સંસદમાં થશે 'છાવા' નું સ્ક્રિનિંગ , પીએમ મોદીએ સિનેમા અને ફિલ્મની કરી પ્રશંસા

સંસદ ભવનના પુસ્તકાલય ભવનમાં બાલયોગી ઓડિટોરિયમમાં ગુરુવારે મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજ પર આધારિત હિન્દી ફિલ્મ 'છાવા'નું સ્ક્રિનિંગ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ આ ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપશે. સંભાજી મહારાજની ભૂમિકા ભજવનાર બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ સહિત ફિલ્મના તમામ કલાકારો અને ક્રૂ સભ્યો તે સ્ક્રીનિંગમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ લગભગ એક મહિના પહેલા આ ફિલ્મની પ્રશંસા કરી હતી, ત્યારબાદ હવે આ વીડિયો ANI દ્વારા તેના સોશિયલ મીડિયા પર ફરીથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

Chhaava2
matribhumisamachar.com

પીએમ મોદીએ 'છાવા'ની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી મોદીએ 21 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનને સંબોધતા કહ્યું, 'આ મહારાષ્ટ્ર અને મુંબઈ જ છે જેને મરાઠી અને હિન્દી સિનેમાને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે.' આ દિવસોમાં, છાવા દેશભરમાં ધૂમ મચાવી રહી છે. આ રૂપમાં, સંભાજી મહારાજની બહાદુરીનો પરિચય શિવાજી સાવંતની મરાઠી નવલકથામાં કરાવવામાં આવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, પ્રધાનમંત્રી તેમના કેબિનેટ સાથીદારો સાથે સંસદમાં 'ધ સાબરમતી રિપોર્ટ'ના ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.

Chhaava1
news18.com

બોક્સ ઓફિસ પર 'છાવા'ની ધૂમ 

આ વર્ષે 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ત્યારથી 'છાવા'એ જંગી કમાણી કરી છે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2025 માં  મોટી મેચ હોવા છતાં, લોકો છઠ્ઠા અઠવાડિયામાં પણ વિકી કૌશલની આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં ગયા હતા. સૈકનિલ્કના જણાવ્યા મુજબ, રવિવારે 'છાવા'ના કલેક્શનમાં 31%નો વધારો થયો હતો, જેણે 4.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેનાથી ભારતમાં તેનું કુલ કલેક્શન 583.35 કરોડ રૂપિયા થયું હતું. આ ફિલ્મે ₹780 કરોડની કમાણી કરી છે, જેમાંથી ₹90.50 કરોડ વિદેશમાં કલેક્શન થયા હતા.

About The Author

Top News

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, સાઉદી અરેબિયાએ 4,700થી વધુ...
World 
વર્ષે 42 અબજ કમાતા પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા 22 મિલિયન, સાઉદીએ 4700ને હાંકી કાઢ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.