- National
- HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?
HDFC બેંક વિવાદ: ‘હું ઠાકુર છું’ બાદ, ‘હું બ્રાહ્મણ છું’ પણ સામે આવી; જાણો કોણે શું કહ્યું?
કાનપુરમાં HDFC બેંકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બેંક કર્મચારી આસ્થા સિંહ ગુસ્સામાં કહેતી જોવા મળે છે કે, ‘હું ઠાકુર છું.’ હવે, વાયરલ વીડિયોની બીજો પક્ષ પણ સામે આવ્યો છે. બીજો પક્ષ રીતુ ત્રિપાઠી છે. ABP ન્યૂઝ મુજબ, રીતુ ત્રિપાઠી અને તેના પતિએ કહ્યું કે તેઓ બેંકના વલણથી પરેશાન હતા.
તેમણે જણાવ્યુ હતું કે, ‘બેંક મેનેજર અને ક્લસ્ટર હેડનું પણ યોગ્ય વર્તન નહોતું, જેના કારણે તેણે રાજીનામું આપ્યું હતું. રીતુએ દાવો કર્યો હતો કે તે દિવસે જે બન્યું તેમાં આસ્થાએ સૌથી પહેલા ગેરવર્તન કર્યું હતું. રીતુના પતિએ રડતા કહ્યું કે, ‘શું બ્રાહ્મણ હોવું પાપ છે? હાં, હું બ્રાહ્મણ છું.’ રીતુએ કહ્યું, ‘જો તે ઠાકુર છે, તો હું બ્રાહ્મણ છું.’
https://twitter.com/ANI/status/2021153739420336596?s=20
વીડિયો વાયરલ થયા બાદ આસ્થા સિંહે કહ્યું કે, ‘જે રીતે આ બાબત બતાવવામાં આવી છે તે સાચી નથી. આ બાબત કોઈપણ ગ્રાહક સાથે સંબંધિત નથી. આ અમારી સાથે કામ કરતી એક મહિલા કર્મચારીના પતિ સાથે જોડાયેલો મામલો છે.’
https://twitter.com/BrajTripathy/status/2021222740250833311?s=20
તેણે આગળ કહ્યું કે, ‘મહિલા કર્મચારીના પતિએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું. તેણે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ, મને જે યોગ્ય લાગ્યું તે મેં કર્યું. જો કોઈ મને મારી જાતિ પૂછી રહ્યું છે કે, ‘કઈ જાતિની છે, વધુ ઘમંડ અને હેકડી છે, તો મને મારી જાતિનો પુરાવો આપવાનું યોગ્ય લાગ્યું, અને મેં આપ્યો.’
વધુમાં આસ્થાએ કહ્યું કે, ‘હું ઠાકુર છું. મને તેના પર ગર્વ છે. બળજબરીથી આને જાતિવાદનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. મારો જેની સાથે વિવાદ થયો તે બ્રાહ્મણ છે, અને અમે બ્રાહ્મણોનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. હું કાયદાકીય કાર્યવાહી કરીશ કારણ કે સોશિયલ મીડિયા પર મારી છબી ખરડાઈ છે. હું તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવા માંગુ છું.’

