‘તે મારું નાક કપાવી નાખ્યું...’, દીકરી પ્રેમી સાથે સાસરિયાના ઘરેથી ભાગી ગઈ, પિતાએ કાસળ કાઢી નાખ્યું; માતાએ...

મધ્ય પ્રદેશના ભિંડમાં, એક પિતાએ સામાજિક કલંકને કારણે ગોળી મારીને તેની દીકરીનો જીવ લઈ લીધો. તેની 19 વર્ષની દીકરી તે જ ગામના એક છોકરા સાથે પ્રેમમાં હતી, જે નિર્ણય પિતાને મંજૂર નહોતો. પિતાએ થોડા સમય પહેલા તેના લગ્ન કરાવી દીધા હતા, પરંતુ તે તેના પતિને છોડીને ભાગી ગઈ હતી. આ જ વાત પિતાને પસંદ ન આવી અને, તેણે પોતાની નવપરિણીત દીકરીને ગામના ખેતરમાં લઈ જઈને ગોળી મારી દીધી.

Police2
gnttv.com

આ આખી ઘટના ભિંડના મેહગાંવ વિસ્તારના ખીરિયા થાપક ગામમાં બની હતી. ગામના રહેવાસી મુન્નેશની દીકરી નિધિનું ગામના જ સંબંધીના કાકા સાથે અફેર ચાલી રહ્યું હતું. મુન્નેશે પોતાની દીકરીના 11 ડિસેમ્બરે લગ્ન ગ્વાલિયરના દેવુ ધાનુક સાથે કરાવ્યા હતા. જોકે, 28 ડિસેમ્બરે નિધિ તેના પતિ સાથે બજારમાં ગઈ અને ગાયબ થઈ ગઈ.

નિધિના માતા-પિતા અને સાસરિયાઓએ તેને શોધવાનું શરૂ કર્યું. કોઈક રીતે, પિતાને નિધિ મળી ગઈ. પછી તે તેને ગામમાં પાછો લઈ આવ્યો, અહી સામાજિક પ્રતિષ્ઠા અને જાહેર શરમના ચક્કરમાં તે જલ્લાદ બની ગયો. તેનું કહેવું છે કે તેની પુત્રીએ સમાજમાં તેનું નાક કપાવી નાખ્યું છે.

Police1
ndtv.com

ત્યારબાદ ગયા મંગળવારે, મુન્નેશ નિધિને ગામની બહાર એક ખેતરમાં લઈ ગયો અને તેને ગોળી મારીને કાસળ કાઢી નાખ્યું. હેરાનીની વાત એ છે કે, મુન્નેશની પત્નીએ જ પોલીસને આ આખા ઘટનાક્રમની જાણકારી આપી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, નિધિનો મૃતદેહ કબજે કર્યો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

આ કેસમાં, SDOP રવિન્દ્ર વાસ્કલેએ જણાવ્યું હતું કે પિતાએ તેની પુત્રીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પ્રથમ દૃષ્ટિએ, આ કેસ પ્રેમ પ્રકરણનો લાગે છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

10000થી વધુની UPI ચુકવણી પર મળશે કલાકનો ગોલ્ડન 'બ્રેક', ગ્રાહકોને કંઈ રીતે થશે ફાયદો?

RBIએ સાયબર છેતરપિંડી અટકાવવા માટે UPI ચુકવણીઓ પર એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. રૂ. 10000થી વધુના P2P ...
Business 
10000થી વધુની UPI ચુકવણી પર મળશે કલાકનો ગોલ્ડન 'બ્રેક', ગ્રાહકોને કંઈ રીતે થશે ફાયદો?

ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેથોલિક ચર્ચની ટીકાને એક નવા સ્તરે પહોંચાડી દીધી છે. પોપ લીઓની ટીકા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા...
World 
ટ્રમ્પના મગજમાં શું ચાલી રહ્યું છે? પોતાને ઈસુના રૂપમાં દર્શાવ્યા, ભારે વિરોધ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-04-2026 વાર- ગુરુવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.