- Gujarat
- વાવની પેટા ચૂંટણીમાં ઠાકોર વર્સીસ રાજપૂતનો જંગ જામશે
વાવની પેટા ચૂંટણીમાં ઠાકોર વર્સીસ રાજપૂતનો જંગ જામશે
.jpg)
બનાસકાંઠાની વાવ બેઠક પરથી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોર લોકસભા 2024 લડ્યા હતા અને જીત્યા હતા એટલે તેમની આ વિધાનસભા બેઠક ખાલી પડવાને કારણે ચૂંટણી પંચે 13 નવેમ્બરની તારીખ જાહેર કરી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. મતલબ કે વાવમાં આ વખતે ઠાકોર વર્સીસ રાજપૂતનો જંગ જામશે.
સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022 વિધાનસભામાં ગેનીબેન ઠાકોર સામે લડ્યા હતા, પરંતુ 15061 મતથી હારી ગયા હતા.સ્વરૂપજી ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2019માં અપક્ષ લોકસભા લડ્યા હતા.
ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદની પેટા ચૂંટણી જીત્યા હતા, પરંતુ 2022માં ભાજપના શંકરસિંહ ચૌધરી સામે હારી ગયા હતા. તેમના દાદા હેમાભાઇ રાજપૂત જ્યારે વાવ-થરાદ ભેગી વિધાનસભા હતી તે વખતે 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા.-
Top News
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત
Opinion
-copy.jpg)