અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે. એક સમાચાર એજન્સીની રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે, અત્યાર સુધી અમેરિકામાં દવા કંપનીઓને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.

દાયકાઓથી, અમેરિકા વિદેશી દવાઓને તેની સરહદોમાં ટેરિફ-મુક્ત પ્રવેશની મંજૂરી આપી રહ્યું છે, પરંતુ યુરોપ સાથે તાજેતરમાં થયેલા એક વેપાર કરારમાં, અમેરિકાએ દવાઓ સહિત કેટલાક યુરોપિયન માલ પર 15 ટકા ડ્યુટી લાદી છે. દવાઓ પર 200 ટકા ટેરિફ લાદવાથી અમેરિકામાં દવાઓ ખૂબ મોંઘી થશે અને તે ટ્રમ્પના વચનની વિરુદ્ધ પણ છે.

Trump, Tariffs on Pharma
livehindustan.com

એક સમાચાર એજન્સીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કડક ટેરિફ લાદવાથી પ્રતિકૂળ અસર પડશે, તેમજ પુરવઠા પર પણ અસર પડશે. સસ્તી વિદેશી દવાઓ અમેરિકામાંથી બહાર થઇ જશે અને દવાઓની અછત સર્જાશે.

ભારે ટેરિફ દવાઓના સ્ટોકમાં પણ ભારે ઘટાડો કરશે. 25 ટકા ટેરિફ પણ સ્ટોકમાં 10થી 14 ટકાનો ઘટાડો કરી શકે છે. ટ્રમ્પે દવા ઉત્પાદકો પર US માટે કિંમતો ઘટાડવાનું પણ દબાણ કર્યું છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, તેમણે ઘણી કંપનીઓને પત્રો મોકલીને વિનંતી કરી છે કે, તેઓ મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) હેઠળ USમાં કિંમત નિર્ધારણ શરૂ કરવાની યોજના બનાવે.

Trump, Tariffs on Pharma
hindi.news18.com

તેમણે કહ્યું કે, તેઓ ટેરિફને એક કે દોઢ વર્ષ માટે મુલતવી રાખશે, જેનાથી કંપનીઓને દવાઓનો સ્ટોક કરવાની અને ઉત્પાદનને USમાં શિફ્ટ કરવાની તક મળશે.

નાણાકીય સેવા કંપની INGના આરોગ્યસંભાળ અર્થશાસ્ત્રી ડાયડ્રિચ સ્ટેડિગે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ગ્રાહકોને ટેરિફથી સૌથી વધુ અસર થશે, કારણ કે તેમને મોંઘી દવાઓ ખરીદવી પડશે. આનાથી દવાઓ માટે ચૂકવણી કરનારાઓ પર સીધી અસર પડી શકે છે અને પરોક્ષ રીતે વીમા પ્રીમિયમમાં વધારો થઈ શકે છે.

જેફરીઝના વિશ્લેષક ડેવિડ વિન્ડલે તાજેતરના સંશોધન નોંધમાં જણાવ્યું હતું કે, 2026ના બીજા ભાગ પહેલાં લાગુ ન કરાયેલ ટેરિફ સ્ટોરેજને કારણે 2027 અથવા 2028 સુધી તે ક્ષેત્રો પર કોઈ અસર કરશે નહીં. ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે, ટ્રમ્પ 200 ટકાથી ઓછા ટેરિફ માટે સમાધાન કરશે. નિષ્ણાતો કહે છે કે, અમેરિકામાં બનેલી દવાઓ પર કોઈ ટેરિફ રહેશે નહીં.

Trump, Tariffs on Pharma
livemint.com

જોકે, અમેરિકામાં દવા ફેક્ટરી બનાવવી માત્ર ખર્ચાળ નથી, પરંતુ તેમાં ઘણા વર્ષોનો સમય પણ લાગશે. આવી સ્થિતિમાં, ટ્રમ્પનો ટેરિફ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર લાગુ થઈ શકે છે.

મોટાભાગની જેનેરિક દવાઓ અમેરિકામાં વેચાય છે. રિટેલ અને મેઇલ-ઓર્ડર ફાર્મસીઓમાં વેચાતી લગભગ 92 ટકા દવાઓ જેનરિક દવાઓ છે. જેનેરિક દવાઓ બનાવતી કંપનીઓ ઓછા નફા પર કામ કરે છે અને તેઓ વધુ ટેક્સ ચૂકવી શકશે નહીં. વિશ્લેષકો કહે છે કે, કેટલીક કંપનીઓ ટેક્સ ચૂકવવાને બદલે અમેરિકન બજાર છોડી શકે છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.