વરરાજાએ સુહાગરાતે સ્પર્શ કર્યો તો દુલ્હને મારી દીધી છરી, પછી પ્રેમી કાકા સાથે ફરાર થઈ ગઈ

ઉત્તર પ્રદેશના હાથરસથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુહાગરાતે દુલ્હને વરરાજા પર છરીથી હુમલો કરી દીધો, જેથી તેને ઇજા પહોંચી હતી. ત્યારબાદ દુલ્હન પ્રેમી કાકા સાથે ભાગી ગઈ. સૌથી મોટી વાત એ છે કે દુલ્હન ઘરથી દાગીના અને રોકડ રકમ પણ લઈ ગઈ. આ સમગ્ર મામલો નાગલા બસ્તીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એવું કહેવાય છે કે દુલ્હનનું તેના કાકા સાથે અફેર હતું. પરંતુ 21 ફેબ્રુઆરીએ લગ્ન બાદ 22 ફેબ્રુઆરીએ તે સાસરિયાના ઘરે પહોંચી હતી. સુહાગરાત પર વરરાજાને સ્પર્શ કરવા પણ ન દીધો. જ્યારે વરરાજાએ તેને સ્પર્શ કર્યો, ત્યારે તેણે તેના પર છરીથી હુમલો કરી દીધો અને પછી તેના કાકા સાથે ભાગી ગઈ. હાલમાં પીડિતની ફરિયાદ બાદ, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

bride2
x.com/i/grok

પીડિત વરરાજાએ જણાવ્યું કે, ‘હું 22 તારીખે, સુહાગરાતના દિવસે રાત્રે 9:00 વાગ્યે તેની પાસે ગયો. ત્યારબાદ મેં તેને સ્પર્શ કર્યો, પરંતુ તે ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે, ‘મારાથી દૂર રહેજે. હું મરી જઈશ અથવા મારી નાખીશ.’ પછી તેણે છરી કાઢી અને મારા હાથ પર ઘા કર્યો, જેનાથી મારો હાથ થોડો કપાઈ ગયો. આ ઘટના બાદ મેં સવારે તેના પરિવારજનોને ફોન કર્યો.

ફોન કરતા તેના કાકા-કાકી અને માતા આવ્યા. બધા સમજાવી રહ્યા હતા કે નવા-નવા લગ્ન કર્યા છે તો આવું થાય છે. પછી તેઓ બધા ચાલ્યા ગયા. ત્યારબાદ હું રાત્રે આ ડરથી તેનાથી અલગ ખાટલા પર સૂઈ ગયો. લગ્નના ત્રીજા દિવસે તે ઘરેથી ભાગી ગઈ. તે પોતાની સાથે લાખો રૂપિયાના સોનાના દાગીના પણ લઈ ગઈ. જ્યારે તે ઘરથી ભાગી ગઈ, ત્યારે તેણે પરિવારના ખોરાકમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો, જેના કારણે હું અને બીજા બધા બેભાન થઈ ગયા.

bride
x.com/i/grok

જ્યારે પરિવાર સવારે ઉઠ્યો, ત્યારે તે ન મળી. આ દરમિયાન આખા ઘરમાં તેની શોધખોળ કરવામાં આવી અને તેના પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કોઈ માહિતી ન મળી. આ દરમિયાન, જાણકારી સામે આવી કે તે તેના કાકા સાથે ભાગી ગઈ છે. કારણ કે તેના કાકા સાથે જ તેનું અફેર ચાલી રહ્યું હતું.

About The Author

Related Posts

Top News

CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવક તેની પરિણીત પ્રેમિકાના ઘરે રાત્રે 2 વાગ્યે...
National 
CRPF પોલીસ અધિકારી રાત્રે 2 વાગ્યે તેની પરિણીત પ્રેમિકાને મળવા ગયો, લોકોએ માર માર્યો

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.