દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો કેમ થઈ રહ્યો છે?

વૈશ્વિક શેરબજારોમાં મોટા પાયે વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 117 ડોલર સુધી પહોંચવા વચ્ચે 23 ઓક્ટોબરે,  સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું. સ્થાનિક બજારમાં, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2 લાખ રૂપિયાની નીચે સરકી ગયો છે.

વૈશ્વિક બજારમાં, COMEX પર સોનાના વાયદા ભાવ 4030 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદી 54 ડોલર પર પ્રતિ ઔંસ પર હતી. સ્થાનિક બજારમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાના વાયદા ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 1,42,300 રૂપિયા પર અને ચાંદીના વાયદા પ્રતિ કિલોગ્રામ આશરે 1,96,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ સતત બીજું સપ્તાહ છે જેમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, TD સિક્યોરિટીઝના વરિષ્ઠ કોમોડિટી વ્યૂહરચનાકાર રાયન મેકેએ જણાવ્યું હતું કે, તેલના ભાવ, વ્યાજ દરો અને ફેડરલ રિઝર્વના વલણને લઈને ચિંતાઓને કારણે સોના પર દબાણ છે. વધુમાં, બજારમાં રોકાણનો પ્રવાહ પણ નકારાત્મક રહ્યો છે. આ સપ્તાહે કિંમતી ધાતુઓના ભાવમાં 4% ઘટાડો થવાની ધારણા છે. જૂનની શરૂઆત પછીનો આ તેનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હશે. મેકેના જણાવ્યા અનુસાર, સોનું હાલમાં જોખમ ટાળવા માંગતા રોકાણકારો દ્વારા મોટા પાયે વેચવાલી કરવામાં આવી રહી છે, જેના કારણે સોનાના ભાવ પર અસર પડી રહી છે.

તેમના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં ફરી વધેલા તણાવને કારણે ઊર્જાના ભાવમાં વધારો થયો છે, જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધિત શેરોમાંથી રોકાણ કાઢવાને કારણે રોકાણકારો અમેરિકન બોન્ડ્સ તરફ વળ્યા છે. આનાથી અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ પરનું રિટર્ન વધ્યું છે, જેણે સોના પર દબાણ ઊભું કર્યું છે. સામાન્ય રીતે, બોન્ડ યીલ્ડમાં વધારો સોનાના ભાવને નબળા પાડે છે.

બજારના એક હિસ્સામાં સોનામાં જોવા મળતી આ નબળાઈ દેખાતી નથી તે છે એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs)માં સોનાની હોલ્ડિંગ. બ્લૂમબર્ગજે ગોલ્ડ- ETF પર નજર રાખે છે, તેમાં સતત 14 સપ્તાહથી સોનું આવી રહ્યું છે. જે સોનાના ભાવમાં થયેલા ઘટાડાથી તદ્દન વિપરીત વલણ છે. Saxo Bank A/Sના કોમોડિટી સ્ટ્રેટેજી હેડ ઓલે હેન્સને એક નોંધમાં લખ્યું છે કે, લાંબા ગાળાના રોકાણકારો ભૌગોલિક-રાજકીય જોખમો અને ચલણની ખરીદશક્તિમાં થતા ઘટાડા સામે બચવા માટે ETF દ્વારા સોનું એકત્ર કરવાનું ચાલુ રાખી રહ્યા છે.

શુક્રવારે ચાંદીના ભાવમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટ મહિનામાં પ્રતિ કિલોગ્રામ ₹2,48,800ના ઉચ્ચ સ્તરે પહોંચ્યા બાદ, ચાંદીના ભાવમાં ₹56,000નો ઘટાડો થયો છે. પ્રતિ કિલોગ્રામ ₹4,20,048ના સર્વકાલીન ઉચ્ચ સ્તરની સરખામણીમાં, ચાંદીના ભાવ અડધાથી પણ વધુ ઘટી ગયા છે.

આ તેજ ઘટાડો 2025માં ચાંદીના ભાવમાં આવેલા 170 ટકાના ઉછાળા બાદ જોવા મળ્યો છે. સોનાના ભાવમાં પણ ભારે ઘટાડો થયો છે; ઓગસ્ટમાં ₹2,64,773 પ્રતિ 10 ગ્રામ ઉચ્ચ સ્તરથી સોનું ₹23,000 સસ્તું થયું છે. તેલના વધતા ભાવને કારણે મોંઘવારીની ચિંતાઓ વધી છે અને વ્યાજ દરોમાં વધારો થવાની અપેક્ષાઓ વધુ પ્રબળ બની છે.

