ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાતના IPS અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી (હાલ ડીઆઈજી) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી છે. સત્તા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ તેમણે સમગ્ર રેન્જમાં સપાટો બોલાવતા 29 રીઢા ગુનેગારોની યાદી જાહેર કરી છે અને તેમના પર ઈનામોની પણ જાહેરાત કરી દીધી છે.

મહિલા દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી 37 IPS અધિકારીઓની બદલીમાં નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી રાજકોટ રેન્જની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યાના માત્ર 20 દિવસમાં જ તેમણે રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વોન્ટેડ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે.

nirlipt rai
aajtak.in

કુલ 29 આરોપીઓ લાંબા સમયથી ફરાર છે, જેમના વિરુદ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવી લેવામાં આવ્યા છે. આ ગુનેગારો વિશે ચોક્કસ માહિતી આપનાર નાગરિકો માટે ₹5,000 થી ₹20,000 સુધીના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ તડીપાર અને પાસા (PASA) હેઠળની કાર્યવાહી પણ તેજ કરી દેવામાં આવી છે.

નિર્લિપ્ત રાયે માત્ર ફિલ્ડ પર જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા અને પબ્લિક આઉટરીચ દ્વારા પણ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું છે. વ્યાજખોરોના ત્રાસથી પીડાતા નાગરિકો માટે તેમણે 1  અને 2 એપ્રિલના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજકોટ આઈજી ઓફિસ ખાતે ખાસ જનસંપર્ક બેઠકનું આયોજન કર્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને અપીલ કરી છે કે, વ્યાજખોરીનો ભોગ બનેલા નાગરિકોએ કોઈ પણ ડર રાખ્યા વગર રૂબરૂ આવીને પોતાની ફરિયાદ નોંધાવવી.

મૂળ ઉત્તર પ્રદેશના અને 2010 બેચના IPS અધિકારી નિર્લિપ્ત રાય તેમની કડક અને બાહોશ અધિકારી તરીકેની છબી માટે જાણીતા છે. અગાઉ તેમણે અમરેલી અને SMC માં રહીને દારૂ-જુગાર અને ખનીજ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું હતું. જાણકારોનું માનવું છે કે, સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે જ સરકારે તેમને ગાંધીનગરથી રાજકોટના મોરચે તૈનાત કર્યા છે. નિર્લિપ્ત રાયની આ આક્રમકતાથી સૌરાષ્ટ્રના પાંચેય જિલ્લાના અસામાજિક તત્વોમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

About The Author

Top News

જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

શનિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરીને દિલ્હી-NCRને એક મોટી...
National 
જમીનના બદલામાં મળ્યા રૂ. 15 કરોડ, ખેડૂતે હેલિકોપ્ટર ખરીદ્યું; હવે મિત્રો સાથે થાઇલેન્ડ જવાની તૈયારી

29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ભારત સરકારે દેશમાં ઈંધણની સ્થિતિને લઈને તમામ માહિતી શેર કરતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ વચ્ચે, ભારત સરકાર...
National 
29 માર્ચના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલ-LPG-કેરોસીનની શું છે સ્થિતિ, સરકારે આપી તમામ માહિતી

ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાતના IPS અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી (હાલ ડીઆઈજી) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી...
Gujarat 
ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાત ભાજપ પાસે સંગઠન છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ છે

ગુજરાતના રાજકારણમાં એક સર્વમાન્ય ચર્ચા છે કે "ભાજપ પાસે મજબૂત ‘સંગઠન’ છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ‘નેતાઓ’ છે." આ વાક્ય...
Politics 
ગુજરાત ભાજપ પાસે સંગઠન છે જ્યારે કોંગ્રેસ પાસે માત્ર નેતાઓ છે

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.