કાકડીની ખેતી માટે પોતાના જ પરિવારને 99 લાખની સબસિડી આપનાર કેન્દ્રીયમંત્રીએ પલટી કેમ મારી?

સંસદીય રાજકારણ અને નૈતિક ધોરણો વચ્ચે ઘણીવાર વિવાદો ઉભા થાય છે, પરંતુ કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ એક નવો દાખલો બેસાડ્યો છે. તેમણે પોતાના મંત્રાલય હેઠળ કાકડીની ખેતી માટે મંજૂર કરાયેલ રૂ. 99 લાખની ખુબ મોટી સબસિડી પુરેપુરી પરત કરી દીધી છે. આ વાત લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબ દરમિયાન સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી.

Bhagirath Choudhary
peoplesupdate.com

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ સંસદમાં સરકારને પૂછ્યું હતું કે, શું છેલ્લા 5 વર્ષમાં રાષ્ટ્રીય બાગાયત બોર્ડની યોજનાઓ હેઠળ કોઈ વર્તમાન કેન્દ્રીય મંત્રી, સાંસદ અથવા તેમના પરિવારના સભ્યોને સબસિડીનો લાભ મળ્યો છે. આ પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી રામનાથ ઠાકુરે ગૃહમાં જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રીય બાગાયત બોર્ડની યોજનાઓ હેઠળ, પાત્ર ખેડૂતો અને ઉદ્યોગસાહસિકોને વાણિજ્યિક બાગાયત, પોલીહાઉસ ખેતી અને કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં, રાજસ્થાનના BJPના સાંસદ લુમ્બારામને 2025માં સબસિડી માટે મંજૂરી આપવામાં આવી હતી, અને અજમેરના સાંસદ અને વર્તમાન કૃષિ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીને 2026માં સબસિડી માટે મંજૂરી આપવામાં આવી હતી.'

રામનાથ ઠાકુરે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, ભગીરથ ચૌધરીએ પોતે મંત્રાલયને જાણ કરી હતી કે, તેમણે મંજૂર સબસિડીની સંપૂર્ણ રકમ સંબંધિત બેંકમાં પાછી જમા કરાવી દીધી છે. આ પછી, સરકારે સંબંધિત બેંકને રાષ્ટ્રીય બાગાયત બોર્ડના ખાતામાં રકમ પાછી ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભગીરથ ચૌધરીને તેમના પોતાના મંત્રાલયની યોજના હેઠળ કાકડી પોલીહાઉસ પ્રોજેક્ટ માટે રૂ. 99 લાખની સબસિડી મળી હતી. આ પછી, તેમણે નૈતિક ચિંતાઓ અને હિતોના સંઘર્ષને ટાળવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું.

Bhagirath Choudhary
hindi.news18.com

સંસદમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાષ્ટ્રીય બાગાયત બોર્ડના વર્તમાન નિયમોમાં કોઈ ચોક્કસ જોગવાઈ અથવા 'રિક્યુસલ ક્લોઝ' નથી જે જાહેર સેવકો, સાંસદો અથવા તેમના પરિવારના સભ્યોને અરજી કરવાથી અટકાવે છે. આ યોજના ટામેટાં, કેપ્સિકમ અને કાકડી જેવા પાકોના વાણિજ્યિક બાગાયત અને સંરક્ષિત વાવેતરને પ્રોત્સાહન આપવા માટે પારદર્શક રીતે અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મહત્તમ 50 ટકા સબસિડી આપવામાં આવે છે.

નિયમો હેઠળ મળવા પાત્ર હોવા છતાં, સ્વેચ્છાએ પોતાના વિભાગમાંથી નાણાકીય લાભો છોડી દેવા અને સંપૂર્ણ રકમ પરત કરવી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

About The Author

Related Posts

Top News

બ્રહ્મમુહૂર્તમાં 'રામાયણ'નું ટ્રેલર થયું રીલિઝ; ઇન્ટરનેટ પર વાયરલ થયું

લાંબી રાહ જોવડાવ્યા પછી, નિતેશ તિવારીની 'રામાયણ'નું ટ્રેલર આજે બ્રહ્મમુહૂર્તમાં રિલીઝ થયું. જ્યારે લોકો સવારે ઉઠ્યા...
Entertainment 
બ્રહ્મમુહૂર્તમાં 'રામાયણ'નું ટ્રેલર થયું રીલિઝ; ઇન્ટરનેટ પર વાયરલ થયું

BOBના 700 GB ડેટા ડાર્ક વેબ પર લીક, ગ્રાહકોને શું નુકશાન થઇ શકે?

બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો પર્સનલ ડેટા અને બેંકના આંતરિક દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા છે. દિવ્ય ભાસ્કરના...
Business 
BOBના 700 GB ડેટા ડાર્ક વેબ પર લીક, ગ્રાહકોને શું નુકશાન થઇ શકે?

કાકડીની ખેતી માટે પોતાના જ પરિવારને 99 લાખની સબસિડી આપનાર કેન્દ્રીયમંત્રીએ પલટી કેમ મારી?

સંસદીય રાજકારણ અને નૈતિક ધોરણો વચ્ચે ઘણીવાર વિવાદો ઉભા થાય છે, પરંતુ કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીએ એક...
National 
કાકડીની ખેતી માટે પોતાના જ પરિવારને 99 લાખની સબસિડી આપનાર કેન્દ્રીયમંત્રીએ પલટી કેમ મારી?

ગુજરાતમાં પેપર લીક? 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર આવ્યા; યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી

NEET-UG પેપર લીક મુદ્દે Gen-Z દ્વારા દેશવ્યાપી વિરોધ બાદ ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ...
Politics 
ગુજરાતમાં પેપર લીક? 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર આવ્યા; યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.