- National
- કાળા જાદુની શંકામાં દીકરાએ જ માતાનું કાસળ કાઢી નાખ્યું, ડીઝલ નાખ્યું અને...
કાળા જાદુની શંકામાં દીકરાએ જ માતાનું કાસળ કાઢી નાખ્યું, ડીઝલ નાખ્યું અને...
તેલંગાણાના મેડક જિલ્લામાં આવેલા ટેકમલ મંડળના એલુપેટા ગામમાંથી એક ખુબ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 21 વર્ષીય એક વ્યક્તિએ તેની માતા પર પહેલા હુમલો કર્યો અને પછી તેને આગ લગાવી દીધી, કારણ કે તેને તેની મા કાળો જાદુ કરતી હોવાની શંકા હતી. પીડિતા, સયામ્મા (ઉંમર વર્ષ 40), ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આરોપીની ઓળખ દુર્ગેશ (21) તરીકે થઈ છે.
એવું કહેવામાં આવે છે કે, આરોપી પુત્ર, દુર્ગેશે તેની માતા પર ડીઝલ રેડ્યું અને પછી તેને આગ લગાવી દીધી, કારણ કે તેને શંકા હતી કે તેની મા કાળો જાદુ કરતી હતી. આ ઘટનાએ ગામમાં લોકો આઘાતમા આવી ગયા હતા, અને લોકો એક પરિવારમાં આવા ક્રૂર હુમલા પર વિશ્વાસ કરી શકતા નથી. માહિતી મળતાં, ટેકમલ પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
ગામમાં રહેતા તેના પાડોશીએ કહ્યું, 'મારું નામ કર્રે અશોક છે, અને હું મેડક જિલ્લાના ટેકમલ મંડળના એલુપેટા ગામમા રાહુ છું. મૃતક, કર્રે સયામ્મા પર કૌટુંબિક વિવાદને કારણે તેના પુત્ર દુર્ગેશે હુમલો કર્યો હોવાનો આરોપ છે. તેણે પહેલા તેના પર ડીઝલ છાંટીને આગ લગાવી દીધી, જેના કારણે તેનું મોત થયું. આ ઘટના તેમના ઘરે બની હતી.
પોલીસે અહેવાલ આપ્યો છે કે, 21 વર્ષીય એક વ્યક્તિએ તેની પોતાની માતાની હત્યા કરી હતી. તેણે પહેલા તેણે તેની મા ને ખુબ માર માર્યો અને પછી ડીઝલ છાંટીને આગ લગાવી દીધી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જોગીપેટની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

