Kiaએ લોન્ચ કરી સૌથી નાની EV, 448 કિમી રેન્જ અને શાનદાર ફીચર્સ

Kiaએ સત્તાવાર રીતે EV2 લોન્ચ કરી દીધી છે, જેથી તે કંપનીના વૈશ્વિક ઇલેક્ટ્રિક વાહન લાઇનઅપમાં સૌથી સસ્તી કાર બની ગઈ છે. તે એક કોમ્પેક્ટ શહેરી SUV છે અને Kiaના ખાસ E-GMP પ્લેટફોર્મ પર બનેલી છઠ્ઠી ઇલેક્ટ્રિક કાર છે. તેનો ઉદ્દેશ્ય વધુ લોકો સુધી સસ્તી ઇલેક્ટ્રિક મોબિલિટી પહોંચાડવાનો છે. વૈશ્વિક બજારમાં આ કારની શરૂઆતી કિંમત 26,600 યુરો નક્કી કરવામાં આવી છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 23–24 લાખ રૂપિયા થાય છે.

EV2
kia.com

ડિઝાઇનની વાત કરીએ તો, EV2માં Kiaની નવી સ્ટાઇલ જોવા મળે છે. તેનો સંપૂર્ણ આકાર ICE એન્જિનવાળી સિરોસ સાથે થોડો હળેમળે છે. જેમાં બોક્સી ડિઝાઇન અને SUV જેવો મજબૂત લૂક છે. આગળ તરફ તેમાં ટાઇગર ફેસ ડિઝાઇનનું નવું રૂપ આપવામાં આવ્યું છે. સાથે જ વર્ટિકલી સ્પ્લિટ LED હેડલેમ્પ્સ, સીધું ફ્રન્ટ અને મજબૂત બોડી ક્લેડિંગ આપવામાં આવી છે.

Rahul Gandhi-Sonia Gandhi Health
livehindustan.com

બાજુઓ પર ક્લેડિંગ પાછળ સુધી જાય છે અને રિયર રિઝાઇન સાથે જોડાય છે. જ્યાં ટેલલેમ્પ નીચે તરફ લગાવવામાં આવ્યા છે, જેથી પાછળનો ભાગ સ્પષ્ટ અને સિમ્પલ દેખાય છે. પાતળો રિયર ગ્લાસ અને રૂફ પર સ્પોઈલર તેને મોડર્ન લૂક આપે છે. અંદરની વાત કરીએ તો EV2માં સેલ્ટોસથી પ્રેરિત ટેક્નોલોજીથી ભરપૂર કેબિન મળે છે. તેમાં ત્રિપલ સ્ક્રીન સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 12.3-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, 5.3-ઇંચનું HVAC કંટ્રોલ પેનલ અને 12.3-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. તેમાં બે-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને સિમ્પલ ઇન્ટિરિયર ડિઝાઇન આપવામાં આવી છે.

EV2
kia.com

ઇલેક્ટ્રિક કારના ફીચર્સ

ફીચર્સની વાત કરીએ તો, તેમાં હર્મન કાર્ડન ઓડિયો સિસ્ટમ, ડિજિટલ કી 2.0 અને એડવાન્સ ચર્જિંગ ફીચર્સ જેમ કે V2L (વ્હીકલ-ટૂ-લોડ) અને V2G (વ્હીકલ-ટૂ-ગ્રીડ) મળે છે. EV2ને 4-સીટર ઓપ્શનમાં પણ આપવામાં આવી રહી છે. જેમાં પાછળની સીટો સ્લાઇડ અને રિક્લાઇન થઈ શકે છે, જેથી આરામ અને ઉપયોગિતા વધે છે. આ સેટઅપમાં બૂટ સ્પેસ 403 લીટર સુધી મળે છે. તો 5-સીટર વર્ઝનમાં 362 લીટરની બૂટ સ્પેસ મળે છે. અને બંનેમાં 15-લીટર ફ્રંક (ફ્રન્ટ સ્ટોરેજ) પણ આપવામાં આવ્યું છે.

EV2
kia.com

EV2માં બે બેટરી વિકલ્પો મળે છે. બેઝ વર્ઝનમાં 42.2 kWhની LFP બેટરી છે, જેની WLTP રેન્જ 317 કિમી બતાવવામાં આવી છે. તો લોંગ-રેન્જ વર્ઝનમાં 61.0 kWhની NMC બેટરી મળે છે, જેનાથી એક વખત ચાર્જ કરવા પર 448 કિમી સુધી મુસાફરી કરી શકાય છે. બંને બેટરી વિકલ્પોમાં DC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે, જે બેટરીને 30 મિનિટથી ઓછા સમયમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ શકે છે. તેનું સ્ટાન્ડર્ડ વર્ઝન 2026ના પ્રથમ ક્વાર્ટર (Q1)માં બનાવવાનું શરૂ થશે, જ્યારે લોંગ-રેન્જ અને GT-લાઇન વર્ઝન જૂનમાં આવશે. Kiaએ હજુ સુધી જણાવ્યું નથી કે EV2 ભારતમાં લોન્ચ થશે કે નહીં.

About The Author

Related Posts

Top News

નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું- ગ્રાહકોને છેતરે છે વીમા કંપનીઓ, આ 5ને 8 કરોડનો દંડ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજયસભામાં માહિતી આપતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓ કોઇ પણ ગરબડ કરે તો તેને...
Business 
નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું- ગ્રાહકોને છેતરે છે વીમા કંપનીઓ, આ 5ને 8 કરોડનો દંડ

રાઘવ ચઢ્ઢા તો ભાજપમાં ગયા પણ સાથે-સાથે કેજરીવાલના 6 બીજા સાંસદો પણ લેતા ગયા, જણાવ્યું છોડવાનું કારણ

આજે દિલ્હીમાં એક મોટું રાજકીય તોફાન ઉઠ્યું છે. આમ આદમી પાર્ટીના સંસદીય પક્ષમાં મોટા ભાગલાના સમાચાર સામે આવ્યા છે. AAP...
National 
રાઘવ ચઢ્ઢા તો ભાજપમાં ગયા પણ સાથે-સાથે કેજરીવાલના 6 બીજા સાંસદો પણ લેતા ગયા, જણાવ્યું છોડવાનું કારણ

53 અને 55 વર્ષની બે મહિલાઓ 'મા' બનવા માંગે છે! હાઇ કોર્ટ પહોંચી

53 અને 55 વર્ષની બે પરિણીત મહિલાઓએ ભારતમાં પ્રજનનક્ષમતા સારવારને નિયંત્રિત કરતા કાયદાને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ કાયદો 50...
National 
53 અને 55 વર્ષની બે મહિલાઓ 'મા' બનવા માંગે છે! હાઇ કોર્ટ પહોંચી

ભારતમાં અમીરોની સંખ્યા વધી, દેશમાં 19877 લોકો એવા જેમની સંપત્તિ 250 કરોડથી વધુ, આ શહેરમાં સૌથી વધુ

ભારતમાં અમીર વ્યક્તિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ભારત હવે તેની અતિ-અમીર વસ્તીની દૃષ્ટિએ વૈશ્વિક સ્તરે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું...
Business 
ભારતમાં અમીરોની સંખ્યા વધી, દેશમાં 19877 લોકો એવા જેમની સંપત્તિ 250 કરોડથી વધુ, આ શહેરમાં સૌથી વધુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.