- National
- એ 14 સવાલ જે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે પ્રેસિડેન્શિયલ રેફરેન્સ માટે મોકલ્યા છે
એ 14 સવાલ જે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે પ્રેસિડેન્શિયલ રેફરેન્સ માટે મોકલ્યા છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટને એક રેફરન્સ મોકલીને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની શક્તિઓ સાથે સંબંધિત 14 મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર તેમનો અભિપ્રાય માગ્યો છે. 13 મે 2025ના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણની કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટને એક દુર્લભ સંદર્ભ આપ્યો, જેમાં કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની શક્તિઓ સાથે સંબંધિત 14 મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પર તેમનો અભિપ્રાય માંગ્યો છે.
આ બધા પ્રશ્નો બિલોને સ્વીકૃતિ આપવાના અધિકાર સાથે સંબંધિત છે, જે તામિલનાડુ રાજ્ય વિરુદ્ધ તામિલનાડુના રાજ્યપાલ (2025)માં સુપ્રીમ કોર્ટના નિર્ણયમુ અનુકરણ કરે છે, જ્યાં કોર્ટે બંધારણીય અધિકારીઓને તેમની સમક્ષ રજૂ કરાયેલા બિલો પર કાર્યવાહી કરવા માટે સમય મર્યાદા નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ બિલોને સ્વીકૃતિ આપવાની શક્તિ સાથે જોડાયેલા આ પ્રશ્નો પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવશે.
રાષ્ટ્રપતિ દ્વારા ઉઠાવવામાં આવેલા 14 પ્રશ્નો નીચે મુજબ છે:
1. ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ કોઈ બિલ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમની પાસે કયા બંધારણીય વિકલ્પો ઉપલબ્ધ છે?
2. ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ બિલ રજૂ કરવામાં આવે ત્યારે શું તેઓ મંત્રી પરિષદની સહાય અને સલાહથી બંધાયેલા છે?
3. શું ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા બંધારણીય વિવેક અથવા વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?
4. શું ભારતીય બંધારણની કલમ 361 ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવે છે?
5. બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદા અને રાજ્યપાલ દ્વારા શક્તિઓના ઉપયોગની રીતના અભાવમાં, શું રાજ્યપાલ દ્વારા ભારતના બંધારણની કલમ 200 હેઠળ તમામ શક્તિઓના પ્રયોગ માટે ન્યાયિક આદેશોના માધ્યમથી સમયા મર્યાદા લાગૂ કરી શકાય છે અને પ્રયોગની રીત નિર્ધારિત કરી શકાય છે?
6. શું ભારતના બંધારણની કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકાધિકારનો ઉપયોગ વાજબી છે?
7. રાષ્ટ્રપતિ દ્વારા શક્તિઓના ઉપયોગ માટે બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદા અને રીતના અભાવમાં શું ભારતના બંધારણની કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે ન્યાયિક આદેશોના માધ્યમથી સમય મર્યાદા લાગૂ કરી શકાય છે અને પ્રયોગની રીત નિર્ધારિત કરી શકાય છે?
8. રાષ્ટ્રપતિની શક્તિઓને નિયંત્રિત કરનારી બંધારણીય યોજનાના આલોકમાં, શું રાષ્ટ્રપતિએ ભારતના બંધારણની કલમ 143 હેઠળ સંદર્ભ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેવા અને જ્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિની સહમતિ માટે અથવા કોઈ બિલ અનામત રાખે છે ત્યારે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે?
9. શું ભારતના બંધારણની કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણય, કાયદા લાગૂ થવાથી પહેલાં તબક્કામાં વાજબી છે? શું કોર્ટોને કોઈ બિલ કાયદો બને તે અગાઉ કોઈપણ સ્વરૂપમાં, તેના વિષય-વસ્તુ પર ન્યાયિક લેવાની મંજૂરી છે?
10. શું બંધારણીય સત્તાઓના પ્રયોગ અને રાષ્ટ્રપતિ/રાજ્યપાલના આદેશોને ભારતના બંધારણની કલમ 142 હેઠળ કોઈપણ રીતે પ્રસ્થાપિત કરી શકાય છે?
11. શું ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલની સહમતિ વિના રાજ્ય વિધાનસભા દ્વારા બનાવવામાં આવેલ કાયદો લાગૂ કાયદો છે?
12. ભારતના બંધારણની કલમ 145(3)ની હેઠળ માનનીય કોર્ટની કોઈપણ બેન્ચ માટે પહેલા એ અનિવાર્ય નથી કે તેની સમક્ષ કાર્યવાહીમાં સામેલ પ્રશ્ન બંધારણના અર્થઘટન જેવા કાયદાના પર્યાપ્ત પ્રશ્નો સામેલ છે અને તેને ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની બેન્ચને સનદરભિત કરવામાં આવે?
13. શું ભારતના બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટની શક્તિઓ પ્રક્રિયાગત કાયદાની બાબતો સુધી મર્યાદિત છે અથવા શું ભારતના બંધારણની કલમ 142 નિર્દેશો/આદેશો પસાર કરવા સુધી વિસ્તારીત છે જે બંધારણ અથવા લાગૂ કાયદાની હાલની મૂળ અથવા પ્રક્રિયાગત જોગવાઈઓથી વિપરીત અથવા અસંગત છે?
14. શું બંધારણ, સુપ્રીમ કોર્ટને ભારતના બંધારણની કલમ 131 હેઠળના દાવા સિવાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદોનું સમાધાન કરવા માટે કોઈ અધિકારક્ષેત્ર પર પ્રતિબંધ લગાવે છે?

