પ્રયાગરાજમાં લેટે હનુમાન મંદિર કોરિડોર પર આર્મીએ પહોંચીને બંધ કરાવ્યું નિર્માણ કાર્ય

જ્યાં વિવાદ છે ત્યાં મંદિર છે. મંદિરની બાજુમાં મુઘલ કાળનો કિલ્લો બનેલો છે. આ કિલ્લા પર સેનાનો અધિકાર છે. હનુમાન મંદિર પણ કિલ્લાની નજીક છે અને તેનાથી એ સાબિત થઈ રહ્યું છે કે મંદિર પરિસરની જમીન સેનાની છે. બીજી તરફ ફેઝ-2ના નિર્માણ કાર્યમાં કોઈ ગરબડી હોત, તો તેના પર રોક લગાવવા માટે PWDની ટીમ જઈને ત્યાં નિર્માણ કાર્ય રોકી શકતી, પરંતુ સેનાએ ઉતરીને નિર્માણ કાર્ય રોકવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (PDA) અને સેના વચ્ચે જમીનને લઈને સમજૂતી થઈ હતી. આ સમજૂતી હેઠળ PDA ખરી ન ઉતરી. આ કારણે સેનાના જવાનોને ગ્રાઉન્ડ પર પહોંચીને નિર્માણ કાર્ય રોકવું પડ્યું.

Hanuman-temple-corridor3
hindi.news18.com

બુધવારે બપોરે 12:00 વાગ્યાની આસપાસ અડધા ડઝનથી વધુ જવાન મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તેમણે નિર્માણ કાર્ય બંધ કરાવી દીધું. કહેવામાં આવ્યું હતું કે, જમીનને લઈને સેના અને PDA વચ્ચે થયેલી સમજૂતીમાં થઈ રહેલા વિલંબને કારણે કાર્ય બંધ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ. PDA તરફથી 32 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચ કરીને સંગમ વિસ્તારમાં લેટે હનુમાન મંદિર કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Hanuman-temple-corridor3
hindi.news18.com

 

કોરિડોરના નિર્માણમાં સેનાની જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેના બદલામાં, નેહરુ પાર્ક પાસે સેનાને જમીન આપવાની સમજૂતી થઇ હતી. અત્યાર સુધી PDA તરફથી સેનાને જમીનના બદલામાં જમીન આપવામાં આવી નથી. મહાકુંભ અગાઉ, લેટે હનુમાન મંદિર કોરિડોરના પ્રથમ ફેઝનું નિર્માણ PDA તરફથી લગભગ પૂર્ણ થઈ ગયું છે. ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે, જે બંધ કરાવી દેવામાં આવ્યું છે. નિર્માણના બીજા ફેઝમાં, મંદિરનું ગર્ભગૃહ અને એક વિશાળ મંડપનું નિર્માણ થવાનું છે. PDA સચિવ અજીત સિંહે કહ્યું કે, ‘સેના તરફથી લેટે હનુમાન મંદિર કોરિડોરનું નિર્માણ બંધ કરાવવામાં આવ્યું છે. સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત ચાલી રહી છે. પરસ્પર સહમતિથી નિર્માણ ટૂંક સમયમાં જ ચાલુ થઈ જશે. જમીન અદલા-બદલીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

wife
crimejunction.com

 

સમજૂતી મુજબ, નહેરુ પાર્ક પાસે વહેલી તકે સેનાને આપી દેવામાં આવશે. તપાસ કરતા જાણવા મળ્યું કે જે નિર્માણ કાર્ય કરવા માટે પહેલા 100થી વધુ કર્મચારી અને મજૂરો લાગેલા રહેતા હતા ત્યાં હવે સન્નાટો છે. એક પ્રોજેક્ટ મેનેજર અને 3 એન્જિનિયર સુપરવાઇઝર સ્થળ પર ઉપસ્થિત હતા. પ્રોજેક્ટ મેનેજરનું કહેવું છે કે અમે ઉપરથી આવેલા ઓર્ડરને ફોલો કરીએ છીએ. અત્યારે કામ બંધનો ઓર્ડર મળ્યો છે. અમને કામ ફરી ચાલું કરવાનો ઓર્ડર મળશે, તો કામ ચાલુ થઈ જશે.

Top News

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.