- National
- ગામના બાળકો ભણે તે માટે એક પરિવારે 60 વીઘા જમીન દાનમાં આપી દીધી
ગામના બાળકો ભણે તે માટે એક પરિવારે 60 વીઘા જમીન દાનમાં આપી દીધી
રાજસ્થાનમાં કાઝડા નામનું ગામ છે, જ્યાં નવોદય વિદ્યાલય આ ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સારી તક આપે છે. અહીં બાળકોના અભ્યાસ સારો થાય, ત્યાંના બાળકો ભણે તે માટે કાઝડાના પ્રવાસી ઓમપ્રકાશ કાઝડિયા પરિવારે હાલમાં જ 60 વીઘા જમીન કરી નવોદય વિદ્યાલયમાં સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રોજેક્ટને લાગૂ કરવામાં સહયોગ કર્યો છે.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અત્યારે કાઝડા ગામમાં 10 ષાળા છે, જેમાં પ્રાથમિક શિક્ષણથી લઈ મહાવિદ્યાલય સુધીનો અભ્યાસ થાય છે. તેમાં 4 સરકારી અને 6 ખાનગી શાળા આવેલી છે. ગામમાં લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન છે. આ ઉપરાંત કેટલાય લોકો બીજી જગ્યાએ રહીને નોકરી પણ કરે છે. બદલાતા સમયની સાથે બાજરી અને મગ જેવા પાકની જગ્યા ઘઉં, કપાસ અને સરસવની ખેતીએ લઈ લીધી છે. જો કે ગામમાં અમુક સમસ્યાઓ પણ છે.
જમીનનું જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે અને પેયજળમાં ફ્લોરાઈડની હાજરીએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. કાઝડા ગામ જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી અને સૂરજગઢ ઉપખંડથી 5 કિમી દૂર આવેલું છે. રોડ માર્ગથી તેનું જોડાણ સૂરજગઢ મુખ્યાલયની સાથે સાથે ફરટ, ડુલાનિયા, ભગીના અને જીણી ગ્રામ પંચાયતોના ગામડા સાથે પણ છે. પર્યટનની દૃષ્ટિએ પણ કાઝડા ગામનું વિશેષ મહત્ત્વ છે. સૂરજગઢ ફોર્ટ ઉપરાંત અહીં હવેલીઓ પણ આવેલી છે. તેની ભવ્યતા, શિલ્પકલા અને બનાવટો ખૂબ જ આકર્ષક છે. આ હવેલીઓ દેશી-વિદેશી પર્યટકોને આકર્ષિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.
ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્ર શર્મા, કૈલાશ નાગવાન અને મનજીત તંવરે જણાવ્યું છે કે કાઝડા ગામની સ્થાપના વિક્રમ સંવત 1613માં પંડિત ચક્રપાણિ નાગવાને કરી હતી, તેમણે ગામની અધિષ્ઠાત્રી દેવી રેજડી ખેજડી માતાની પ્રતિમા સ્થાપિત કરી હતી. માન્યતા છે કે માતા ખેજડીના નામ પર જ આ ગામનું નામ કાઝડા પડ્યું. ધાર્મિક દૃષ્ટિથી પણ આ ગામનું વિશેષ મહત્ત્વ છે. અહીં રેજડી ખેજડી માતાનું મંદિર પણ આવેલું છે. જેનાથી બંસલ અને સિંગી ગોત્રના લોકો જોડાયેલા રહે છે. ગામમાં તળાવ, ગાંધી પુસ્તકાલય અને ઈન્દિરા પાર્ક પણ આવેલા છે. વાણિયા પરિવાર અને કાઝડિયા પરિવારના સહયોગથી ગામમાં વિકાસ ખૂબ થયો છે.

