સસરાનો જીવ જતા વહુ રડતી હતી, પણ ગૂગલ હિસ્ટ્રીમાં ચાકૂના સર્ચથી ભાંડો ફૂટ્યો, નોકર સાથે મળીને કાસળ કાઢી નાખેલું

કાનપુરનો એક એવો હત્યા કેસ, જેને ઉકેલવામાં પોલીસને જે વાતની ખબર પડી તે ખૂબ જ ચોંકાવનારી હતી. કાનપુરના દવાના ઉદ્યોગપતિની હત્યા પહેલા, પરિવારના જ એક સભ્યએ ગુગલ પર 'કોઈને કેવી રીતે મારી નાખવું જેથી તે આત્મહત્યા લાગે, હત્યા નહીં' સર્ચ કર્યું અને જ્યારે વેપારીની હત્યા થઈ રહી હતી, ત્યારે પરિવાર પાર્ટી કરી રહ્યો હતો. આ હત્યા પાછળનું મુખ્ય કારણ પરિવારના જ એક સભ્ય પર લાદવામાં આવેલા પ્રતિબંધો હતા. આ હત્યાની વાર્તા શું છે, જેણે સમગ્ર કાનપુરને ચોંકાવી દીધો? ચાલો વિગતવાર જાણી લઇએ.

Vineet Minocha Murder Case
ndtv.com

તારીખ હતી 5 સપ્ટેમ્બર, 2026, અને સ્થળ કાનપુરનું ઇન્દિરા નગર હતું. ઓર્બિટ એપાર્ટમેન્ટમાં રહેતા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મિનોચાને ખ્યાલ નહોતો કે આ રાત તેમના જીવનની છેલ્લી રાત હશે. વિનીતનો પુત્ર અને પુત્રવધૂ કાનપુરના એક ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. તે જ રાત્રે, હત્યારાઓ વિનિતના એપાર્ટમેન્ટમાં આવે છે અને 63 વર્ષીય દવા ઉદ્યોગપતિ વિનિત મિનોચાની ક્રૂરતાથી હત્યા કરે છે. વિનિત પર 26 વખત ચાકુના ઘા કરવામાં આવ્યા હતા. તેનો પુત્ર અને પુત્રવધૂ પાર્ટી કરી રહ્યા હતા.

હત્યા સમયે, વિનિતનો પુત્ર સુબ્રત અને પુત્રવધૂ શાલુ એક ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. જ્યારે તેઓ સવારે 3 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફર્યા, ત્યારે તેઓએ તેમના પિતાને બેડરૂમમાં લોહીથી લથપથ હાલતમાં પડેલા જોયા. તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પુત્ર અને પુત્રવધૂ તેમના પિતાની હત્યા પછી રોઈ રોઈને અધમુઆ થઈ ગયા.

આ બધા વચ્ચે, પોલીસ તપાસમાં હત્યારાઓનો પર્દાફાશ થયો. CCTV ફૂટેજમાં બે પુરુષો ઘરમાં પ્રવેશતા દેખાય છે. જેમાં એકની ઓળખ ઘરનો નોકર વિશાલ તરીકે થઈ છે, અને બીજાની ઓળખ વિશાલનો સાથીદાર રાજ કિશોર તરીકે થઈ છે. CCTV ફૂટેજમાં બંને પુરુષો એપાર્ટમેન્ટમાં પ્રવેશતા અને બહાર નીકળતા દેખાય છે. વિલંબ કર્યા વિના, પોલીસે બંનેની શોધ કરી અને હત્યાના બીજા જ દિવસે તેમની ધરપકડ કરી. પોલીસ પૂછપરછ દરમિયાન, બંને શખ્સોએ ચોંકાવનારા ખુલાસા કર્યા, જેમાં ઘરના એવા એક વ્યક્તિનું નામ આપ્યું જેના પર કોઈને શંકા નહોતી.

Vineet Minocha Murder Case
hindi.news18.com

તે માણસ કોણ હતો અને તેણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મિનોચાની ક્રૂર હત્યા કેમ કરાવી? પોલીસ આ પ્રશ્નના જવાબો શોધવા માટે ખૂબ જ ઉત્સુક હતી. પોલીસે હત્યારાઓને તો શોધી કાઢ્યા હતા, પરંતુ હત્યા કરાવનારો કોઈ બીજો જ હતો. ઘરમાંથી CCTV ફૂટેજ તપાસ્યા પછી, કાનપુર પોલીસે ઘરના નોકર વિશાલ અને તેના સાથી રાજ કિશોરની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન વિશાલે કરેલા ખુલાસા ખૂબ જ ચોંકાવનારા હતા.

