ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના એક કાર્યકર્તાએ ગ્રામજનોનો પીવાનું પાણી બંધ કરી દીધું. બે દિવસ સુધી, આખું ગામ પાણીના ટીપા-ટીપા માટે પરેશાન રહ્યું હતું. પરિસ્થિતિ એટલી ગંભીર થઇ ગઇ કે, મે મહિનાની ભીષણ ગરમી વચ્ચે, મહિલાઓને પાણી લેવા માટે તેમના ઘરોથી દૂર જંગલમાં જવાની ફરજ પડતી હતી. ગ્રામજનોએ બે દિવસ સુધી આ મુશ્કેલી સહન કર્યા પછી જ ભાજપ નેતૃત્વને આ અંગે જાણ થઈ. ચાલો જાણીએ ત્યારબાદ શું પગલાં લેવામાં આવ્યા?

womens
youtube.com

આ ઘટના વલસાડ જિલ્લામાં સ્થિત ગઢવી ગામમાં બની હતી. આ ગામ દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશની નજીક આવેલું છે અને આદિવાસી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ગઢવી ગામના તબાડમલ ફળિયાની નજીક રહેતા રહેવાસીઓ માટે પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ ગામમાં આશરે 700 લોકોની વસ્તી છે અને અહીં માત્ર એક જ બોરવેલ છે. એવો આરોપ છે કે ભાજપના કાર્યકર અમરેશ તુલજી બુધલેએ ગ્રામજનોને બોરવેલને સ્પર્શ કરવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. આ બોરવેલ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતની સરકારી જમીન પર બનાવ્યો છે.

કપરાડા તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાઈ હતી.

આ તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકોમાંથી 18 બેઠકો ભાજપના ઉમેદવારોએ જીતી હતી, જ્યારે બાકીની 4 બેઠકો કોંગ્રેસ પાર્ટીને ગઈ હતી. 17 મેના રોજ અમરેશે વિસ્તારના રહેવાસીઓને જણાવ્યું હતું કે આ શેરીમાં રહેતા 35 પરિવારો, જેમાં આશરે 200 લોકોનો સમાવેશ થાય છે તેમણે ચૂંટણીમાં ભાજપને મત આપ્યા નથી, એટલે પાણી બંધ કરાવી દીધું.

valsad-news2
youtube.com

ગઢવીના સરપંચ બાપુ ખારપ્રદે, જેઓ પોતે ભાજપના કાર્યકર છે, તેમણે જણાવ્યું હતું કે, અમારું ગામ કપરાડા તાલુકા પંચાયતની સુલિયા બેઠક હેઠળ આવે છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મનીષા ગોંડ સુલિયા બેઠક જીતી ગયા હતા. તેમણે મારી પુત્રવધૂ, યાશી મુકેશ ખારપ્રદેને હરાવી હતી, જે ભાજપના ઉમેદવાર હતા.

સરપંચ ખારપ્રદેએ વધુમાં જણાવ્યું કે 19 મેના રોજ, જ્યારે તેમને ખબર પડી કે અમરેશ ગ્રામજનોને બોરવેલમાંથી લેવા દેતો નથી, ત્યારે તેમણે આવી ચેતવણી આપી હતી કે આવું ન કરે. તેમણે ચેતવણી પણ આપી હતી કે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી હતી.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગામના રહેવાસી ભરત સુરુમે જણાવ્યું હતું કે, અમરેશે અમને કહ્યું કે આ બોરવેલ તેની વિનંતી પર કરવામાં આવ્યો હતો; તેથી, તેનો હક છે અને તે કોઈપણને તેનું પાણી વાપરતા અટકાવી શકે છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન, ભાજપને આ શેરીમાંથી ઓછા મત મળ્યા હતા. એટલે, તેણે જાહેર કર્યું કે તેમના પોતાના પરિવારના સભ્યો અને સંબંધીઓ સિવાય અન્ય કોઈને પણ બોરવેલમાંથી પાણી લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ હરકતને કારણે, ગામની મહિલાઓને પીવાનું પાણી લાવવા માટે ડુંગરાળ રસ્તાઓ પર લાંબા અંતરે જવાની ફરજ પડી હતી.

womens1
youtube.com

18 અને 19 મેના રોજ, તબાડમલ ફળિયાની મહિલાઓ માટીના ઘડામાં પાણી લાવવા માટે એક કિલોમીટરનું અંતર ચાલીને ગઈ. ત્યારબાદ, સ્થાનિક રહેવાસીઓએ કપરાડાના તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલ સમક્ષ ફરિયાદ નોંધાવી, જેમણે તાત્કાલિક ગામના તલાટીને આ બાબતમાં હસ્તક્ષેપ કરવા સૂચના આપી. તલાટીએ જણાવ્યું કે અમરેશે પોતાની ભૂલ સ્વીકારી છે અને લેખિત માફી માંગી છે, જેને ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓને મોકલી દેવામાં આવી છે. 20 મેના રોજ બોરવેલનું પાણી ફરીથી છોડવામાં આવ્યું હતું.

કપરાડાના ભાજપ ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે અમરેશ એક સક્રિય પાર્ટી કાર્યકર છે; ઘટનાની જાણ થતા જ તેમણે તરત જ તેમની સાથે વાત કરી. તેમણે અમરેશને કડક શબ્દોમાં કહ્યું આવી મૂર્ખતાપૂર્ણ વર્તન ન કરે. ત્યારબાદ, અમરેશ માની ગયો અને તેણે પાણી ખોલવાની મંજૂરી આપી.

About The Author

Related Posts

Top News

AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

તાજેતરમાં જ NEETની પરીક્ષાનું પેપર લીક થવાને લઈને ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી...
Gujarat 
AAP નેતા યુવરાજ સિંહ જાડેજાનો આરોપ- ટેલિગ્રામ ચેનલથી NEETના પેપરના નામે 5.74 કરોડ પડાવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ ભાજપના એક કાર્યકર્તાએ ગ્રામજનોનો પીવાનું પાણી બંધ કરી દીધું. બે દિવસ સુધી, ...
Gujarat 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ, ભાજપના કાર્યકર્તાએ ગ્રામજનોનું પાણી બંધ કરી દીધું

સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટો...
Business 
સરકારને મળવાના છે 2.87 લાખ કરોડ રૂપિયા, જાણો કોણ આપવાનું છે

ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?

તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને સત્તામાંથી બહાર કરી દેવામાં આવી છે, અને TVKના વડા થલાપતિ વિજય ...
National 
ભાજપનો પ્લાન શું છે? સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા સ્ટાલિનની DMKને NDAમાં લાવશે કે શું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.