- Business
- અદાણી ગ્રુપના શેરનો પાવર, માર્કેટ કેપ 1 લાખ કરોડ પાર, મહિનામાં 109 ટકા ઉછળ્યો
અદાણી ગ્રુપના શેરનો પાવર, માર્કેટ કેપ 1 લાખ કરોડ પાર, મહિનામાં 109 ટકા ઉછળ્યો

અદાણી પાવર અદાણી ગ્રુપની છઠ્ઠી એવી કંપની બની ગઇ છે જેનું માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર કરી ગયું છે. સાથે સાથે સોમવારે શેરનો ભાવ પણ ઓલટાઇમ હાઇ 270.80ની નજીક પહોંચતો નજરે પડ્યો હતો. છેલ્લાં 1 મહિનામાં જ અદાણી પાવરનો શેર 109 ટકા જેટલો વધી ગયો છે. એક વર્ષની વાત કરીએ તો ઓ શેરમાં 165 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. મતલબ કે ગૌતમ અદાણી તો કમાણીની હરણફાળ ભરે જ છે, પરંતુ સાથોસાથ રોકાણકારોને પણ ટુંક સમયમાં જ ધૂમ કમાણી કરવાની તક મળી છે.
અદાણી ગ્રુપની કંપનીઓમાં Adani Green Energy, Adani Transmission, Adani Enterprise, Adani ports,Adani Total Gas આ 5 કંપનીઓનું માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર કરી ગયું હતું, હવે અદાણી પાવર છઠ્ઠી કંપની બની છે જેનું માર્કેટ કેપ પણ 1 લાખ કરોડને પાર કરી ગયું છે.
આ પાવર સ્ટોકમાં આ વર્ષની શરૂઆતથી જ તેજી જોવા મળી હતી. બજારના જાણકારોનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ 2021-22માં પાવર કંપનીઓનું ચોથા ત્રિમાસિક ગાળામાં મજબુત પ્રદર્શન રહેશે. જેને કારણે મોટાભાગના પાવર શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઉપરાંત બજારના જાણકારોનું એ પણ માનવું છે કે પાવર વિતરણ કંપનીઓ તરફથી બાકી નિકળતા નાણાંની ચૂકવણીને કારણે પાવર પ્રોડ્યૂર્સ કંપનીઓનો કેશ ફલોમાં મજબુતી આવવાની પણ સંભાવના છે.
આ વર્ષના માર્ચ મહિનાના મધ્યથી આખા દેશમાં તાપમાનનો પારો જબરદસ્ત ઉંચો રહેવાને કારણે વિજળીની માંગમાં એકાએક વધારો થયો છે. જેને કારણે માંગ અને પુરવઠા વચ્ચે અંતર વધતું જોવા મળી રહ્યું છે.
અદાણી પાવરે તાજેતરમાં જ રાજસ્થાનની સરકારી વિજળી વિતરણ કંપની પાસેથી બાકી નિકળતી 3,000 કરોડની રકમ મેળવી હતી. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાનની વિજળી વિતરણ કંપનીને બાકી નાણાં ચુકવવા માટે આદેશ કર્યો હતો.
બજારના જાણકારોનું માનવું છે કે પાવર સેક્ટરમાં તમામ વધારાના સુધારા કરવામાં આવ્યા જેને કારમે પણ પાવર શેરોમાં તેજી જોવા મળી રહી છે. દેશમાં શહેરી વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. કોરોના મહામારી પછી છેલ્લાં કેટલાંક મહિનાઓથી આર્થિક ગતિવિધીઓમાં પણ ખાસ્સો સુધારો આવ્યો છે. વિશ્વસનીય પાવર સપ્લાયની વધી રહેલી માંગને કારણે પાવર સેક્ટરમાં અનેક તકો ઉભી થઇ છે. જેની અસર પાવર શેરોમાં દેખાઇ રહી છે.
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
