એક શાકભાજી વેચનાર 11 કરોડની લોટરી જીત્યો, પૈસા ઉછીના લઈને ઇનામની રકમ લેવા પંજાબ ગયો

જ્યારે કોઈની પાસે અચાનક ઘણા બધા પૈસા આવી જાય તો આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે, 'શું તમને કોઈ લોટરી લાગી કે?' રાજસ્થાનના એક શાકભાજી વેચનાર સાથે પણ કંઈક આવું જ બન્યું. વિચિત્ર વાત તો એ છે કે, જ્યારે શાકભાજી વેચનારને તેણે જીતેલા રૂ. 11 કરોડ લેવા માટે બોલાવવામાં આવ્યો, ત્યારે તેની પાસે ત્યાં જવા માટે પણ પૈસા નહોતા. તેને રૂ. 11 કરોડ લેવા માટે પંજાબ જવું પડે તેમ હતું. આ પછી, એક મિત્રએ તેને મદદ કરી, અને તે ઇનામ લેવા માટે પંજાબ જઈ શક્યો. ચાલો આપણે સંપૂર્ણ વિગત જાણી લઈએ.

Shop-Owner-Lottery-2

અમિત સેહરા રાજસ્થાનના જયપુરમાં રહે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, તે લારી પર શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા, તેણે પંજાબના ભટિંડામાં એક દુકાનમાંથી લોટરી ટિકિટ ખરીદી હતી. આ લોટરીનું નામ પંજાબ સ્ટેટ લોટરી-દિવાળી બમ્પર 2025 હતું. લોટરીના પરિણામો 31 ઓક્ટોબરે જાહેર થયા હતા, અને અમિત સેહરાએ રૂ. 11 કરોડ જીત્યા હતા. ખુશી વ્યક્ત કરતા અમિતે કહ્યું, 'ઉપરવાળાએ મને ખુબ મોટી ભેટ આપી છે. હું આ જીતથી ખૂબ ખુશ છું. હવે મારી બધી સમસ્યાઓનો અંત આવશે. મારી પરિસ્થિતિ સુધારી જશે.' મંગળવારે, અમિત, તેની પત્ની અને બે બાળકો સાથે, ચંદીગઢમાં પંજાબ સ્ટેટ લોટરી ઓફિસમાં પહોંચ્યા, જ્યાં તેમને જીતેલી રકમના 11 ચેક આપવામાં આવ્યા.

Shop-Owner-Lottery-3

કૌન બનેગા કરોડપતિમાં જ્યારે કોઈ મોટી રકમ જીતે છે, ત્યારે અમિતાભ બચ્ચન તેમને પૂછતા હોય છે, 'તમે આટલી મોટી રકમનું શું કરશો?' હવે, અમિત સેહરાએ તો 11 કરોડ રૂપિયા જીતી લીધા છે. આ પ્રશ્ન પૂછવામાં આવતા, તે કહે છે કે, તે જીતેલા પૈસા તેના બે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેમના શિક્ષણ પર ખર્ચ કરશે.

Shop-Owner-Lottery-4

પરંતુ આ વાર્તામાં અમિતનો એક મિત્ર પણ છે. તે જ મિત્ર જેણે તેને પંજાબ જવા માટે મદદ કરી હતી. તેના કારણે જ અમિત પંજાબ પહોંચી શક્યો અને લોટરીના પૈસા મેળવી શક્યો. તેથી, કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, અમિતે તેના મિત્ર મુકેશને પણ 1 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. આ એક ઉદાહરણ છે કે, કેવી રીતે એક નાની મદદ કોઈનું ભાગ્ય બદલી શકે છે. સેહરાની વાર્તા દર્શાવે છે કે નસીબ સામાન્ય માણસના જીવનમાં તેનું નસીબ ક્યારેય પલટી જઈ શકે છે.

Shop-Owner-Lottery-5

સૌથી રસપ્રદ વાત એ છે કે, ઇનામ જાહેર થયા પછી અમિતનો સંપર્ક કરવો મુશ્કેલ હતો. લોટરી ટિકિટ ખરીદતી વખતે તેણે પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો, પરંતુ ત્યારપછી તેનો મોબાઇલ ફોન ખરાબ થઈ ગયો, જેના કારણે તેનો નંબર બંધ હતો. લોટરી વિભાગ અને ટિકિટ વેચનારએ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે અમિતે સામેથી તેઓનો સંપર્ક કર્યો અને પોતાનો દાવો રજૂ કર્યો.

About The Author

Top News

ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

હોળી-ધૂળેટી બાદ હવે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીને લઈને 'યલો...
Gujarat 
ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની સતત બીજી જીત બાદ અને ફાઇનલમાં જીત બાદ, BCCIએ ટીમને એક મોટું...
Sports 
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે...
National 
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ભારતમાં Hyundai Vernaના અપડેટેડ મોડલને લોન્ચ કરી છે. આ કારને 10.98 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી...
Tech and Auto 
25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો
Copyright (c) Khabarchhe All Rights Reserved.