પતિએ પોલીસને કહ્યું, 'સાહેબ, પત્નીના પ્રેમ સંબંધોથી હું કંટાળી ગયો છું... તે ઘણી વખત ઘરેથી ભાગી ગઈ છે'

ઉત્તર પ્રદેશના કૌશામ્બીથી એક કૌટુંબિક વિવાદ સામે આવ્યો છે. એક પુરુષે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેની 45 વર્ષીય પત્ની એક યુવાન પાડોશી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે તેને કારણે તે તેને છોડીને ઘણી વખત ઘરેથી ચાલી ગઈ છે. પીડિત પતિ કહે છે કે, આવું કઈ પહેલી વાર નથી બન્યું; આ પહેલા પણ તે ઘણી વખત ઘર છોડીને ભાગી ચૂકી છે. તેણે હવે કંટાળીને કેસ દાખલ કરવાની માંગ કરી છે.

આ આખો મામલો મંઝનપુર કોતવાલી વિસ્તારનો છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત પતિએ જણાવ્યું હતું કે, તેની પત્નીને પડોશમાં રહેતા નીરજ નામના યુવક સાથે ઘણા લાંબા સમયથી અફેર હતું. તેણે એવો આરોપ મુક્યો છે કે, 28 જાન્યુઆરીએ આ યુવક તેની પત્નીને લલચાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. પરિવારે તેની ખૂબ શોધખોળ કરી, પરંતુ તેની કોઈ ખબર મળી ન હતી. ત્યારપછી, તે પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

Manzanpur-Police-Station
bhaskar.com

પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત પતિએ જણાવ્યું હતું કે, 'સાહેબ, હું મારી પત્નીના પ્રેમ સંબંધોથી કંટાળી ગયો છું. આ પ્રેમ સંબંધોને કારણે તે પડોશમાં રહેતા યુવક સાથે ઘણી વખત ઘરેથી ભાગી ચુકી છે. દર વખતે હું તેને શોધીને ઘરે લઇ આવું છું અને થોડા સમય પછી ફરીથી ભાગી જાય છે. મારી પત્ની તેની ભૂલ સ્વીકારી લે છે અને સામાજિક કલંક લાગવાના ડરને કારણે, મેં હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી. પરંતુ હવે તેનું ઘરેથી ભાગી જવાનું ખૂબ જ વધી ગયું છે. મારી પત્ની ફરીથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. આરોપી યુવક સામે કેસ દાખલ કરો.'

પતિનું કહેવું છે કે, તે આ પરિસ્થિતિથી માનસિક રીતે ખુબ જ અસ્વસ્થ છે. ફરિયાદના આધારે, પોલીસે આરોપી યુવક સામે કેસ નોંધી લીધો છે અને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ કહે છે કે, બંનેને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Wife-Eloped1
aajtak.in

સર્કલ ઓફિસર (CO) શિવાંક સિંહે જણાવ્યું હતું કે, પીડિત પતિની ફરિયાદના આધારે આરોપી યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ શમસાબાદ ચોકીના ઇન્ચાર્જ અતુલ શ્રીવાસ્તવને સોંપવામાં આવી છે. પોલીસ બંને પક્ષોના નિવેદનો નોંધશે અને તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?

ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય...
Opinion 
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?

HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા...
National 
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?

ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને નવા નિયમો બહાર પાડ્યા છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નિર્દેશોમાં રાષ્ટ્ર ગીત ગાવા...
Education 
ક્યારે વંદે માતરમ વગાડવું ફરજિયાત છે? ક્યારે ક્યારે ઊભા રહેવું જરૂરી છે? જાણી લો સરકારે બહાર પાડેલા નવા નિયમો વિશે

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

Opinion

એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું? એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય...
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
Copyright (c) Khabarchhe All Rights Reserved.