અમરેલી પોલીસે બાળકીની વિગતોના આધારે 12 વર્ષ જૂનો કેસ ઉકેલ્યો, મળી ત્યારે....

અમરેલી પોલીસે પ્રશંસનીય કામગીરી કરતાં 12 વર્ષ જૂનો અપહરણનો કેસ ઉકેલી કાઢ્યો છે. આ કામગીરી પોલીસ માટે સરળ નહોતી કારણ કે તેની પાસે છોકરીનો નાનપણનો એટલે કે 13 વર્ષની ઉંમરનો ફોટો, જન્મ તારીખ અને પરિવારની વિગત હતી. 13 વર્ષે એક છોકરી ગુમ થઈ ગઈ હતી, જેના 12 વર્ષ વીતી ચૂક્યા બાદ તે કેવી દેખાય છે તે પણ ખબર નહોતી.

દિવ્યભાસ્કર અહેવાલ મુજબ, વર્ષ 2014માં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની સગીરા ગુમ, અપહરણ અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. વિતેલા વર્ષો દરમિયાન આશરે 16 પોલીસ ઈન્સ્પેક્ટર બદલાયા, પરંતુ કેસનો ઉકેલાયો નહીં. તાજેતરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે જૂના કેસના દસ્તાવેજો અને ટેક્નિકલ સોર્સના આધારે ફરીથી ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. જેમાં 12 વર્ષ પહેલાં એક 13 વર્ષની સગીરા ગુમ થયાનો કેસ ઉકેલાઈ ગયો હતો.

પોલીસ પાસે માત્ર ગુમ થનાર બાળકીનો જૂનો ફોટો, જન્મ તારીખ અને પરિવારની વિગતો હતી. મહિલા કર્મચારીઓની ટીમ બનાવીને સોશિયલ મીડિયા પર તપાસ કેન્દ્રીત કરવામાં આવી.  પોલીસ ટીમ સોશિયલ મીડિયા એકાઉન્ટો ફંફોળતી હતી ત્યારે એક હેપ્પી બર્થ ડેની પોસ્ટ મળી. બાદમાં એકાઉન્ટને વધુ તપાસતા તેમાંથી એક રિક્ષાનો ફોટો મળ્યો. જેમાં આગળ તપાસ કરતા પોલીસને ઘરનું એડ્રેસ મળ્યું. બાદમાં પોલીસ વસ્તી ગણતરીના બહાને ઘર સુધી પહોંચી અને સગીરાની ઓળખ કરતા 13 વર્ષની સગીરા 25 વર્ષની યુવતી અને 4 બાળકની માતા બની ગઈ હતી. સગીરાની જન્મ તારીખના આધારે મહિલા કર્મચારીઓએ 1800 ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ID તપાસ્યા. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ID પર ભોગ બનનારની જન્મ તારીખના દિવસે જ 'હેપી બર્થડે' વિશ કરતી એક પોસ્ટ મળી આવી. આ શંકાસ્પદ પ્રોફાઈલના એક ફોટામાં પાછળ એક રિક્ષા દેખાતી હતી. જે બાદ RTOમાંથી ગાડીના નંબરના આધારે તેના માલિકનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.

kidnapping-case2
divyabhaskar.co.in

મોબાઇલ નંબરની તપાસ કરતા જાણવા મળ્યું કે, આ નંબર પરથી 'ગુજરાત ગ્રામીણ બેંક'માં એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે ભોગ બનનાર યુવતીનો ગુમ થયા સમયનો જ જૂનો ફોટો આપવામાં આવ્યો હતો. ફોટો મેચ થતા પોલીસની શંકા મજબૂત બની, પરંતુ યુવતી અને આરોપીનું ચોક્કસ સરનામું મળવાનું બાકી હતું.

બેંકમાંથી મળેલી વિગતોને આધારે પોલીસ ટીમ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી પહોંચી. સ્થાનિક સ્તરે ઓળખ છતી ન થાય તે માટે પોલીસ કર્મચારીઓએ વસ્તી ગણતરીના શિક્ષક સ્ટાફ તરીકે શેરીઓમાં જઈ પૂછપરછ શરૂ કરી.

