Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ

Xiaomiએ ભારતમાં બે નવા સ્માર્ટફોન, Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max લોન્ચ કર્યા છે. કંપનીએ બંને હેન્ડસેટને મિડ-રેન્જ સેગમેન્ટમાં સ્થાન આપ્યું છે. કંપનીએ આ શ્રેણીમાં 10,000mAh બેટરી, ઉત્તમ ટકાઉપણું અને અનેક ફ્લેગશિપ-લેવલ સ્પેસિફિકેશન્સ આપ્યું છે. તો ચાલો તેની કિંમત, સ્પેસિફિકેશન્સ, કેમેરા અને બેટરી વિશે વિગતે જાણી લઈએ.

Redmi Note 17 Pro 8GB RAM+ 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂ. 36,999થી શરૂ થાય છે. 8GB RAM+ 256GB સ્ટોરેજ સાથે ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 39,999 છે. આ હેન્ડસેટ ક્લાઉડ બ્લુ, પર્પલ વાઇબ અને સ્ટીલ્થ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

Redmi Note 17 Pro 5G Max 3 કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, Secret Sunrise, Matcha Green અને Stealth Black. 8GB+ 256GB સ્ટોરેજ વર્ઝન માટે તેની શરૂઆતની કિંમત રૂ. 49,999 છે. ટોપ-એન્ડ વેરિઅન્ટ 12GB+ 256GB સ્ટોરેજ વર્ઝન માટે રૂ. 55,999 છે.

29

બંને સ્માર્ટફોન 17 સપ્ટેમ્બરના રોજ વેચાણ માટે ઉપલબ્ધ થશે, અને ઓફલાઇન સ્ટોર્સ પર 23 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે. લોન્ચ ઓફરના ભાગ રૂપે, Redmi Note 17 Pro પર રૂ. 3,000 ડિસ્કાઉન્ટ અને Redmi Note 17 Pro Max પર પસંદગીના બેંક કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 5,000નું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.

બંને Redmi હેન્ડસેટમાં 1.5K OLED પેનલ સાથે 6.83-ઇંચ ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં 3200 Nitsની પીક બ્રાઇટનેસ છે. તે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે.

Redmi Note 17 Pro Max 5Gમાં Snapdragon 6 Gen 5 મોબાઇલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં Snapdragon 6s Gen 4 4nm ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 128GB (UFS 2.2) અને 256GB (UFS 3.1) સ્ટોરેજ વિકલ્પો સાથે 8GB LPDDR4X RAM ઓફર કરે છે.

27

Redmi Note 17 Pro Maxમાં Snapdragon 6 Gen 5 4nm ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં Adreno 812 GPU આપવામાં આવ્યું છે. તેમાં 256GB (UFS 4.1) સ્ટોરેજ સાથે 8GB અને 12GB LPDDR5X RAM છે.

બન્ને હેન્ડસેટ Android 16 સાથે Xiaomi Hyper OS 3 પર ચાલે છે. તે ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.

રેડમી નોટ 17 પ્રો અને નોટ 17 પ્રો મેક્સમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જેમાં રેડમી નોટ 17 પ્રોમાં f/1.8 અપર્ચર મળે છે અને રેડમી નોટ 17 પ્રો મેક્સમાં f/1.5 અપર્ચર આપવામાં આવ્યું છે.

રેડમી નોટ 17 પ્રોમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપેલો છે, જે 1080p વિડીયો રેકોર્ડ કરવા સક્ષમ છે. નોટ 17 પ્રો મેક્સમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપેલો છે.

26

રેડમી નોટ 17 પ્રો મેક્સ 5G 100W હાઇપરચાર્જ અને 27W રિવર્સ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 10,000mAh સિલિકોન-કાર્બન બેટરી દ્વારા સંચાલિત થાય છે.

રેડમી નોટ 17 પ્રો 5Gમાં 67W હાઇપરચાર્જ માટે સપોર્ટ સાથે 9000mAh બેટરી આપેલી છે.

બંને નવીનતમ હેન્ડસેટ Google Gemini, Circle to Search, 4K વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ અને પોસ્ટ-પ્રોસેસિંગ એડિટિંગ ટૂલ્સ સાથે આવે છે. તે AI Glare Removal અને AI Erase Pro જેવા એડિટિંગ ટૂલ્સને સપોર્ટ કરે છે.

About The Author

Top News

જમીનના રેકોર્ડ સુધારવા રૂ. 50 લાખની લાંચ લેતા તહસીલદાર રંગેહાથે ઝડપાયો, 1 એકર જમીન પણ માંગેલી

કર્ણાટકના ધારવાડ જિલ્લાના એક તહસીલદાર રૂ. 50 લાખની રોકડ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. લોકાયુક્તના SP સિદ્ધલિંગપ્પાએ બુધવારે મોડી...
National 
જમીનના રેકોર્ડ સુધારવા રૂ. 50 લાખની લાંચ લેતા તહસીલદાર રંગેહાથે ઝડપાયો, 1 એકર જમીન પણ માંગેલી

PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

કર્ણાટકના બાગલકોટ સ્થિત સરકારી 'નમ્મા ક્લિનિક'માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કોંગ્રેસના ધારાસભ્યની ભત્રીજી સામે મોટી...
National 
PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ

આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

આપણે ભારતીયો સારું અને સ્વાદિષ્ટ ખાવાના ખૂબ શોખીન છીએ. સારું એટલે શરીર માટે હેલ્ધી હોવું જરૂરી નથી, ફક્ત ખાવાનું...
National 
આ 5 વસ્તુઓ વિદેશમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં લોકો ખુશીથી ખાઈ રહ્યા છે

IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ

પશ્ચિમ બંગાળમાં 2021 બેચના એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે રાજકીય હોબાળો મચ્યો છે....
Politics 
IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.