જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

બેન્કો પાસેથી લોન લીધી... કારોબાર કર્યો... પૈસા પણ બનાવ્યા, પરંતુ ચૂકવવાનું મન નથી. હાં દેશની તમામ સરકારી બેન્કોના આવા વિલફુલ ડિફોલ્ટર્સ સાથેના બાકી લેણાંનો આંકડો ચોંકાવનારો છે, જેનો ખુલાસો સરકારે કર્યો છે. સંસદના ચોમાસુ સત્રમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, PSU બેન્કો પાસેથી લોન લઈને પરત ન કરનારા કોર્પોરેટ દેવાદારોની સંખ્યા 1600ને પાર છે અને તેઓ 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુ દબાવીને બેઠા છે.

સરકાર તરફથી કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો. આંકડાઓ બતાવતા જણાવ્યું કે, 31 માર્ચ 2025 સુધી, PSU બેન્કોએ 1629 કોર્પોરેટ દેવાદારોને આવા ડિફોલ્ટર્સ તરીકે ઓળખ્યા છે, જેઓ જાણી જોઈને લોન ચૂકવી રહ્યા નથી. આ વિલફુલ ડિફોલ્ટર્સ પર કુલ 1,62,961 કરોડ રૂપિયાનું મોટું દેવું છે. આ આંકડા વિદેશી દેવાદારોને છોડીને બેન્કો દ્વારા મોટી લોન પર સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ ઇન્ફર્મેશન ઓન લાર્જ લોન (CRILC)ને સોંપવામાં આવેલા રિપોર્ટના આધારે એકત્રિત કરવામાં આવ્યો છે.

jagdeep-dhankhar
sanskritiias.com

શું હોય છે આ વિલફુલ ડિફોલ્ટર્સ?

વિલફુલ ડિફોલ્ટર્સની આ સંખ્યા અને તેમના પરના લોનના આંકડા ભારતીય બેન્કિંગ સેક્ટર સામે ઉપલબ્ધ નાણાકીય પડકારોને દર્શાવનાર છે. અહીં એ જાણવું જરૂરી છે કે આ વિલફુલ ડિફોલ્ટર્સ કોણ હોય છે? તો ચાલો તમને જણાવી દઈએ કે, આ એવા લોકો અથવા કંપનીઓ હોય છે, બેન્કો પાસેથી લીધેલી લોન ચૂકવવાની ક્ષમતા તો રાખે છે, પરંતુ તે ચૂકવતા બચવા માટે તેઓ પોતાને નાદાર જાહેર કરી લે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એવા ઉધાર લેનારા છે, જેમની પાસે ચૂકવવા માટે પૂરતી રકમ છે, પરંતુ જાણી જોઈને લોન ચૂકવવાનો ઇનકાર કરે છે.

સરકારે ડિફોલ્ટર્સ અને તેમના પર લોનનો આંકડા રજૂ કરવાની સાથે જ,  આવા લોન લેનારાઓ સામે લેવામાં આવી રહેલા પગલાં પર પણ ભાર મૂક્યો છે. તેમની સામે થનારી કાર્યવાહી વિશે માહિતી આપતા, કહેવામાં આવ્યું હતું કે વિલફુલ ડિફોલ્ટર્સને વધારાની લોન સુવિધાઓનો ઇનકાર કરવામાં આવે છે અને તેમના પર 5 વર્ષ માટે નવો વ્યવસાય શરૂ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આવા ડિફોલ્ટ્સને રોકવાના ઉદ્દેશ્યથી, આ કોર્પોરેટ ડિફોલ્ટરો સાથે જોડાયેલી કંપનીઓને ઇક્વિટી માર્કેટમાં એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી તેમના ધન એકત્ર કરવાની ક્ષમતામાં ઘટી છે અથવા સીમિત થઈ ગઈ છે.

pankaj-chaudhary
pib.gov.in

પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, બેન્ક મોટા મામલાઓમાં લોન ન ચૂકવનારાઓ લોકો સામે ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી શકે છે તેઓ તેના માટે સ્વતંત્ર છે. તેમણે કહ્યું કે કુલ મળીને, સરકાર વિલફુલ ડિફોલ્ટરો પર અંકુશ લગાવવાના પ્રયાસો વધુ તેજ કરી રહી છે, જેની બેન્કિંગ સેક્ટરની સ્થિરતા અને ફાઈનાન્શિયલ હેલ્થ પર મોટી અસર પડે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના માસ્ટર દિશા-નિર્દેશો હેઠળ વિલફુલ ડિફોલ્ટરો પર કડક કાર્યવાહી કરવા ઉપરાંત, દેશ છોડીને ભાગી ગયેલા મોટા ડિફોલ્ટરોને પણ સરકાર નિપટી રહી છે. નાણા રાજ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ આવા 9 લોકોને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ તેમની 15,298 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય સીમાઓની બહાર ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા માટે સરકારના દૃઢ સંકલ્પને દર્શાવે છે.

About The Author

Related Posts

Top News

શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે...
National 
શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

બેન્કો પાસેથી લોન લીધી... કારોબાર કર્યો... પૈસા પણ બનાવ્યા, પરંતુ ચૂકવવાનું મન નથી. હાં દેશની તમામ સરકારી બેન્કોના આવા...
Business 
જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કેનેડામાં રહેતા એક ભારતીય યુવાનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. યુવકનો દાવો છે કે, ...
World 
શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન

ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ...
National 
કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.