વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર વચ્ચે હવે ખેડૂતો માટે કેરી ચોરો નવો માથાનો દુઃખાવો બન્યા છે. પ્રતિકૂળ હવામાન અને ઓછા ઉત્પાદનનો માર વચ્ચે ખેડૂતો પાક બચાવવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વલસાડના પારડી તાલુકાના પોણીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આંબાવાડીની રખેવાળી કરવા માટે આધુનિક ટેકનોલોજીનો અનોખો સહારો લીધો છે. તેમણે વાડીમાં મોશન સેન્સર CCTV કેમેરા અને સાયરન સિસ્ટમ લગાવીને ચોરોને ભગાડવામાં સફળતા મેળવી છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, આ વર્ષે શરૂઆતથી જ વાતાવરણમાં આવેલા પલટાને કારણે વલસાડ જિલ્લામાં કેરીના પાકને મોટું નુકસાન થયું હતું, જેના લીધે ઉત્પાદન ઓછું થવાની શક્યતા સેવાઈ રહી છે. એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ બજારમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. આવા કપરા સમયે સીઝન શરૂ થતા જ જિલ્લાની આંબાવાડીઓમાં રાત્રે કેરી ચોરી કરવાની ઘટનાઓ વધતા ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.

farm
gujarati.news18.com

ચોરો સામે પરંપરાગત ચોકીદારી કામ આવી રહી નથી. પોણીયા ગામના ખેડૂત અલ્પેશ દેસાઈએ પોતાની વાડીમાં અત્યાધુનિક મોશન સેન્સરવાળી CCTV કેમેરા સિસ્ટમ સેટ કરી છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે જેવો કોઈ અજાણ્યો વ્યક્તિ વાડીની હદમાં પ્રવેશવાનો પ્રયાસ કરે, કે તુરંત જ ત્યાં જોરદાર સાયરન વાગવા લાગે છે. આ સાથે જ ખેડૂતના મોબાઈલ ફોન પર સીધો લાઈવ વીડિયો એલર્ટ અને મેસેજ પહોંચી જાય છે, જેથી ગમે ત્યાંથી વાડી પર નજર રાખી શકાય છે.

ખેડૂત અલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘કેરીનો પાક આ વખતે ખૂબ ઓછો છે, લગભગ 15-20 % જ પાક છે. સાથે માણસોની પણ ખૂબ અછત છે એટલે અમે આ વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. અમે અમારી આખી વાડી CCTV સાથે સિક્યુરિટી સર્વેલન્સમાં રાખી છે જે સોલારથી ચાલે છે એટલે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી નથી. અમે તેની અંદર મોશન સેન્સર પણ નાખ્યા છે એટલે કોઈપણ માણસ આવે કે તરત એલાર્મ ઓટોમેટિક એક્ટિવ થઈ જાય અને CCTV કેમેરા 278 ડિગ્રી સુધી ફરી શકે એટલે જે પણ માણસ હોય તે કેપ્ચર થઈ જાય. અંદર સાયરન પણ વાગે છે જેથી કોઈ માણસ ગેટ ખોલીને અંદર જવાનો પ્રયાસ કરે અથવા ગેટ પર ચડીને અંદર જવાનો પ્રયાસ કરે તે રોકાઈ જાય છે અને સાયરનના કારણે ભાગી જાય છે.

farm
gujarati.news18.com

બે દિવસ અગાઉ રાત્રિના સમયે કેટલાક ચોરો અલ્પેશભાઈની આંબાવાડીમાં ચોરીના ઇરાદે ઘૂસ્યા હતા. જોકે, તેઓ કેરીઓ ઉતારે તે પહેલા જ આધુનિક CCTV સેન્સર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી અને સાયરન ગુંજી ઉઠતા ચોરો વિલા મોઢે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ખેડૂતે આ CCTV ફૂટેજ મેળવીને પારડી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે અને સીઝન દરમિયાન વાડી વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે.

About The Author

Related Posts

Top News

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.