આવું કેમ? છોકરી જો શાંત હોય તો ગાય કહેવાય અને છોકરો જો શાંત તો ગધેડો!

કેમ બાકી ખરું કહ્યું કે?

આપણે ત્યાં આ વાત સંભળાવવામાં (sarcasm) અનેકવાર ઉપયોગમાં લેવાય છે.

છોકરી જ્યારે કહ્યાગરી શાંત હોય ત્યારે વખાણ રૂપે કહેવાય કે... ગાય જેવી છે.

છોકરો જ્યારે શાંત કહ્યાગરો હોય ત્યારે નિંદા રૂપે કહેવાય કે... ગધેડા જેવો છે, જેમ હંકારો એમ જાય અને જેમ કહો એમ ભાર ઉપાડે!

હવે હું મારો સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કરું...

દીકરીના વખાણ થાયને કે ગાય જેવી છે ત્યારે હું સમજી જાઉં છું કે એ દીકરીના બધા જ સપનાં રગદોડાય ગયા હાશે, એ ક્યાંક મન મનાવતી હશે, ક્યાંક મજબૂર હશે... એટલે એ ગાય જેવી કહેવાય છે! દીકરીને ગાય જેવી પવિત્ર ઉપમા અપાય તે સારું પણ મજબૂર કરીને ગાય જેવી ઉપમા અપાય એનો હું સ્પષ્ટ પણે નિંદક છું અને એવી દીકરીઓને હું એક ભાઈ વાલી તરીકે સાથ આપવામાં કંઈ જ ખોટુ સમાજતો નથી.

દીકરીઓને જીવવા દો... એમના સપનાં પૂરા કરવા દો.

હવે વાત કરીએ શાંત કહ્યાગરા છોકરાની. આવા સહજ સરળ સ્વભાવના છોકરાઓને ગધેડાની ઉપમા નિંદાત્મક રીતે આપવામાં આવે છે! આ સારા સંસ્કારને નિંદાત્મક રીતે ગધેડા જેવા મૂગા પશુ સાથે શું કામે સરખાવામાં આવે છે એ મને આજ સુધી નથી સમજાતું.

વાત કરવી જોઈશે મુંગા નિર્દોષ ગધેડાની.

ગધેડું શબ્દનો આપણો સમાજ નિંદાત્મક રીતે એની ઉપમા આપવા માટે ઉપયોગ કરે. ખરું ને? તમે પણ ક્યારેક ગુસ્સામાં કોઇકને કહ્યું કે કહેતા હશો... ગધેડા જેવો છે!

કેમ ભાઈ આ ગધેડા સાથે તમને શું વાંધો છે?

એક મુંગા પશુ ગધેડાએ તમારું શું બગાડ્યું?

ગધેડાએ તમારા સામાનનું વજન ઉપાડી તમારી વ્યવસ્થાઓ સાચવી એ તમને નથી દેખાતું?

પાવાગઢ, અંબાજી ગબ્બર, વૈષ્ણોદેવી કંઇક બીજા ગિરીમથકો પર ગધેડા સામાન પહોચાડી પ્રવાસન સ્થળો અને માતાજીના સ્થાનકોની વ્યવસ્થા જાળવે એ તમે નથી જોયું?

આ કહ્યાગરું મુંગુ પ્રાણી જેને આપણે ગધેડું નામ આપ્યું છે એને પ્રેમથી ગધેડું કહોને. એ ખૂબ સારું છે. નિર્દોષ છે. શાકાહારી છે. તમને ઉપયોગી સેવા કરે તેવું છે.

તમે ઘોડો પાળો તો તમારો સમાન ભાર ઉંચકે?

તમે કૂતરાને પાળો તો તમારું વજન ઊંચકે?

સૌના ગુણ અલગ... ઘોડો સારો, કૂતરો પણ સારો પણ ગધેડું પણ સારું છે. કહોને ગધેડું સારું, બિચારાની નિંદા શું કામ કરો. વફાદારીમાં ગધેડું પણ કંઈ ઓછું નથી.

હું આપને જણાવું, ગુજરાત સરકારમાં એક ખુબ ઉચ્ચ અધિકારી શ્રી જેમનું અહીં નામ નથી જણાવી રહ્યો તેઓ એમના ઘરે ગધેડા પાળતા. એવા સરસ ચોખ્ખા, નિર્દોષ અને ખુશ ખુશાલ રમતા ગધેડા જોઈને અને એમના ઉછેર વિશે સંભાળીને મને આશ્ચર્ય થતું!

એમના એ પાલકભાવને ખૂબ આદરભાવે હું સદૈવ મારી લાગણીઓથી બિરદાવું છું. ગર્વ થાય આવા લોકો પર જેઓ લાગણીઓને સમજે.

મારી એક વ્યક્તિગત્વ વાત પણ અહીં કહીશ.

જેમની સાથે મારે કંઈ જ લેવા-દેવા નથી, નથી હું જેમનો પ્રતિસ્પર્ધી, નથી મારે કોઇ વેપારી લેવડ-દેવડ કે બીજું કંઈ છતાં મને કેટલાક લોકો અવારનવાર ગધેડો કહે છે!

મારા જીવનમાં મારા આદર્શ એવા આપણા દેશના હાલના બે શિર્ષસ્થ નેતૃત્વના કહ્યાગરા ગધેડા તરીકે કેટલાક નિંદકો અવારનવાર મારી નિંદા કરે અને કહે કે...

ઉત્કર્ષ પટેલ તો ***** નું કહ્યાગરું ગધેડું છે! એ લોકો જેમ કહે તેમ મજૂરી કરે અને ભાર ઉપાડે.

મારા નીંદકો આવું કહે ત્યારે એ નીંદકો માટે ગુસ્સાનો ભાવ કે તિરસ્કારનો ભાવ હું રાખતો નથી કેમકે હું સમજું છું કે મારે મારી સંબંધોની ખાનદાની વફાદારી નિભાવવાની છે અને મારા માટે ગધેડાની ઉપમા એ વખાણ બરાબર છે નહીં કે નિંદા, તિરસ્કાર.

અગત્યનું...

જ્યારે જ્યારે

છોકરી ગાય જેવી કહેવાય ત્યારે એ દીકરીની ચિંતા કરવી

અને

છોકરો ગધેડા જેવો કહેવાય ત્યારે સમજી જવું કે એ છોકરો સંયમી, કહ્યાગરો અને સારો જ હશે.

વિશેષમાં મૂંગા પ્રાણીને વધુ તિરસ્કાર ના કરશો, એને પ્રેમથી જતન કરજો.

(સુદામા)

About The Author

UD Picture

Top News

શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા...
Travel 
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) પહેલા, ગુજરાત ટાઇટન્સે એક મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ...
Sports 
ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 11-03- 2026 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ, મુખ્યમંત્રી મમતા બેનર્જી ફૂલ ફોર્મમાં દેખાય રહ્યા છે. તેઓ મોદી સરકારને રાજકીય કઠેડામાં ઊભી...
Politics 
એક સત્ર, બે મહાભિયોગ પ્રસ્તાવ... સરકાર કેવી રીતે પાર પાડશે નૈયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.