PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

કર્ણાટકના બાગલકોટ સ્થિત સરકારી 'નમ્મા ક્લિનિક'માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કોંગ્રેસના ધારાસભ્યની ભત્રીજી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક ખાનગી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG)નો અભ્યાસ કરવાની સાથે સાથે સરકારી નોકરીમાંથી માસિક ₹70,000થી વધુનો પગાર મેળવવાનો ખુલાસો થતાં તેમને તાત્કાલિક અસરથી સેવામુક્ત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફરજમાં બેદરકારી અને અનધિકૃત રીતે એકસાથે બે જગ્યાએ જોડાવા બદલ તેમની સામે સત્તાવાર તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાગલકોટના ધારાસભ્ય ઉમેશ મેટીની ભત્રીજી ડૉ. અંકિતા યારાહાલ બાગલકોટના નમ્મા ક્લિનિકમાંથી સતત ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેના કારણે તબીબી અધિકારી વગર દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. તપાસમાં બહાર આવ્યું કે ચાલુ વર્ષના માર્ચ મહિનાથી ગેરહાજર રહેવા છતાં તેઓ નિયમિતપણે દર મહિને ₹70,000થી વધુનો સરકારી પગાર મેળવી રહ્યા હતા.

09

આ ઘટના બાદ બાગલકોટ જિલ્લા પંચાયતના સીઈઓ (CEO) ગજાનન બાલે દ્વારા ડૉ. અંકિતાને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં આક્ષેપ કરાયો હતો કે તેઓ એક તરફ ખાનગી કોલેજમાંથી પીજીનો અભ્યાસ કરી રહ્યા હતા અને બીજી તરફ સરકારી તિજોરીમાંથી માનદવેતન અને પગાર પણ મેળવતા રહ્યા હતા.

ડૉ. અંકિતાને બુધવારે પ્રથમ તપાસ માટે રૂબરૂ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. જે-તે એસ. નિજલિંગપ્પા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તપાસમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં તેઓ સત્તાવાળાઓ સમક્ષ ઉપસ્થિત રહ્યા ન હતા. હવે તેમને આગામી 18 સપ્ટેમ્બરના રોજ જરૂરી દસ્તાવેજો અને લેખિત ખુલાસા સાથે જિલ્લા પંચાયત સીઈઓ સમક્ષ હાજર થવા આખરી સૂચના આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે જો તેઓ ફરીથી હાજર નહીં રહે તો તેમનો પક્ષ સાંભળ્યા વિના જ એકતરફી નિર્ણય લઈ લેવામાં આવશે.

01

જિલ્લા આરોગ્ય અધિકારી રાજકુમાર યારાહાલે ડૉ. અંકિતાને ફરજ પરથી હટાવી દીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિનઅધિકૃત દ્વૈત જોડાણ દરમિયાન ચૂકવવામાં આવેલો પગાર અથવા માનદવેતન નિયમોનુસાર પરત વસૂલ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વ્યાવસાયિક દુરાચાર બદલ તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા માટે સમગ્ર મામલો કર્ણાટક મેડિકલ કાઉન્સિલ (KMC) અને નેશનલ મેડિકલ કમિશન (NMC)ને સોંપવામાં આવી શકે છે.

02

બીજી તરફ, ડૉ. અંકિતાના પિતા અને જિલ્લા આરોગ્ય અધિકારી (DHO) રાજકુમાર યારાહાલે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીએ એમડી (MD) કોર્સમાં પ્રવેશ લીધા પછી કોઈ સરકારી પગાર લીધો નથી. જોકે, ડૉ. અંકિતાની નમ્મા ક્લિનિકમાં મેડિકલ ઓફિસર તરીકેની નિમણૂકમાં DHO પિતાની પણ ભૂમિકા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

હાલમાં સત્તાવાળાઓ દ્વારા આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

કર્ણાટકના બાગલકોટ સ્થિત સરકારી 'નમ્મા ક્લિનિક'માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કોંગ્રેસના ધારાસભ્યની ભત્રીજી સામે મોટી...
National 
PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

આપણે ભારતીયો સારું અને સ્વાદિષ્ટ ખાવાના ખૂબ શોખીન છીએ. સારું એટલે શરીર માટે હેલ્ધી હોવું જરૂરી નથી, ફક્ત ખાવાનું...
National 
આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ

પશ્ચિમ બંગાળમાં 2021 બેચના એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે રાજકીય હોબાળો મચ્યો છે....
Politics 
IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ

Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ

Xiaomiએ ભારતમાં બે નવા સ્માર્ટફોન, Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max લોન્ચ કર્યા છે....
Tech and Auto 
Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.