફક્ત એક ખેલાડી નહોતા; તે આશાનું પ્રતિક હતા. હવે, વર્ષો પછી, એવી જ દીવાનગીની ઝાંખી ઝલક વૈભવની આસપાસ જોવા મળી રહી છે. એમ કહેવું વહેલું ગણાશે કે વૈભવ સચિન બની જશે; પરંતુ, એક વાત જરૂર છે કે, તેણે ફરી કોઇ બેટ્સમાનની રાહ જોવાનું શીખવ્યું છે.

suryavanshi
BCCI

જોકે, ભારતીય રમતોનો ઇતિહાસ ફક્ત પ્રતિભાનો ઇતિહાસ નથી. તે સત્તા, ક્ષેત્રવાદ ત લોબી અને પ્રભાવનો પણ ઇતિહાસ રહ્યો છે. તેથી, જ્યારે કોઈ નવો ખેલાડી અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેની વાસ્તવિક રમત કરતા તેના  ભવિષ્યની ચિંતા થવા લાગે છે. ડર રહે છે કે ક્યાંક તે પણ એ જ રાજકારણનો ભોગ ન બની જાય, જેણે ભૂતકાળમાં ઘણી પ્રતિભાઓને સમય પહેલા ગળી લીધી છે.

ભારતીય ક્રિકેટ લાંબા સમય સુધી કેટલાક વિશેષ કેન્દ્રોના પ્રભાવ હેઠળ રહ્યું. ખાસ કરીને, પશ્ચિમ અને દક્ષિણને હંમેશાં ભારતીય ક્રિકેટમાં સત્તાનું કેન્દ્ર ગણવામાં આવતા હતા. બેંગલુરુ અને મુંબઈમાં ક્રિકેટનું માળખું મજબૂત હતું; તેમની પાસે સમૃદ્ધ ક્લબ સંસ્કૃતિ હતી, સંસાધન હતા, પસંદગીકારોની નિકટતા હતી અને  સૌથી મોટી વાત ત્યાંથી આવતા ખેલાડીની ક્રિકેટિંગ કુશળતા ધરાવતા હોવાનું માનવામાં આવતું હતું. ધીમે-ધીમે, આ સિસ્ટમ એટલી મજબૂત બની ગઈ કે દેશના અન્ય ભાગોમાંથી આવતા ખેલાડીઓ ફક્ત રન બનાવીને નહીં, પરંતુ તેમની યાત્રાના દરેક પગલે પોતાને સાબિત કરીને આગળ વધવું પડતું હતું. ઘણીવાર પ્રતિભાથી વધારે ઓળખ, નેટવર્ક અને પ્રભાવનું ઘણું મહત્ત્વ રહેતું હતું. ભારતીય ક્રિકેટની આ વાસ્તવિકતા, લાંબા સમય સુધી અસ્પષ્ટ જરૂર રહી પરંતુ, અદૃશ્ય પણ નહોતી.

ઉત્તર ભારત, બિહાર, પૂર્વાંચલ અને નાના શહેરોના ખેલાડીઓ માટે, ક્રિકેટ - લાંબા સમય સુધી માત્ર એક રમત જ નહીં, પરંતુ સિસ્ટમ સામેની લડાઈ પણ હતી. તેમની પાસે ન તો મોંઘી એકેડેમી હતી, ન પ્રભાવશાળી નેટવર્ક, ન પસંદગીકારો સુધી પહોંચ, ન તો  મહાનગરીય ચમક હતી, જેને ભારતીય ક્રિકેટ ઘણીવાર પ્રતિભા સમજતી લેતી હતી. આવા ખેલાડીઓને ફક્ત રન બનાવવા પડતા નહોતા; તેમને રમતના દરેક સ્તરે તેમની હાજરી સાબિત કરવી પડતી હતી. આ જ કારણ છે કે વૈભવની કહાની ફક્ત એક બેટ્સમેનની કહાની નથી લાગતી. તે એક એવા ભૌગોલિક પરિદૃશ્યમાંથી ઉભરી આવ્યો છે જ્યાં ભારતીય ક્રિકેટનું પરંપરાગત શક્તિ માળખું લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયું હતું. તેની લોકપ્રિયતાનું કારણ તેના શોટ્સ નહીં, પરંતુ તે પ્રતીકાત્મક સ્થાન છે, જ્યાં તે ઉભો જોવા મળે છે.

વૈભવના ઉદયે ભારતીય ક્રિકેટમાં જૂની સત્તા-સંતુલ પર પણ સવાલ ઉભા કર્યા છે, જ્યાં પ્રતિભાથી વધારે મોટાભાગે ભૂગોળ અને પહોંચને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. એટલે, તેની બેટિંગ ફક્ત મનોરંજન પૂરું પાડતી નથી; તે એક માનસિક પરિવર્તનને પણ પેદા કરી રહી છે. એવું લાગે છે કે નાના શહેરો, પહેલી વાર અનુભવી રહ્યા છે કે ક્રિકેટ હવે મહાનગરોની ખાનગી સંપત્તિ નથી.

