રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં આવશે. બિહાર સરકારના મંત્રી દિલીપ જાયસ્વાલે આ યોજના વિશે માહિતી આપી હતી. કિશનગંજમાં તેમણે પાંચ એક્સપ્રેસવેથી રાજ્યની તસવીર બદલવાની વાત કરી. આ દરમિયાન, તેમણે રસ્તા પર ખાડા બતાવો, પુરસ્કાર મેળવો યોજનાના ટૂંક સમયમાં લાવવાની વાત કરી હતી.

નીતિશના કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે બિહારમાં પાંચ એક્સપ્રેસવે બનાવવામાં આવશે, જેનાથી બિહારના કોઈપણ ખૂણેથી 5 કલાકમાં પટના પહોંચી શકાય છે. હાલના હાઇવેમાં સુધારો કરવામાં આવશે અને જિલ્લામાં હાલના રસ્તાઓને પહોળા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે.

Dilip Jaiswal
indiatodayne.in

દિલીપ જાયસ્વાલે જણાવ્યું હતું કે બિહારમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવવામાં આવશે અને તે એક ઐતિહાસિક પગલું હશે. શનિવારે ધર્મગંજ રોડ પર જિલ્લા ભાજપ કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા ઉદ્યોગ અને માર્ગ બાંધકામ મંત્રી ડૉ. દિલીપ જાયસ્વાલે જણાવ્યું હતું કે બિહારમાં રસ્તાઓ પર ખાડાઓની ફરિયાદો મળી રહી છે. જાન્યુઆરીમાં માર્ગ મેન્ટેનેન્સની એક નવી નીતિ આવી રહી છે, જે 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ રસ્તા પરના નાના ખાડાને પણ 72 કલાકની અંદર રોડ એમ્બ્યુલન્સ દ્વારા રિપેર કરવામાં આવશે. રોડ એમ્બ્યુલન્સનો નંબર બધા ચારરસ્તાઓ પર ડિસ્પ્લે થશે. જેવો જ આ નંબર પર કૉલ આવ્યા બાદ 72 કલાકની અંદર એક પણ ખાડો નહીં મળે.

ડૉ. જાયસ્વાલે નવી નીતિ રજૂ કરવાની વાત કરી અને કહ્યું કે દેશમાં આ પહેલી નીતિ હશે. ખાડાની જાણ કરો અને 5,000 રૂપિયા મેળવો. આનાથી કોન્ટ્રાક્ટરોમાં ડર ફેલાશે અને વિભાગના એન્જિનિયરો સતર્ક રહેશે કે એક પણ ખાડો રહેશે તો મોટી કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ શિવહરના એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. બે વધુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ જમીન મહેસૂલ મંત્રી હતા, ત્યારે તેમણે 136 અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી. હું જે વિભાગમાં કામ કરું છું તેમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરું છું.

road
x.com/i/grok

દિલીપ જાયસ્વાલે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની પણ વાત કરી. ડૉ. જાયસ્વાલે કહ્યું કે કોન્ટ્રાક્ટરો ટેન્ડર કિંમત કરતા 35 થી 40% ઓછા ભાવે ટેન્ડર સબમિટ કરે છે. અમે આ અંગે પણ નિયમો બનાવવા જઈ રહ્યા છીએ, અને કોઈપણ કોન્ટ્રાક્ટર ટેન્ડર કિંમતના 10% કરતા ઓછા ભાવે ટેન્ડર સબમિટ નહીં કરી શકે. તેમણે કહ્યું કે આ પગલાથી ભ્રષ્ટાચાર ઘટશે, સાથે જ માર્ગનું નિર્માણ ગુણવત્તાયુક્ત થશે.

About The Author

Related Posts

Top News

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા

ગુજરાતમાંથી રાજ્યસભાની જેમ લોકસભાના સાંસદો પણ તેમને મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કંજુસાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 18...
Gujarat 
ગુજરાતના સાંસદોની ગ્રાન્ટ વાપરવામાં પણ કંજુસાઈ, 384 કરોડમાંથી માત્ર 82 કરોડ જ ખર્ચ્યા, સૌથી વધુ મનસુખ વસાવાએ ખર્ચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.