ડોલર પર જોવા મળશે ડોનાલ્ડ ટ્રમ્પની સહી

અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અમેરિકાની ચલણી નોટો (ડોલર) પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી જોવા મળશે. 1861માં ડોલર બિલની શરૂઆત થયા બાદ પ્રથમ વખત કોઈ વર્તમાન રાષ્ટ્રપતિની સહી ચલણ પર અંકિત કરવામાં આવશે.

અમેરિકી ટ્રેઝરી વિભાગ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આ વર્ષે ઉજવાઈ રહેલી અમેરિકાની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ (Semiquincentennial) સાથે સુસંગત છે.

અમેરિકી ટ્રેઝરર બ્રેન્ડન બીચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની માહિતી શેર કરતા જણાવ્યું હતું કે અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સહી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટની સહી સાથે ટૂંક સમયમાં યુએસ ચલણ પર દેખાશે. આ ઇતિહાસમાં પ્રથમ ઘટના છે, જે રાષ્ટ્રપતિના નેતૃત્વ અને આપણા મહાન રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણનું પ્રતીક છે.

નોટો પર સહી ઉપરાંત, આ મહિનાની શરૂઆતમાં એક ફેડરલ આર્ટ્સ કમિશને 24-કેરેટ સોનાના સ્મૃતિ સિક્કા માટેની અંતિમ ડિઝાઇનને પણ મંજૂરી આપી હતી. આ સિક્કા પર ટ્રમ્પની છબી હશે, જેમાં તેઓ 'રેઝોલ્યુટ ડેસ્ક' પર ઝૂકેલા અને મુઠ્ઠીઓ ભીંસેલી સ્થિતિમાં જોવા મળશે. ઇતિહાસમાં આ બીજી એવી ઘટના હશે જ્યારે કોઈ જીવંત રાષ્ટ્રપતિની છબી સિક્કા પર દર્શાવવામાં આવી હોય.

02

ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા અભૂતપૂર્વ આર્થિક વિકાસ અને ડોલરના વર્ચસ્વ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ ઐતિહાસિક સિદ્ધિઓને ઓળખવા માટે ડોલર પર તેમનું નામ હોવું એ સૌથી શક્તિશાળી રીત છે. અમેરિકાના 'ગોલ્ડન એજ' (સુવર્ણ યુગ) ના આર્કિટેક્ટ તરીકે ટ્રમ્પની છાપ નિર્વિવાદ છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, નવી ડિઝાઇન કરેલી નોટોમાં 165 વર્ષમાં પ્રથમ વખત 'યુએસ ટ્રેઝરર'ની સહી હટાવવામાં આવશે. ટ્રમ્પ અને સ્કોટ બેસેન્ટની સહીવાળી પ્રથમ $100ની નોટો જૂન મહિનામાં છાપવાનું આયોજન છે. આ નવી નોટોને બેંકો દ્વારા ચલણમાં આવતા થોડા અઠવાડિયાનો સમય લાગી શકે છે. હાલમાં ટ્રેઝરી વિભાગ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના કાર્યકાળના સેક્રેટરી જેનેટ યેલેન અને ટ્રેઝરર લિન માલેરબાની સહીવાળી નોટો છાપી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેના 'ડોન 3'  ફિલ્મના વિવાદને હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ...
Entertainment 
રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી (JSP) બેઠકોની દૃષ્ટિએ ખાતું પણ ખોલાવી શકી નહોતી...
Politics 
ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-05-2026 વાર - સોમવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.