કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી નાખ્યું. 196 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ સેમસનના 50 બોલમાં અણનમ 97 રનની મદદથી આ ટોટલ હાંસલ કર્યું અને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું. પરંતુ ભારતની ભવ્ય જીત બાદ ચર્ચા માત્ર સેમસન ન રહી. ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર પણ પ્રેસ કોન્ફરન્સમાં છવાઇ ગયા, જેમણે ઘણા પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા. તેમણે એમ પણ કહ્યું કે, સારું લાગ્યું કે મેચમાં નાના યોગદાનને પણ પ્રશંસા મળી રહી છે, જ્યારે લાંબા સમયથી શ્રેય માત્ર થોડા જ વ્યક્તિઓને મળ્યો છે.

gambhir
sports.ndtv.com

ટૂર્નામેન્ટની શરૂઆતમાં સેમસનને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. બહારથી જોતા એવું લાગતું હતું કે તેને ખરાબ ફોર્મને કારણે દૂર કરવામાં આવ્યો છે. પરંતુ ગંભીરે સ્પષ્ટતા કરી કે આ નિર્ણય સારી રીતે વિચારીને લેવામાં આવ્યો હતો. ગંભીરે કહ્યું કે, ‘અમને ખબર હતી કે સંજુમાં કેટલી ક્ષમતા છે. તેના નામે 3 T20 સદી છે. દરેક ખેલાડી ખરાબ સમયમાંથી પસાર થાય છે. ક્યારેક-ક્યારેક તેને દબાણમાંથી કાઢવો જરૂરી છે. અમને વિશ્વાસ હતો કે જરૂર પડ્યે તે વર્લ્ડ કપમાં પ્રદર્શન કરશે.

પ્રેસ કોન્ફરન્સમાં સૌથી આશ્ચર્યજનક વાત ત્યારે આવી જ્યારે ગંભીરે સ્પષ્ટપણે કહ્યું કે તેમને આંકડાઓ પર વધુ વિશ્વાસ નથી. હું આંકડાઓમાં માનતો નથી. T20 ક્રિકેટ સમજણ અને આત્મવિશ્વાસની રમત છે. જે અનુભવ છે તે જ કેપ્ટન સાથે શેર કરું છું. અંતિમ નિર્ણય કેપ્ટનનો હોય છે.

આ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહનો જૂદા જૂદા સમયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગંભીરે કહ્યું કે, ‘વેસ્ટ ઇન્ડીઝનો મિડલ ઓર્ડર ખૂબ જ મજબૂત છે. એટલે અમને મિડલ ઓવરોમાં બુમરાહની જરૂર હતી. તે અમારા માટે એક વિશ્વસનીય બોલર છે.

ગંભીરે કોના પર કટાક્ષ કર્યો?

પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ગંભીરને તિલક અને શિવમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘મને ખુશી છે કે તમે દરેક યોગદાન વિશે વાત કરી રહ્યા છો, કારણ કે વર્ષોથી આપણે માત્ર ખાસ યોગદાનની વાત કરતા આવ્યા છીએ. મારા માટે, શિવમના તે બે ચોગ્ગા એટલા જ મહત્ત્વપૂર્ણ છે, જેટલા સંજુના 97 રન.

તેમણે કહ્યું કે, ‘મોટા યોગદાન હાઇલાઇટ મેળવે છે. નાના યોગદાન, જે ટીમને જીતવામાં મદદ કરે છે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ વાત કોઇથી છૂપી નથી કે ગંભીરે 2007 T20 વર્લ્ડ કપ ફાઇનલ અને 2011ની ફાઇનલમાં ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પરંતુ તેનો મોટાભાગનો શ્રેય તત્કાલીન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો. ભારત હવે 5 માર્ચે મુંબઇમાં સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.