EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન પરત કરવાને બદલે તેનો અંગત મોજશોખ અને સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવી હતી. બેંકની લોનની રકમ પરત ન ચૂકવતા CBI દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે EDએ તપાસ શરૂ કરી મિલકતો ટાંચમાં લીધી છે. હજુ તપાસમાં ઘણી વિગતો સામે આવે એવી સંભાવના છે.

શું છે આખો મામલો?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પાસેથી ઓમ ફેબના નામે 9.95 કરોડની ક્રેડિટ લાઇન (લોન) મંજૂર કરાવી હતી. આ રકમ વ્યાજ સાથે વધીને તાજેતરમાં 10.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. લોન લેવામાં આવી ત્યારે તેના માટે જે હેતુ દર્શાવવામાં આવ્યો હતો, તેના બદલે લુનિયાએ લોનનો ઉપયોગ હોમ લોન ચૂકવવા, સોનાં-ચાંદી ખરીદવા અને અન્ય કામોમાં કરવામાં આવ્યો હતો.

ED1
indiatvnews.com

લુનિયાની ઓમ ફેબ ઉપરાંત બાબા ટેક્સટાઇલ અને લક્ષ્મી ફેબ નામની કંપનીઓ પણ હતી. બેંકમાંથી લોન લઈને લુનિયાએ લોન પરત ચૂકવવાને બદલે આ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા તેમજ સોનાં-ચાંદીની ખરીદી અને હોમ લોનની ભરપાઈ કરવા ઉપયોગ કર્યો હતો.

ફક્ત એટલું જ નહીં લુનિયાએ લોન મેળવવા માટે વેલ્યુઅર મયુર શાહ સહિત અન્ય મળતિયાઓ સાથે મળીને મિલકતોનું વધુ મૂલ્યાંકન દર્શાવી બેંક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત બેંકના ધ્યાનમાં આવતા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ CBIએ ફરિયાદ નોંધી અને EDએ તપાસ શરૂ કરી મિલકતો જપ્ત કરી છે.

ED
indiatvnews.com

અગાઉ EDએ આરોપીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યારે આશરે 3.67 કરોડની ચીજવસ્તુ રીકવર કરવામાં આવીહતી. બે મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જોકે, તેની કિંમત 53.50 લાખ રૂપિયા છે પરંતુ, તેની હાલ બજાર કિંમત 4.65 કરોડ છે. આ કેસમાં હજી વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં બેન્કના કેટલાક અધિકારીઓએ અને અન્ય લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.