હિંમતનગરમાં 18 ગામના હજારો લોકો કેમ ભેગા થયા, તંત્રને આપ્યું 15 દિવસનું અલ્ટિમેટમ

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે HUDAમાં હિંમતનગર આસપાસની 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો આ 11 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને લઈને આજે હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર આવેલા કાંકરોલ પાસેના સ્વાગત પાર્ટી પ્લોટમાં ખેડૂતોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં 11 ગામોના ખેડૂતો તેમના પરિવાર અને સંબંધીઓ સાથે જોડાયા હતા.

આ જના મહાસંમેલન માટે પાર્ટી પ્લોટમાં 15 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આખેઆખા ગામના તમામ જ્ઞાતિના ખેડૂતો તેમના પરિવારો સાથે ટ્રેક્ટર ભરી ભરીને મહાસંમેલનમાં આવ્યા હતા. આ બધા ખેડૂતો ‘HUDA હટાવો જમીન બચાવો.ના નારા લગાવી રહ્યા હતા સાથે જ હાથમાં પ્લેકાર્ડમાં પણ ગામના નામ સાથે હુડા હટાવો, જમીન બચાવોના નારા લખવામાં આવ્યા હતા.

HUDA.jpg-3

હિંમતનગરના ખેડૂતોનો વિરોધ શહેરી વિકાસના વિરુદ્ધમાં નહીં, પરંતુ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમની જોગવાઈઓ સામે છે. આ જોગવાઈઓ હેઠળ ખેડૂતોની 100% જમીનમાંથી 40% જમીન જાહેર હેતુઓ માટે નાણાકીય વળતર વિના કપાતમાં જઈ શકે છે.

ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે તેમની આજીવિકા મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે. જો 40% જમીન કપાત જશે, તો બાકીની 60% જમીનમાં તેમને આર્થિક રીતે ટકવું મુશ્કેલ બનશે. અગાઉ અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં જમીનના ભાવ વધ્યા હતા, જેથી 40% કપાત બાદ પણ ખેડૂતોને ફાયદો થયો હતો, પરંતુ હિંમતનગરમાં મોટાભાગના લોકોનું જીવન જમીન પર નિર્ભર હોવાથી આ જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.​​​​​​

HUDA.jpg-2

આ ખેડૂત મહાસંમેલનમાં HUDA રદ કરવાની માગ સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે કહ્યું કે HUDAHUDA લાવવાવાળાઓને હટાવવા માટે હિંમતનગર તાલુકાના તમામ ખેડૂતો અમારી સાથે છે. અમે 15 દિવસમાં HUDA રદ કરવાનું અલ્ટીમેટમ આપીએ છીએ. જો HUDA રદ કરવામાં નહીં આવે તો અમે નેતાઓનો ઘેરાવ કરીશું અને ગાંધીનગર ઉપરાંત દિલ્હી જઈને પણ વિરોધ કરીશું. HUDA વિરોધના ડ્રાફ્ટ પ્લાન રજૂ થયા બાદ હિંમતનગરનાં 11 ગામના લોકોએ HUDA વિરોધી સંકલન સમિતિ બનાવી છે, જે આ સમગ્ર આંદોલનનું સંચાલન કરી રહી છે. એક મહિનાથી આ વિરોધ જન આંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે.

આ અગાઉ 20 સપ્ટેમ્બરના રોજ માર્કેટયાર્ડમાં 10,000 લોકોનું જનસંમેલન યોજાયું. ત્યારબાદ 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમીએ દરેક ગામમાં 'હુડાસૂર'ના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. 5 ઓક્ટોબરના રોજ બેરણા ગામમાં 'હુડાસૂર'ના બેસણાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મહિલાઓએ છાજિયાં લીધાં હતા. 16 ઓક્ટોબર: હિંમતનગરમાં 2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ સિવાય કાંકણોલ અને નવાગામના આક્રોશ સંમેલન પહેલાં અસરગ્રસ્ત ગામોમાં ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે.

HUDA

કાંકણોલના ડેપ્યુટી સરપંચ બિરેન પટેલે ચીમકી આપી છે કે, ‘જો HUDA રદ નહીં થાય તો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થશે. જ્યારે નવાગામના ગેટ પર HUDAને સમર્થન આપતા રાજકીય નેતાઓને પ્રવેશબંધીના મોટાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. ગામના ક્ષત્રિય સમાજના લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે, ‘અમે ખેડૂત ખાતેદાર છીએ, જો HUDA રદ નહીં થાય તો આવનારી ચૂંટણી અમે જ તમને હરાવવા નીકળી જઈશું.

HUDA એટલે શું?

HUDA એટલે શું? HUDA એટલે Himatnagar Urban Development Authority થાય છે. ગાંધીનગરમાં GUDA, વડોદરામાં VUDA, સુરતમાં SUDA, રાજકોટમાં RUDA છે એવી જ રીતે હિંમતનગરમાં હવે HUDA બનવા જઈ રહ્યું છે, જેનો હિંમતનગરના લોકો સખત વિરોધ કરી રહ્યા છે. Urban Development Authority જે ભારતના શહેરોમાં રસ્તા, ગટર, લાઈટ વગેરેનો વિકાસ કરે છે.

HUDA.jpg-4

સામાન્ય ભાષામાં કહીએ તો જ્યારે કોઈ નાનું શહેર મોટું બને અને વસ્તી વધે તેમજ તેનું ક્ષેત્રફળ પણ દિવસે ને દિવસે વધે છે. તો તે શહેરની આસપાસના વિસ્તારના વિકાસની જવાબદારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવતી હોય છે. તેના માટે જે-તે શહેરના નામ સાથે UDAની રચના કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.