ભારતીય રમતોના ક્ષેત્રિય વર્ચસ્વની કોઇ નવી કહાની નથી. લગભગ દરેક મોટી રમતમાં સત્તા, પ્રભાવ અને ભૂગોળનું એક અનોખું જોડાણ રહ્યું છે. કુસ્તી આનું સૌથી ફ્રેશ અને સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે. લાંબા સમય સુધી, હરિયાણા ભારતીય કુસ્તીની નિર્વિવાદ રાજધાની રહી. તેની અખાડા સંસ્કૃતિ, રાજકીય સંરક્ષણ, સરકારી માળખાગત સુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠાએ મળીને એક એવી શક્તિ ઊભી થઈ જેણે રમત પર લગભગ સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું. જોકે, રમતગમતમાં સત્તા ક્યારેય કાયમી હોતી નથી.

suryavanshi
BCCI

ધીમે ધીમે, અન્ય રાજ્યોમાંથી પણ કુસ્તીબાજો ઉભરી આવવા લાગ્યા. નવી પ્રતિભાઓ સામે આવી, નવા દાવેદારો ઉભા થયા, અને અહીંથી સંઘર્ષ શરૂ થયો. જેમ-જેમ શક્તિનું સંતુલન બદલાવા લાગ્યું, તેમ-તેમ રમતમાં જૂથવાદ, પક્ષપાત અને રાજકીય દખલગીરીના આરોપો પણ તેજ થવા લાગ્યા. આ મુદ્દો ફક્ત કુસ્તીના દાવ-પેંચનો ન રહ્યો; તે રમતના સત્તા માળખા પર નિયંત્રણનો થઇ ગયો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ભારતીય કુસ્તીને લગતો વિવાદ અખાડાઓથી નીકળીને રસ્તાઓ અને પછીસુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ ફક્ત ખેલાડીઓનો સંઘર્ષ નહોતો; તે એક એવી વ્યવસ્થાનો ખુલાસો પણ હતો જેમાં રમતો ઘણીવાર પ્રતિભા દ્વારા ઓછી અને પ્રભાવ દ્વારા વધુ ચલાવવામાં આવે છે.

વાસ્તવમાં, ભારતમાં રમત ફક્ત રમતો નથી હોતી; તે સામાજિક શક્તિના વિસ્તરણનું માધ્યમ પણ બની જાય છે. જે રાજ્યનો ખેલાડી પ્રસિદ્ધિ મેળવે છે, ત્યાંની રાજકારણ તેને પોતાનો ચહેરો બનાવવા લાગે છે. રમત સંગઠનો પર નિયંત્રણ મેળવવા માટે લડાઈઓ શરૂ થાય છે, અને પસંદગી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉભા થવા લાગે છે. મીડિયા કવરેજ પણ ઘણીવાર પ્રતિભા કરતા પ્રભાવ દ્વારા વધુ નક્કી થાય છે.

suryavanshi
BCCI

ક્રિકેટમાં આ રાજકારણ વધારે જોવા મળતું નથી કારણ કે કેમેરા આકર્ષક હોય છે, પ્રાયોજકો મોટા છે, અને ભાષા ખૂબ જ પોલિશ્ડ હોય છે. પરંતુ આંતરિક સત્તા ખેંચતાણ એટલી જ સખત હોય છે જેટલી કોઇ બીજી રમતમાં. કયા ખેલાડીને સતત તકો મળી શકશે છે, કોના ખરાબ ફોર્મને કામચલાઉ સંઘર્ષ કહેવામાં આવે છે, અને કોને માત્ર એક કે બે મેચ પછી બહાર કરી દેવામાં આવશે, આ બધા પાછળ ફક્ત પ્રદર્શન જ ચાલતું નથી.

એક એવી પણ ચર્ચા છે કે સૂર્યવંશીની સ્થિતિ પૃથ્વી શૉ જેવી ના થાય તો સારું, કારણ કે એ પણ જ્યારે ક્રિકેટમાં નવો નવો હતો ત્યારે તે જેવી રીતે બેટિંગ કરતો તેને બીજો સચિન તેંદુલકર કહેવાતો હતો, પણ ધીમે ધીમે ફેમ, પૈસા આવતા તેના જીવનમાં પરિવર્તન આવ્યું હતું અને તે વિવાદમાં પણ ફસાયો હતો અને આજે તેની હાલત એ છે કે  IPLની ટીમમાં હોવા છતા તેને એકપણ મેચ રમવા નહોતી મળી.

About The Author

Related Posts

Top News

બાળકને જન્મના પ્રથમ 1,000 દિવસોમાં ખાંડ ન આપવાથી લાંબા ગાળે અનેક ફાયદા, સ્ટડીમાં ખુલાસો

બાળપણનો ગળ્યો સ્વાદ જીવનભરની ટેવ બની શકે છે. એક નવા અભ્યાસ મુજબ આ બાબત માત્ર ખાવા-પીવાની પસંદગી પૂરતી સીમિત નથી...
Lifestyle 
બાળકને જન્મના પ્રથમ 1,000 દિવસોમાં ખાંડ ન આપવાથી લાંબા ગાળે અનેક ફાયદા, સ્ટડીમાં ખુલાસો

મેમરી ચિપની કિંમતોમાં 500% વધારો થયા બાદ વ્યાપાર કરવો મુશ્કેલ બની રહ્યો છે: શ્રીધર વેમ્બુ

વિશ્વભરમાં મેમરી ચિપનું સંકટ સતત ઘેરું બની રહ્યું છે અને તેના ઘટવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (...
Business 
મેમરી ચિપની કિંમતોમાં 500% વધારો થયા બાદ વ્યાપાર કરવો મુશ્કેલ બની રહ્યો છે: શ્રીધર વેમ્બુ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-09-2026 દિવસ: શનિવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

તમે વીમા કંપનીઓ દ્વારા મનસ્વી વર્તન અને દાવાઓને સેટલ ન કરવાના તમામ કિસ્સાઓ જોયા હશે. જોકે, આજે અમે તમારા...
National 
વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.