gold-silver1
timesofindia.indiatimes.com

Zaye Capital Marketsના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, નઈમ અસલમે જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે તાજેતરની નબળાઈ પાછળ અમેરિકન ટ્રેઝરી બોન્ડ પર વધતો નફો, મજબૂત ડોલર અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $110ની ઉપર જવાને કારણે મોંઘવારી અંગેની નવી ચિંતા વધી છે. બોન્ડ પર ઊંચું વળતર અને મજબૂત અમેરિકન ડોલર પણ સોનાના ભાવ પર દબાણ લાવી રહ્યા છે, જેના કારણે ભાવ ઘટી રહ્યા છે. આનાથી સોના જેવી કિંમતી ધાતુઓ રાખવાનું આકર્ષણ ઘટે છે, કારણ કે તેમાંથી નિયમિત વ્યાજની આવક મળતી નથી.

India Bullion and Jewellers Associationના સેક્રેટરી, કુમાર જૈન જણાવે છે કે ગયા વર્ષની સરખામણીમાં સોનાએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે, જેના કારણે રોકાણકારોનો આશાવાદ જળવાઈ રહ્યો છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ...તહેવારોની મોસમ ચાલી રહી છે. ધનતેરસ અને દિવાળી નજીક આવી રહી હોવાથી લોકો મોટા પાયે ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત, સોનાના રિસાયક્લિંગના વલણમાં પણ ખૂબ વધારો જોવા મળ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે દશેરા દરમિયાન સોનાનો ભાવ ₹1,16,00 પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે આ વર્ષે તે જ તહેવાર દરમિયાન ₹1,49,000 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. કુમાર જૈન કહે છે, ભાવમાં થયેલા આ વધારાને કારણે રોકાણકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે. લગ્નની સીઝમ પણ નજીક આવી રહી છે, અને લોકો ઘરેણાં બનાવવા માટે સોનું ખરીદી રહ્યા છે. જે માંગમાં થયેલા વધારા પાછળનું એક મુખ્ય કારણ છે. જોકે, તેમણે કહ્યું કે ચાંદીના બાબતમાં લોકોને ખાસ સારા અનુભવો રહ્યા નથી.

જોકે, કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવેલી ખરીદી અને ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) માટેની મજબૂત માંગને કારણે સોનાના ભાવમાં થતો ઘટાડો મર્યાદિત રહ્યો છે. XS.comના માર્કેટ એનાલિસ્ટ લિન ટ્રાને એક નોંધમાં જણાવ્યું હતું કે, બજાર સોનાની ખરીદીની માંગ અને ઊંચા વ્યાજ દરોને કારણે સર્જાતા દબાણ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વેચાણનું દબાણ કંઈક અંશે ઘટ્યું હોવા છતા હાલની ખરીદીની માંગ એટલી મજબૂત નથી કે તે ભાવોને નવી દિશા આપી શકે.

અસલમે કહ્યું કે ચાંદી ઔદ્યોગિક ઉપયોગોમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી હોવાથી, ઉત્પાદન ગતિવિધિની અસર પણ તેની તેની કિંમત પર પડે છે, જેથી આના પર વધારાનું દબાણ છે. તેમણે કહ્યું કે Zaye Capitalના આશા છે કે, ચાંદીના ભાવોની દિશા એ બાબત પર નિર્ભર રહેશે કે શું ઔદ્યોગિક માંગમાં સુધારો અને તેની સાથે ફિઝિકલ ચાંદીના પુરવઠા પરની માર્યાદા અમેરિકાની કડક નાણાકીય નીતિના સખત વલણથી ઉદ્ભવતા દબાણને પાછળ છોડી શકે છે કે નહીં.

gold-silver
ndtv.com

Forex.comના માર્કેટ એનાલિસ્ટ ફવાદ રઝાકઝાદાએ કહ્યું કે મોંઘવારીની સોના પર બેવડી અસર પડે છે. સૈદ્ધાંતિક રીતે, સતત વધતા ભાવોને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધવી જોઈએ. પરંતુ, જો મોંઘવારી લાંબા સમય સુધી ટકી રહે અને કેન્દ્રીય બેંકોને કડક નાણાકીય નીતિ જાળવી રાખે, તો વાસ્તવિક અને નામાંકિત બંને વ્યાજ દરોમાં વધારો થાય છે, જેથી સોનાનું આકર્ષણ અમુક અંશે ઘટી જાય છે.

