પરિણીતિના લગ્નમાં કેમ ન આવી બહેન પ્રિયંકા, માતાએ કર્યો ખુલાસો

ફિલ્મ અભિનેત્રી પરિણીતિ ચોપરા (ParineetiChopra) અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે રાજસ્થાનના ઉદયપુરમાં થઇ ગયા. આ લગ્નમાં ઘણાં સગા સંબંધીઓ, બોલિવુડના કલાકારો અને રાજકરણીઓ સામેલ થયા હતા. આ બધાની વચ્ચે પરિણીતિની બહેન પ્રિયંકા ચોપરા (PriyankaChopra) લગ્નમાં નજર આવી નહીં. તે લગ્નમાં સામેલ થઇ નહોતી. હવે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ કારણ આપ્યું કે શા માટે પ્રિયંકા બહેન પરિણીતિના લગ્નમાં સામેલ થઇ શકી નહીં.

લગ્ન પછી પ્રિયંકાની માતા મધુ ચોપરા પરત ફરી રહ્યા હતા. ત્યારે જ એરપોર્ટ પર પત્રકારોએ તેમને પ્રિયંકાના ગેરહાજર રહેવાનું કારણ પૂછી લીધું. જેના પર મધુ ચોપરાએ કહ્યું કે, તે કામ કરી રહી છે ત્યાં. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે લગ્ન ખૂબ જ સરસ રહ્યા. સાથે જ તેમણે કહ્યું કે, લગ્નમાં કોઇ પણ રીતના ગીફ્ટ લેવામાં આવ્યા નહીં. તેમના અનુસાર કોઇ લેવડ-દેવડ થઇ નથી. માત્ર આશીર્વાદ જ પૂરતા છે. તેમને પૂછવામાં આવ્યું કે લગ્નમાં પરિણીતિ કેવી લાગી રહી હતી તો તેમણે જવાબ આપ્યો કે, પરિણીતિ એમ પણ સુંદર છે અને લગ્નમાં વધારે સારી લાગી રહી હતી.

પરિણીતિએ શેર કરી લગ્નની તસવીરો

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા. લગ્નનાં સ્થળ પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણાં સુરક્ષાકર્મીઓ વેન્યૂની આસપાસ હતા. બોટથી વરઘોડો લઇ રાઘવ પરિણીતિની પાસે પહોંચ્યા અને લગ્નની વિધિઓ શરૂ થઇ. ફેન્સ રવિવારથી લગ્નની તસવીરોની રાહ જોઇ રહ્યા હતા. જોકે સોમવારે સવારે પરિણીતિએ તેના લગ્નની તસવીરો ફેન્સ સાથે શેર કરી.

 
 
 
View this post on Instagram

A post shared by Varinder Chawla (@varindertchawla)

પ્રિયંકા ચોપરા લગ્નમાં હાજર તો ન રહી પણ તેણે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવ્યા બાદ બહેન પરિણીતિને કમેન્ટ દ્વારા શુભકામના પાઠવી. પ્રિયંકાએ કહ્યું કે, મારી દુઆઓ તારી સાથે છે. આ ઉપરાંત પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી જેમાં તે તેની દીકરી માલતી સાથે સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.