ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની જ્વાળાઓમાં લપેટાયેલા છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓએ ઈરાનમાં ભારે તબાહી મચાવી છે, જ્યારે ખાડી દેશોમાં પણ મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે.

આજના સૌથી મોટા અપડેટ્સ:

ઈરાનમાં ભારે જાનહાનિ: રેડ ક્રેસન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનના 131 જિલ્લાઓમાં કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 555 લોકોના મોત થયા છે.

સાઉદીની રિફાઈનરીમાં આગ: સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે રાસ તનુરા ઓઈલ રિફાઈનરી પર બે ડ્રોન હુમલા થયા હતા. જોકે ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ તેનો કાટમાળ પડવાને કારણે રિફાઈનરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે.

01

સાયપ્રસમાં બ્રિટિશ બેઝ પર હુમલો: બ્રિટિશ વિદેશ મંત્રી કૂપરે જણાવ્યું છે કે સાયપ્રસમાં આવેલા બ્રિટિશ સૈન્ય મથક પર ડ્રોન હુમલો થયો છે, જે સીધો રનવે પર પડ્યો હતો.

લેબનોનમાં મોતનો આંકડો વધ્યો: લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે અને 149 લોકો ઘાયલ થયા છે.

કુવૈતમાં અમેરિકી વિમાનો ક્રેશ: કુવૈતના સંરક્ષણ મંત્રાલયે ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમના એરસ્પેસમાં "કેટલાક" અમેરિકી યુદ્ધ વિમાનો ક્રેશ થયા છે. તમામ ક્રૂ મેમ્બરો સુરક્ષિત રીતે બચી ગયા છે.

બહેરીનમાં આતંકી હુમલાનો ભય: બહેરીન સ્થિત અમેરિકી દૂતાવાસે ચેતવણી આપી છે કે આતંકવાદી જૂથો અમેરિકી નાગરિકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

2

ઈરાક અને એરબિલમાં વિસ્ફોટ: સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, બગદાદની દક્ષિણે આવેલા જુર્ફ અલ-સખરમાં ઈરાન સમર્થિત જૂથ 'કતાઈબ હિઝબુલ્લાહ'ના ઠેકાણાઓ પર અમેરિકા અને ઈઝરાયલે મિસાઈલ હુમલા કર્યા છે. બીજી તરફ, એરબિલમાં પણ જોરદાર વિસ્ફોટોના અહેવાલ છે.

ખાડી દેશોમાં સાયરન અને વિસ્ફોટ: વહેલી સવારે બહેરીનમાં હુમલાના સાયરન ગુંજી ઉઠ્યા હતા, જ્યારે અબુ ધાબી અને દોહા (કતાર) માં મોટા વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા હતા.

ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાની ના પાડી દીધી છે.

About The Author

Related Posts

Top News

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમના દીકરી અનાર પટેલના ક્રાફ્ટ રૂટ...
Gujarat 
આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.