મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી જનરલ એવોર્ડ મળ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના પીસકીપિંગ કામગીરી દરમિયાન અસાધારણ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. મેજર સ્વાતિને ‘Equal Partners, Lasting Peace’ પ્રોજેક્ટ પરના તેમના કાર્ય માટે આ પુરસ્કાર મળ્યો છે, જેણે દક્ષિણ સુદાનમાં મહિલાઓની સલામતીમાં વધારો કર્યો છે. તેમણે દક્ષિણ સુદાનમાં તૈનાત ભારતીય ટીમનો અસરકારક રીતે ઉપયોગ સ્થાનિક સમુદાયો સાથે મજબૂત સંબંધો બનાવવા માટે કર્યો.

31 વર્ષીય મેજર સ્વાતિના નેતૃત્વમાં ભારતીય ટીમે સમુદ્ર, જમીન અને હવાઇ માર્ગે પેટ્રોલિંગ કરીને દૂરના વિસ્તારોમાં મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરી. આ પહેલોએ 5,000થી વધુ મહિલાઓ માટે સલામત વાતાવરણ બનાવ્યું અને તેમને તેમના સમુદાયોમાં સક્રિય રીતે ભાગ લેવાની તક મળી. તેમના પ્રોજેક્ટ, ‘Equal Partners, Lasting Peace’, દ્વારા સ્થાનિક સમુદાયોમાં મહિલાઓ માટે સમાન અધિકારો સુરક્ષિત કરવામાં મેજર સ્વાતિના અસાધારણ કાર્ય કર્યા, જેને UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઓળખ્યા અને હવે તેમને સન્માનિત પણ કર્યા છે.

sudan
deccanherald.com

પુરસ્કારની જાહેરાત કરતા ગુટેરેસે કહ્યું કે આ મિશને UNMISSમાં લિંગ-સમાવેશક અભિગમ વધુ મજબૂત કર્યો છે. આ પુરસ્કાર એ પહેલોને માન્યતા આપે છે, જે લૈંગિક સમાનતા અને સંવેદનશીલતા સાથે શાંતિ નિર્માણને પ્રોત્સાહન આપે છે. મેજર સ્વાતિએ 4 ફાઇનલિસ્ટમાં સૌથી વધુ મત મેળવીને પુરસ્કાર જીત્યો. સ્વાતિના પિતા આર. શાંતા કુમાર, જેઓ ભારતીય સેનામાં ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ (EME)ના કોર્પ્સમાં અધિકારી છે, તેમણે કહ્યું કે તેમને તેમની પુત્રી પર દેશની સેવા કરવા બદલ ગર્વ છે. પરંતુ દરેક માતા-પિતાની જેમ, તેઓ પણ તેના વિશે ચિંતિત હતા, કારણ કે તેમને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરવું પડે છે. તેમણે ઉમેર્યું કે, ‘આ પુરસ્કાર તેની મહેનત અને શિસ્તની માન્યતા છે, જેનાથી અમને ખૂબ જ ખુશી અને ગર્વ થયો.

શાંતા કુમારે કહ્યું કે સ્વાતિએ બેંગલુરુમાં અભ્યાસ કર્યો હતો અને ન્યૂ હોરાઇઝન કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયા બાદ ભારતીય સેનામાં કમિશન મેળવ્યું હતું.

મેજર સ્વાતિ કોણ છે?

મેજર સ્વાતિ લગભગ 15 મહિનાથી દક્ષિણ સુદાનમાં છે. તેમના પિતા શાંતા કુમારે કહ્યું કે તે આવતા મહિને ભારત પરત ફરી શકે છે. ત્યારબાદ, તેમને સિકંદરાબાદમાં પોસ્ટ કરવામાં આવશે. શાંતા કુમાર ITCમાં કામ કરતા હતા અને 3 વર્ષ પહેલા સેવામાંથી નિવૃત્ત થયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (TOI) સાથે વાત કરતા તેમણે કહ્યું કે સ્વાતિ તેમના પરિવારના પ્રથમ સભ્ય છે, જેઓ સેનામાં ગયા છે.

