નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું- ગ્રાહકોને છેતરે છે વીમા કંપનીઓ, આ 5ને 8 કરોડનો દંડ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજયસભામાં માહિતી આપતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓ કોઇ પણ ગરબડ કરે તો તેને નજર અંદાજ કરવામાં આવતી નથી. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA)એ આવી 5 કંપનીઓ પર કાર્યવાહી કરી છે અને 8 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.

જેમાં રિલાયન્સ ઇન્શ્યોરન્સને 2 કરોડ,બજાજ ફાયનાન્સને 2 કરોડ, એચડીએફસી લાઇફને 2 કરોડ, સ્ટેટ બેંક લાઇફને 1 કરોડ અને રોયલ સુંદરમને 1 કરોડનો દંડ કરવામાં આવ્યો છે.

નિર્મલાએ કહ્યુ કે જો કોઇ ગ્રાહકોની સંમત્તિ વગર પોલીસી આપવામાં આવશે તો દંડ થશે. પોલીસી વેચતી વખતે માહિતી છુપાવવામાં આવશે તથા ભ્રામક દાવાઓ કરવામાં આવશે તો પણ દંડ કરવામાં આવશે.

નાણા મંત્રીએ કહ્યું કે, જો કોઇ વીમા કંપની તરફથી પરેશાની હોય તો IRDAની વેબસાઇટ અથવા સરકારી ફરિયાદ વિભાગ CPGRAMSને ગ્રાહક ફરિયાદ કરી શકે છે.

About The Author

Top News

ગુજરાતના આ ગામમાં દાયકાઓથી મૂળભૂત સુવિધાઓ પણ નથી, વોટ આપવો તો આપવો કોને?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘામો આજે શાંત થઈ જવાના છે. અને પછી 26 એપ્રિલે મતદાન થશે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે...
Gujarat 
ગુજરાતના આ ગામમાં દાયકાઓથી મૂળભૂત સુવિધાઓ પણ નથી, વોટ આપવો તો આપવો કોને?

નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું- ગ્રાહકોને છેતરે છે વીમા કંપનીઓ, આ 5ને 8 કરોડનો દંડ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજયસભામાં માહિતી આપતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓ કોઇ પણ ગરબડ કરે તો તેને...
Business 
નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું- ગ્રાહકોને છેતરે છે વીમા કંપનીઓ, આ 5ને 8 કરોડનો દંડ

રાઘવ ચઢ્ઢા તો ભાજપમાં ગયા પણ સાથે-સાથે કેજરીવાલના 6 બીજા સાંસદો પણ લેતા ગયા, જણાવ્યું છોડવાનું કારણ

આજે દિલ્હીમાં એક મોટું રાજકીય તોફાન ઉઠ્યું છે. આમ આદમી પાર્ટીના સંસદીય પક્ષમાં મોટા ભાગલાના સમાચાર સામે આવ્યા છે. AAP...
National 
રાઘવ ચઢ્ઢા તો ભાજપમાં ગયા પણ સાથે-સાથે કેજરીવાલના 6 બીજા સાંસદો પણ લેતા ગયા, જણાવ્યું છોડવાનું કારણ

53 અને 55 વર્ષની બે મહિલાઓ 'મા' બનવા માંગે છે! હાઇ કોર્ટ પહોંચી

53 અને 55 વર્ષની બે પરિણીત મહિલાઓએ ભારતમાં પ્રજનનક્ષમતા સારવારને નિયંત્રિત કરતા કાયદાને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ કાયદો 50...
National 
53 અને 55 વર્ષની બે મહિલાઓ 'મા' બનવા માંગે છે! હાઇ કોર્ટ પહોંચી
Copyright (c) Khabarchhe All Rights Reserved.