5-7 ઘરની તપાસ બાદ શંકાસ્પદ ઘર આવ્યું. જ્યાં યુવતી હાજર હતી, પરંતુ તેણે પોતાનું નામ અલગ બતાવ્યું. પોલીસે ચતુરાઈ વાપરીને પૂછ્યું, તમારા પિયરમાં નોંધણી થઈ ગઈ હશે તો અહીં સરકારી લાભો નહીં મળે, માટે પિયરના પિતાનું નામ આપો. યુવતીએ તેના પિતાનું સાચું નામ આપતા જ ફરિયાદી સાથે નામ મેચ થઈ ગયું અને ગુમ થયેલી બાળકીની ઓળખ પાકી થઈ ગઈ. આ દરમિયાન રિક્ષા ચલાવવા ગયેલા આરોપીને પણ વસ્તી ગણતરીના બહાને ઘરે બોલાવીને પોલીસે તેની અટકાયત કરી હતી.

PI
divyabhaskar.co.in

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2014માં માતા સાથે મનદુઃખ થતા સગીરા ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી. તે રાજકોટ બસ સ્ટેન્ડ પર 2-3 દિવસ રહી હતી, જ્યાં એક સજ્જન વ્યક્તિએ તેનો ઉછેર કર્યો હતો. ત્યાર બાદ તે આરોપીના સંપર્કમાં આવી અને પેલા સજ્જન વ્યક્તિએ બંનેના સામાજિક રીતે રાજીખુશીથી લગ્ન કરાવ્યા હતા. હાલ આ યુવતી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહી છે અને તેને 4 બાળક પણ છે. સગીરાના હાલના પતિને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલહવાલે કરવામાં આવ્યો છે.

SP સંજય ખરાતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને પોલીસનો અભિગમ ગુમ થયેલા બાળકો કે વ્યક્તિઓને પરિવાર સાથે પુનઃ મિલાવવાનો છે. અમરેલી પોલીસે 2025 અને 2026ના વર્ષ દરમિયાન કુલ 111 ગુમ/અપહરણ થયેલા બાળકો અને 342થી વધુ પ્રૌઢ વ્યક્તિઓને શોધીને પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે.

About The Author

Related Posts

Top News

CM વિજયનો નવો દાવ, તમિલનાડુ વિધાનસભામાં આ બિલના વિરોધમાં કર્યો ઠરાવ, કેન્દ્ર સમક્ષ રાખી મોટી માંગણી

થલાપતિ વિજયની TVK સરકારે બુધવારે તમિલનાડુ વિધાનસભામાં લોકસભા બેઠકોના સીમાંકનનો વિરોધ કરતો ઠરાવ રજૂ કર્યો. વિધાનસભાની ચર્ચા દરમિયાન, મુખ્યમંત્રી...
Politics 
CM વિજયનો નવો દાવ, તમિલનાડુ વિધાનસભામાં આ બિલના વિરોધમાં કર્યો ઠરાવ, કેન્દ્ર સમક્ષ રાખી મોટી માંગણી

ઓરો યુનિવર્સિટીમાં 'Integral Education' પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ

સુરત, 11 ઓગસ્ટ, 2026: AURO યુનિવર્સિટી, સુરત ખાતે ‘Integral Education: Theory, Practice and Transformation’ વિષય પર 10 અને 11 ઓગસ્ટે...
Gujarat 
ઓરો યુનિવર્સિટીમાં 'Integral Education' પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઇ

પાન મસાલા પ્લાસ્ટિક પેકિંગમાં નહીં વેચી શકાય, આખા દેશમાં પ્રતિબંધ, FSSAIએ જાહેર કર્યા કડક નિયમો

દેશમાં પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ દિશામાં એક મોટો નિર્ણય લેતા ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા...
National 
પાન મસાલા પ્લાસ્ટિક પેકિંગમાં નહીં વેચી શકાય, આખા દેશમાં પ્રતિબંધ, FSSAIએ જાહેર કર્યા કડક નિયમો

સુરતમાં લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડના ફેક્ટરી આઉટલેટના શુભારંભ સાથે પાવરમાર્ક ડાયમંડ બ્રોચ કલેક્શન રજૂ કર્યું

સુરત : દેશની સૌથી મોટી અને વિશ્વસનીય લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સ એ તેની વૃદ્ધિ યાત્રામાં...
Gujarat 
સુરતમાં લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડના ફેક્ટરી આઉટલેટના શુભારંભ સાથે પાવરમાર્ક ડાયમંડ બ્રોચ કલેક્શન રજૂ કર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.