મુખ્ય સચિવ તરીકે ઓળખ આપીને કલેક્ટરને આપી મહત્વની સૂચનાઓ, પોલીસે છેતરપિંડી કરનારા પિતા-પુત્ર સહિત 3ની ધરપકડ કરી

મધ્યપ્રદેશના સિંગરૌલીમાં સામાન્ય જનતા તો ઠીક પણ જિલ્લા કલેક્ટર સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરનારાઓનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આરોપીએ કલેક્ટરને ખોટી સૂચનાઓ આપતી વખતે પોતાને મધ્યપ્રદેશના મુખ્ય સચિવ તરીકે ઓળખાણ આપી હતી. જોકે, કલેક્ટર ગૌરવ બૈનલની સમજદારીને કારણે, એક મોટી છેતરપિંડી ટળી ગઈ હતી અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ હાલમાં આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મુખ્ય સચિવ હોવાનો દાવો કરતા એક યુવકે કલેક્ટરને ફોન કરીને DMF ફંડ સંબંધિત કામ તાત્કાલિક પૂર્ણ કરવા દબાણ કર્યું હતું. જોકે, આવી સૂચનાઓ મળ્યા પછી કલેક્ટરને ફોન કરનાર પર શંકા ગઈ. પરંતુ એક તરફ તેમણે ફોન કરનારને એવું લાગવા પણ ન દીધું કે તેમને અમુક વાત શંકાસ્પદ હોવાનું લાગ્યું હતું. બીજી તરફ, તેમણે આરોપી પર શંકાના આધારે છટકું ગોઠવીને તેની ધરપકડમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ રીતે, કલેક્ટરે પોતાની સમજદારીનો ઉપયોગ કરીને, જિલ્લામાં થનારી એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ પણ કર્યો.

Cyber-Fraudsters.jpg-4

અહીં તમને બતાવી દઈએ કે, બે દિવસ પહેલા, કલેક્ટરના સત્તાવાર મોબાઇલ ફોન પર એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મોકલનાર વ્યક્તિએ પોતાની 'મધ્યપ્રદેશ સરકારના મુખ્ય સચિવ' તરીકે ઓળખાણ આપી હતી અને DMF ફંડ સંબંધિત કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ મેસેજ મળતાં જ કલેક્ટરને શંકા ગઈ. છેતરપિંડીનો પર્દાફાશ કરવા માટે, IAS અધિકારી ગૌરવ બૈનાલે આરોપીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો અને તેમને સૂચનાઓ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી, જેથી તેમને કોઈ પ્રકારની શંકા ન જાય. બીજી બાજુ તેમણે આવેલા મેસેજની તપાસ પણ શરૂ કરાવી હતી અને આરોપીઓને પકડવા માટે વ્યૂહાત્મક રણનીતિ ઘડી. તેમણે તાત્કાલિક પોલીસ અધિક્ષકને જાણ કરી, જેના કારણે છેતરપિંડીનો ખુલાસો થયો.

સોમવારે, આરોપી, સચિન તિવારી અને IB સબ-ઇન્સ્પેક્ટર વાલ્મીકી પ્રસાદ મિશ્રા, કલેક્ટર કચેરી પહોંચ્યા. તેઓ કલેક્ટરના ચેમ્બરમાં પ્રવેશતા જ પોલીસે તેમને પકડી લીધા. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કબૂલાત કરી હતી કે, સચિન કુમાર મિશ્રા આવી સૂચનાઓ આપીને કલેક્ટર પાસે છેતરપિંડી કરાવવાના સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. આ પછી, પોલીસે બીજા દિવસે ભોપાલથી મુખ્ય આરોપી, સચિન કુમાર મિશ્રાની ધરપકડ કરી. આરોપી, સચિન, ભોપાલનો જ રહેવાસી છે. તે કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ છે.

Cyber-Fraudsters.jpg-3

તપાસમાં જાણવા મળ્યું કે IB સબ-ઇન્સ્પેક્ટર વાલ્મીકિ મિશ્રા અને તેમના પુત્ર સચિન મિશ્રાએ DMF ફંડ સંબંધિત ટેન્ડર કાર્યમાં દખલ કરવા માટે નકલી કોલ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધ્યો અને તેમને કોર્ટમાં રજૂ કર્યા અને જેલમાં મોકલી દીધા.

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) એક ખાણકામથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થાપિત એક બિન-લાભકારી ટ્રસ્ટ છે. તેનો હેતુ ખાણકામથી પ્રભાવિત લોકોના વિકાસ અને પુનર્વસન માટે કામ કરવાનો છે. આ ભંડોળ ખાણ ભાડે રાખનારાઓ પાસેથી મળેલી રોયલ્ટીનો એક ભાગ છે, જે જિલ્લામાં વિકાસ પ્રોજેક્ટ્સ પર ખર્ચવામાં આવે છે.

કલેક્ટરની ફરિયાદ પછી, કેસની તપાસ કરતી વૈઢન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી. છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ભોપાલનો વતની 24 વર્ષીય સચિન કુમાર મિશ્રા છે. IB સબ-ઇન્સ્પેક્ટર વાલ્મીકિ પ્રસાદ મિશ્રા અને વૈઢનના રહેવાસી સચિન્દ્ર તિવારીની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

Cyber-Fraudsters.jpg-2

આ સમગ્ર કેસમાં, કલેક્ટર ગૌરવ બૈનલની સતર્કતા વહીવટી તંત્ર માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની છે. તેમણે માત્ર સમયસર છેતરપિંડી જ ન અટકાવી, પરંતુ DMF ફંડ જેવા સંવેદનશીલ મામલામાં ભ્રષ્ટાચારના સંભવિત પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, BP મિશ્રા અને સચિન્દ્ર તિવારી DMF ફંડ સંબંધિત કામ કરવાના ઈરાદાથી કલેક્ટર કચેરીમાં આવ્યા હતા. વૈઢન પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 1161/2025 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 204, 319 અને માહિતી ટેકનોલોજી (IT) અધિનિયમની કલમ 66(D) લાગુ કરવામાં આવી છે. પોલીસ હાલ સમગ્ર છેતરપિંડીની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.