જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

શનિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને દિલ્હી-NCRને એક મોટી ભેંટ આપી, પરંતુ, આ વિકાસની સૌથી રસપ્રદ તસવીર એરપોર્ટની આસપાસના ગામડાઓમાંથી આવી રહી છે, જ્યાં જમીન સંપાદન માટે મળેલા વળતરે સ્થાનિક ખેડૂતોની જીવનશૈલી સંપૂર્ણપણે બદલી નાખી છે.

15 કરોડ રૂપિયા અને હેલિકોપ્ટરનો જુસ્સો

કિશોરપુર અને પડોશી ગામડાઓના ખેડૂતોનો નવો જુસ્સો સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. એરપોર્ટના બાંધકામમાં સામેલ એક સબ-કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક ખેડૂતને તેની જમીનના બદલામાં આશરે 15 કરોડ રૂપિયાનું વળતર મળ્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રકમથી ખેડૂતે ન માત્ર પોતાના શોખ પૂરા કર્યા, પરંતુ હેલિકોપ્ટર પણ ખરીદ્યું. આટલું જ નહીં, આ ખેડૂત હવે તેના મિત્રો સાથે થાઇલેન્ડની યાત્રા પર જવાની તૈયારી કરી રહ્યો છે.

noida-airport

ફર્શ પરથી અર્શ સુધી: અજય બેનીવાલની કહાની

દૈનિક જાગરણના અહેવાલ મુજબ, આ બદલાવનું વધુ એક ઉદાહરણ અજય બેનીવાલ છે. અજય જણાવે છે કે તે એક સમયે આ પ્રદેશનો સૌથી ગરીબ રહેવાસીઓમાંથી એક હતો, પરંતુ એરપોર્ટ પ્રોજેક્ટે તેનું નસીબ બદલી નાખ્યું છે. આજે, તે એરપોર્ટ સાઇટ પર મજૂરો માટે એક નાની સર્વિસ ચલાવીને દર મહિને ₹60,000 કમાઇ રહ્યો છે. અહીં મજૂર કામ પર જતી વખતે તેમના હેલમેટ અને ચાવીઓ સુરક્ષિત રીતે જમા કરાવે છે.

રિયલ એસ્ટેટમાં ત્સુનામી જેવો ઉછાળો

એરપોર્ટની શરૂઆત સાથે, આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. વાણિજ્યિક મિલકતો અંગેની પૂછપરછમાં 75%નો વધારો થયો છે, જ્યારે રહેણાંક મિલકતો માટેની પૂછપરછમાં 56%નો વધારો થયો છે. નોઈડામાં માઇક્રો-માર્કેટ્સે છેલ્લા કેટલાક સમયમાં 5 ગણું વળતર આપ્યું છે. ખાસ કરીને યમુના એક્સપ્રેસવે કોરિડોરમાં પ્લોટના ભાવમાં 536% અને એપાર્ટમેન્ટના ભાવમાં 158%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

noida-airport.jpg-2

70 મિલિયન યાત્રીઓનું લક્ષ્ય

પબ્લેક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ વિકસાવવામાં આવેલા આ એરપોર્ટ તેના પ્રથમ તબક્કા દરમિયાન વાર્ષિક 12 મિલિયન મુસાફરોને સંભાળશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 70 મિલિયન મુસાફરો સુધી વધારવામાં આવશે, જેથી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પરનો ભાર ખૂબ ઓછો થશે.

About The Author

Related Posts

Top News

ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વિશ્વભરમાં જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ પેટ્રોલ અને LPGની અછત વર્તાઈ...
World 
ઈરાન સાથે યુદ્ધના કારણે ટ્રમ્પ સામે 'નો કિંગ્સ'નો બળવો, અમેરિકાથી યુરોપ સુધી પહોંચ્યો જનાક્રોશ

જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

શનિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને દિલ્હી-NCRને એક મોટી...
National 
જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ભારત સરકારે દેશમાં ઈંધણની સ્થિતિને લઈને તમામ માહિતી શેર કરતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ વચ્ચે, ભારત સરકાર...
National 
29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાતના IPS અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી (હાલ ડીઆઈજી) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી...
Gujarat 
ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.