તેલના ભાવો સોના અને ચાંદી પર મુખ્યત્વે પરોક્ષ રીતે અસર કરે છે. તેની અસર મોંઘવારી, વ્યાજ દરો અને આર્થિક વિકાસના માધ્યમથી જોવા મળી છે. જોકે, એવો કોઈ કડક નિયમ નથી કે તેલના ભાવો વધે એટલે કિંમતી ધાતુઓના મૂલ્યમાં ઘટશે. તેલના ભાવો વધે છે, ત્યારે ઈંધણ, પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. આનાથી બજારમાં એવી ચિંતા ઊભી થાય છે કે મોંઘવારી લાંબા સમય સુધી રહી શકે છે.

રોકાણકારોને લાગે છે કે કેન્દ્રીય બેંકો વ્યાજ દરોમાં ઓછો ઘટાડો કરશે અથવા વ્યાજ દરોને લાંબા સમય સુધી ઊંચા સ્તરે જાળવી રાખશે. આવી સ્થિતિમાં, બોન્ડ પર મળતું વળતર વધે છે, જે સોનાના આકર્ષણને ઘટાડી શકે છે કારણ કે સોના પર કોઈ વ્યાજ મળતું નથી. બીજી બાજુ, એક અન્ય સ્થિતિ પણ છે. તેલના ભાવમાં તેજ ઉછાળાથી મોંઘવારી અને ભૌગોલિક-રાજકીય તણાવ અંગેની ચિંતા વધવા પર રોકાણકારો સોનાને એક સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી શકે છે.

એવામાં, જો વ્યાજ દરોમાં વધારાનું દબાણ મર્યાદિત રહે, તો સોનાના ભાવમાં મજબૂતી આવી શકે છે. ચાંદી એક કિંમતી ધાતુ હોવા સાથે-સાથે ઔદ્યોગિક કાચો માલ પણ છે; તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ્સ અને અન્ય વિવિધ ઉત્પાદન ક્ષેત્રોમાં થાય છે. વર્ષ 2024માં, ચાંદીની કુલ વૈશ્વિક માંગમાં ઔદ્યોગિક ઉપયોગોનો હિસ્સો લગભગ 56 ટકા હતો. એટલે, જો તેલના ભાવમાં વધારો થવાથી ઉત્પાદન ખર્ચ વધે અને ઉત્પાદન પ્રવૃત્તિ નબળી પડે, તો ચાંદી સામે એક વધારાનો પડકાર ઊભો થઇ શકે છે એટલે કે ઔદ્યોગિક માંગમાં સંભવિત ઘટાડો થઇ શકે છે.

જ્યારે બજારમાં કડક નાણાકીય નીતિ અને ધીમો આર્થિક વિકાસ, બંનેની આશંકા હોય, ત્યારે સોનાની સરખામણીમાં ચાંદીના ભાવ પર વધુ દબાણ આવી શકે છે. જોકે, આ માંગ સાથે જોડાયેલું એક સંભવિત જોખમ છે. તેલના ભાવ સીધી રીતે કિંમતી ધાતુઓના ભાવો નક્કી કરતા નથી. હકીકતમાં, એ જોવું મહત્ત્વપૂર્ણ છે કે તેલના ભાવમાં થતો વધારો વ્યાજ દરોની અપેક્ષાઓ, મોંઘવારીને મેનેજ કર્યા બાદ બોન્ડ વળતર અને ચાંદીના કિસ્સામાં ઔદ્યોગિક ગતિવિધિ પર શું અસર પડે છે.

 

About The Author

Top News

મોદી સરકારે આ નિર્ણયનો ઉલ્લેખ કરીને તામિલનાડુના CM વિજયની પ્રશંસા કરી

કેન્દ્રની મોદી સરકારે CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકારના એક મહત્વપૂર્ણ નિર્ણયની પ્રશંસા કરી છે. તમિલનાડુ સરકારે એવિએશન...
National 
મોદી સરકારે આ નિર્ણયનો ઉલ્લેખ કરીને તામિલનાડુના CM વિજયની પ્રશંસા કરી

દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો કેમ થઈ રહ્યો છે?

વૈશ્વિક શેરબજારોમાં મોટા પાયે વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 117 ડોલર સુધી પહોંચવા વચ્ચે 23 ઓક્ટોબરે,  , ...
Business 
દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો કેમ થઈ રહ્યો છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-10-2026 દિવસ: રવિવાર મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પત્નીને નદીમાં ધક્કો મારી પતિએ સાળા સામે ખુલાસો કર્યો

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં એક વ્યક્તિએ નાની-નાની બાબતો પર થતા અવારનવાર ઝઘડાથી કંટાળીને કથિત રીતે પોતાની પત્નીને નદીમાં ધક્કો મારીને મોતને...
National 
પત્નીને નદીમાં ધક્કો મારી પતિએ સાળા સામે ખુલાસો કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.