ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ બ્રિટિશ PMથી 'ખૂબ જ નારાજ' છે. તેમણે કહ્યું હતું કે, બ્રિટિશ PMએ તેમને ઈરાન પર હુમલો કરવા માટે ડિએગો ગાર્સિયા ટાપુનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી. ડિએગો ગાર્સિયા હિંદ મહાસાગરમાં સ્થિત એક ટાપુ છે, જ્યાં બ્રિટનનું લશ્કરી થાણું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા અને UK વચ્ચે આવી પરિસ્થિતિ પહેલા કદાચ ક્યારેય બની ન હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બ્રિટિશ PM સ્ટોર્મરને પોતાના દેશમાં વિરોધનો ડર લાગી રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે એક અંગ્રેજી અખબારને કહ્યું હતું કે, તેઓ PM કીર સ્ટોર્મરથી 'ખૂબ જ નિરાશ' છે, કારણ કે તેમણે તેમને ઈરાન પર હુમલો કરવા માટે ડિએગો ગાર્સિયાનો ઉપયોગ કરતા અટકાવ્યા હતા.

PM Starmer-Donald Trump
tv9hindi.com

એક વિશિષ્ટ મુલાકાતમાં, US પ્રમુખે કહ્યું હતું કે, ચાગોસ ટાપુઓના બેઝનો ઉપયોગ કરતા US દળોને રોકવાનો PMનો નિર્ણય પીડાદાયક છે. ટ્રમ્પે કહ્યું કે, આપણા દેશો વચ્ચે આવું પહેલા ક્યારેય બન્યું નથી. ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે કે, બ્રિટિશ PM તેની કાયદેસરતાથી નારાજ દેખાયા હતા.

બ્રિટને અગાઉ આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લેખ કરીને ડિએગો ગાર્સિયા અને RAF ફેરફોર્ડ જેવા ઠેકાણાઓથી હુમલા કરવાની અમેરિકાની પરવાનગીનો ઇનકાર કર્યો હતો. જોકે, રવિવારે રાત્રે, UK ના PM નરમ પડ્યા અને કહ્યું કે, તેઓ 'ચોક્કસ અને મર્યાદિત રક્ષણાત્મક હેતુઓ' માટે અમેરિકાને ડિએગો ગાર્સિયા સુધી પહોંચવાની મંજૂરી આપશે.

ટ્રમ્પે કહ્યું કે, PM કીરે પોતાનો વિચાર બદલવામાં 'ખૂબ લાંબો સમય' લીધો.

ટ્રમ્પે કહ્યું, 'આ કદાચ આપણા દેશો વચ્ચે પહેલાં ક્યારેય બન્યું નથી. એવું લાગે છે કે તેઓ તેની કાયદેસરતા અંગે ચિંતિત હતા.'

PM Starmer-Donald Trump
x.com

ડિએગો ગાર્સિયા પરના વિવાદને કારણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે PMના વિવાદાસ્પદ ચાગોસ સોદા માટેનો પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. તેમાં મોરેશિયસને હિંદ મહાસાગરના પ્રદેશની માલિકી આપવા અને તેના બદલે લશ્કરી થાણું પાછું ભાડે આપવાનું કહેવામાં આવ્યું હતું.

યુનાઇટેડ કિંગડમના PM કીર સ્ટોર્મરે રવિવારે જણાવ્યું હતું કે, તેમનો દેશ તેમાં સામેલ નથી. તેમણે એક વીડિયો સંદેશમાં આ સ્પષ્ટતા કરી અને ગલ્ફ દેશોમાં બ્રિટિશ નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી.

જોકે, તેમણે પછીથી કહ્યું કે, તેઓ 'ચોક્કસ અને મર્યાદિત રક્ષણાત્મક હેતુઓ' માટે અમેરિકાને બ્રિટિશ થાણાનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.

PM Starmer-Donald Trump
news.sky.com

X પર એક વિડીયો સંદેશ શેર કરતા PM સ્ટાર્મરે કહ્યું, 'ગઈકાલે મેં તમારી સાથે ગલ્ફની પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે, યુનાઈટેડ કિંગડમ ઈરાન પરના હુમલામાં સામેલ નથી.'

હુમલામાં બ્રિટનની સંડોવણી ન હોવા અંગે સમજાવતા, તેમણે કહ્યું કે, બ્રિટિશ જેટ ગલ્ફમાં 'સંકલિત રક્ષણાત્મક કામગીરી'ના ભાગ રૂપે હવામાં છે, કારણ કે ઈરાન બ્રિટિશ સંપત્તિ પર હુમલો કરી રહ્યું છે અને બ્રિટિશ લોકોને ગંભીર જોખમમાં મૂકી રહ્યું છે. તેમણે પુષ્ટિ આપી કે, ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવા માટે UK બેઝનો ઉપયોગ કરી શકે છે.

ડિએગો ગાર્સિયા ટાપુ હિંદ મહાસાગરમાં સ્થિત ચાગોસ ટાપુઓનો સૌથી મોટો ટાપુ છે. તે UK-USનું સંયુક્ત લશ્કરી થાણું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ મહત્વનું છે. બ્રિટન પાસે ડિએગો ગાર્સિયા પર 99 વર્ષનો લીઝ છે, જે હેઠળ બ્રિટન કોઈપણ વિક્ષેપ વિના લશ્કરી થાણું ચલાવવાનું ચાલુ રાખશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.