હત્યારાનું નામ જાણતા પહેલા, ચાલો વિનીત મિનોચા વિશે જાણી લઇએ. વિનીત મિનોચા બિરહાના રોડ પર 'ફાર્મા ટ્રેડર્સ' નામની ફાર્માસ્યુટિકલ કંપની ચલાવતા હતા. તે તેમના પુત્ર સુબ્રત સાથે મળીને આ વ્યવસાયનું સંચાલન કરતા હતા. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 થી 60 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિનીતે 2022માં તેમની કરોડો રૂપિયાની મિલકત તેની પત્ની પુનિતા, પુત્ર સુબ્રત અને પુત્રી શુભાનીને વારસામાં આપી હતી. પત્ની પુનિતા ઘણા સમયથી ગાઝિયાબાદમાં તેની પુત્રી સાથે પતિથી અલગ રહે છે.

આરોપી વિશાલે પોલીસને જણાવ્યું હતું કે, વિનીત મિનોચાની હત્યા તેની પુત્રવધૂ શાલુના કહેવાથી કરવામાં આવી હતી. તેણે આ હત્યાના બદલામાં 6 લાખ રૂપિયાની ઓફર કરી હતી. કાનપુરમાં, કરોડપતિ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગપતિ વિનીત મિનોચા (63)ની હત્યા તેની 36 વર્ષની એકમાત્ર પુત્રવધૂ દ્વારા કરાવવામાં આવી હતી. તેનું કારણ હતું તેના પર લગાવેલા પ્રતિબંધો. વિનીત CCTV દ્વારા તેની પુત્રવધૂ પર નજર રાખતા હતા. તે તેને જરૂરી હોય તેટલા જ પૈસા આપતા હતા. તેની પુત્રવધૂ, જે મોડી રાત સુધી ફરવા અને પાર્ટી કરવાની શોખીન હતી, તેણે તેના નોકર વિશાલ (30)ને 6 લાખ રૂપિયામાં રાખ્યો. બદલામાં, નોકરે વિનીતને 26 વખત ચાકુ મારીને તેની હત્યા કરી દીધી.

Vineet Minocha Murder Case
facebook.com

નોકરની કબૂલાત પછી, પોલીસે વેપારીની પુત્રવધૂ શાલુની ધરપકડ કરી. શરૂઆતમાં, તેણે પોલીસને ગેરમાર્ગે દોરી. પછી, કડક પૂછપરછ કર્યા પછી, તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. પુત્રવધૂ શાલુએ પૂછપરછ દરમિયાન કહ્યું, 'મારા સસરાએ મારા પર પ્રતિબંધો લગાવ્યા હતા, તેથી મેં હત્યા કરાવી.' પુત્રવધૂએ જણાવ્યું કે, 'એક કરોડપતિ પરિવારની પુત્રવધૂ હોવા છતાં, મારા સસરાનું મારા અને મારા પતિના ખર્ચ પર સંપૂર્ણ નિયંત્રણ હતું. મારે પૈસા માટે ભીખ માંગવી પડતી હતી. તેથી જ મેં નોકર પાસે આ હત્યા કરાવી હતી.'

પોલીસે શાલુની કોલ ડિટેલ્સ પણ મેળવી. હત્યાની રાત્રે, શાલુ અને તેના નોકર વિશાલે 14 વાર વાત કરી હતી. હાલમાં, આરોપી પુત્રવધૂ શાલુ, હત્યારા નોકર વિશાલ અને તેનો સાથી રાજકિશોર જેલમાં છે. પુત્રવધૂની કબૂલાત પછી, પોલીસે વિચાર્યું કે તેમને ખૂની મળી ગયો છે, પરંતુ આ વાર્તામાં વધુ એક વળાંક આવવાનો બાકી હતો. થોડા દિવસો પછી, પોલીસે આ હત્યા કેસમાં બીજો વળાંક શોધી કાઢ્યો.

હત્યાના દસ દિવસ પછી, પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મિનોચાનો પુત્ર સુબ્રત, ઘરે તેના પિતાની હત્યા થઇ રહી છે તે વિશે જાણતો હશે. પુરાવા દર્શાવે છે કે, કથિત હત્યારાએ નવા ખરીદેલા સિમ કાર્ડથી સુબ્રતને 6 વખત ફોન કર્યો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે શું સુબ્રતની પણ આ હત્યામાં કોઈ ભૂમિકા છે?

About The Author

Top News

PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

કર્ણાટકના બાગલકોટ સ્થિત સરકારી 'નમ્મા ક્લિનિક'માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કોંગ્રેસના ધારાસભ્યની ભત્રીજી સામે મોટી...
National 
PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

આપણે ભારતીયો સારું અને સ્વાદિષ્ટ ખાવાના ખૂબ શોખીન છીએ. સારું એટલે શરીર માટે હેલ્ધી હોવું જરૂરી નથી, ફક્ત ખાવાનું...
National 
આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ

પશ્ચિમ બંગાળમાં 2021 બેચના એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે રાજકીય હોબાળો મચ્યો છે....
Politics 
IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ

Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ

Xiaomiએ ભારતમાં બે નવા સ્માર્ટફોન, Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max લોન્ચ કર્યા છે....
Tech and Auto 
Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.