ન વર્દીમાં રીલ્સ બનાવો, ન કોઈ બીજો વીડિયો.., આ રાજ્યના પોલીસકર્મીઓને ફરમાન

રાજસ્થાન પોલીસે મંગળવારે પોતાના કર્મચારીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે, એ મુજબ, તેમણે વર્દીમાં સોશિયલ મીડિયા પર એવા વીડિયો, રીલ કે સ્ટોરી પોસ્ટ કરતા દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, જે પોલીસના કામ સાથે જોડાયેલા નથી. આ એડવાઇઝરીનું ઉલ્લંઘન કરતા પકડાવા પર પોલીસકર્મીઓને સખત વિભાગીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાન પોલીસના DGP યુ.આર. સાહૂ તરફથી બધા જિલ્લાના પોલીસ અધિકારીઓને આ સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા છે.

DGP સાહૂએ કહ્યું કે, પોલીસકર્મીઓ માટે વર્દીમાં પોતાના વીડિયો, રીલ્સ અને સ્ટોરી પોસ્ટ કરવી કે અપલોડ કરવી નિયમો વિરુદ્ધ છે. જેનો પોલીસના કામ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે, તેનાથી વિભાગની ગરિમા અને છબી પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. કંટ્રોલિંગ ઓફિસર એવી પોસ્ટ કરનારા કર્મચારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી સુનિશ્ચિત કરે. યુઆર સાહૂએ રાજ્યના બધા અધિક્ષકો, કમાન્ડેન્ટ્સ અને અન્ય પોલીસ અધિકારીઓને નિર્દેશિત કર્યા છે કે ભવિષ્યમાં કોઈ પણ પોલીસકર્મી પોલીસ સાથે સંબંધિત કાર્ય સિવાય કોઈ પણ પ્રકારના વીડિયો, રીલ્સ, સ્ટોરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ ન કરે.

DGP સાહૂ તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે પોલીસની વર્દી જનતા પ્રત્યે પ્રતિબદ્ધતા, સમર્પણ અને જવાબદારીનું પર્યટક છે. આપણે તેનો ઉપયોગ કરતી વખત અત્યંત સાવધાની અને ગંભીરતા રાખવી જોઈએ. DGP યુઆર સાહૂએ નિર્દેશમાં કહ્યું કે, સોશિયલ મીડિયા પર વર્દીમાં અનુચિત સામગ્રી પ્રસારિત કરવી, ન માત્ર અનુશાસનહીના સંકેત છે, પરંતુ એ જનતા વચ્ચે વિશ્વાસ પણ નબળો કરે છે. કોટા પોલીસે સૌથી પહેલા આ આદેશ જાહેર કર્યો હતો. તો હવે તેને રાજ્ય સ્તર પર જાહેર કરી દેવામાં આવ્યો છે. હવે રાજસ્થાનના પોલીસકર્મી વર્દીમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવતા નજરે નહીં પડે.

Related Posts

Top News

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Politics  Health 
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
National 
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.