વડોદરામાં કોંગ્રેસે સૌથી શિક્ષિત ઉમેદવાર ઉતાર્યા છે મેદાને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણા ઉમેદવારો ચર્ચામાં રહ્યા. પાર્ટીઓએ પાથરણા પાથરીને ગુજરાન ચલાવતી મહિલાઓને પણ ટિકિટ આપી છે તો પાર્ટીઓ હવે શિક્ષિત ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપી રહી છે. એવામાં વડોદરામાં કોંગ્રેસે P.hd હાંસલ કરી ચૂકેલા પ્રોફેસર નિકલુ પટેલને પ્રોફેસર બનાવીને ચૂંટણી રસપ્રદ બનાવી દીધી છે.  

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર-1 સૌથી વધુ ચર્ચિત બન્યો છે. કોંગ્રેસનો આ પ્રયાસ મતદારોમાં નવી છાપ ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીનો દાવો છે કે શિક્ષિત નેતૃત્વ શહેરના વિકાસ માટે વધુ યોગ્ય સાબિત થશે. વોર્ડ નંબર-1માં કોંગ્રેસે Ph.D ધરાવતા અને મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રના પ્રોફેસર નિકુલ પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

02

પ્રોફેસર તરીકે લાંબા સમયથી શિક્ષણક્ષેત્રમાં સેવાઓ આપતા નિકુલ પટેલ હવે જાહેર જીવનમાં પ્રવેશી રહ્યા છે. કોંગ્રેસે તેમને સૌથી વધુ શિક્ષિત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા છે. જે પાર્ટીની નવી રણનીતિનો ભાગ છે. તેમની ઉમેદવારીથી યુવા અને શિક્ષિત મતદારોમાં સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. પ્રોફેસર નિકુલ પટેલ માત્ર એકલા જ નહીં, પરંતુ કોંગ્રેસના 3 ભૂતપૂર્વ કોર્પોરેટર સાથે મળીને મજબૂત પેનલ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સંયોજનમાં એક તરફ નવી ઊર્જા અને શિક્ષણ છે તો બીજી તરફ અનુભવી નેતૃત્વનો પણ સહારો છે.

SR અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર આ પેનલ મતદારો વચ્ચે સક્રિય પ્રચાર કરી રહી છે. તેમના પ્રચાર અભિયાન દરમિયાન વિસ્તારોમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રોફેસર નિકુલ પટેલ અને તેમની ટીમને મતદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોમાં બદલાવની આશા અને શિક્ષિત નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે.

04

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વોર્ડ નંબર-1માં કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થશે. પ્રોફેસર નીકુલ પટેલનું માનવું છે કે શિક્ષણ અને પારદર્શિતાના આધાર પર તેઓ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ થશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ વખતે કોને મત આપીને વિજય અપાવે છે.

About The Author

Related Posts

Top News

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.