બેંગલુરુના લિંગરાજપુરમના રહેવાસી મેજર સ્વાતિએ સેન્ટ ચાર્લ્સ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ક્રાઇસ્ટ કોલેજમાંથી પ્રી-યુનિવર્સિટી (PU) પૂર્ણ કરી અને પછી ન્યૂ હોરાઇઝન કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિગ્રી પૂર્ણ કરી. તેમના માતા રાજામણિ એક સરકારી શાળાના નિવૃત્ત મુખ્ય શિક્ષિકા છે. રાજામણિ કહે છે કે, ‘કેમ્પસ સિલેક્શન દ્વારા સ્વાતિને IBMમાં પસંદ કરવામાં આવી હતી. તેમણે ત્યાં એક વર્ષ કામ કર્યું. ત્યારબાદ, તેમણે ભારતીય સેનામાં જોડાવાનું નક્કી કર્યું. અમને તેમની ઉપલબ્ધિઓ પર ખૂબ ગર્વ છે. તે અમારી 3 પુત્રીઓમાં સૌથી મોટી છે. અમારી બીજી પુત્રી ધૃતિ, ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહી છે, અને અમારી સૌથી નાની, મૈત્રી રામૈયા કોલેજમાંથી MBBS કરી રહી છે.

Major-Swathi1
currentaffairs.adda247.com

સ્વાતિએ SSB પરીક્ષા પાસ કરીને OTAમાં તાલીમ પૂર્ણ કરી અને પછી ભારતીય સેનાના કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ (EME)માં સામેલ થઈ ગયા. દક્ષિણ સુદાનમાં તેમની ટીમના સભ્ય નીતુ તેમના વિશે કહે છે કે તેઓ તેમની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવે છે અને આખી ટીમને સશક્ત બનાવી રાખે છે.

હિંસાથી સૌથી વધુ પ્રભાવિત વિશ્વના સૌથી નવા દેશ દક્ષિણ સુદાનમાં મહિલાઓની ભયાનક પરિસ્થિતિ સુધારવા માટે UN શાંતિ રક્ષા ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારતીય સૈનિકોને પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય સશસ્ત્ર દળો હાલમાં સંયુક્ત રાષ્ટ્રના 14 શાંતિ રક્ષા મિશનમાંથી સાતમાં સામેલ છે. આમાં લેબનોન (UNIFIL), કોંગો (MONUC), સુદાન (UNMISS), ગોલાન હાઇટ્સ (UNDOF), આઇવરી કોસ્ટ (MINUSTAH) અને લાઇબેરિયા (UNMIL)નો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

માઇક્રોસોફ્ટ તેની ખાસ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી રહ્યું છે. અમેરિકન ટેક કંપનીએ 9 ફેબ્રુઆરીથી...
Tech and Auto 
9 ફેબ્રુ.થી ગૂગલ પ્લે સ્ટોર- એપલ સ્ટોર પરથી હટી જશે આ એપ, માઇક્રોસોફ્ટની જાહેરાત

વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરતા પહેલા શું કરે છે? રાજકોટ વન-ડે અગાઉ ખુલાસો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14 જાન્યુઆરીએ રાજકોટમાં બીજી વન-ડે રમાશે. ભારતે વડોદરામાં પહેલી વન-ડે 4 વિકેટથી જીતી હતી, જેમાં...
Sports 
વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરતા પહેલા શું કરે છે? રાજકોટ વન-ડે અગાઉ ખુલાસો

10 મિનિટની ડિલિવરીને સરકારની લાલબત્તી, મંત્રીએ બ્લિન્કીટ, ઝોમેટો અને સ્વિગી સાથે વાત કરી

હવે ક્વિક કોમર્સના 10-મિનિટ ડિલિવરી મોડેલ અંગે સરકાર કડક બની છે. ડિલિવરી બોય્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારે હસ્તક્ષેપ...
Business 
10 મિનિટની ડિલિવરીને સરકારની લાલબત્તી, મંત્રીએ બ્લિન્કીટ, ઝોમેટો અને સ્વિગી સાથે વાત કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.