- Business
- 10 મિનિટની ડિલિવરીને સરકારની લાલબત્તી, મંત્રીએ બ્લિન્કીટ, ઝોમેટો અને સ્વિગી સાથે વાત કરી
10 મિનિટની ડિલિવરીને સરકારની લાલબત્તી, મંત્રીએ બ્લિન્કીટ, ઝોમેટો અને સ્વિગી સાથે વાત કરી
હવે ક્વિક કોમર્સના 10-મિનિટ ડિલિવરી મોડેલ અંગે સરકાર કડક બની છે. ડિલિવરી બોય્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારે હસ્તક્ષેપ કર્યો છે. સરકારના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે તેની તમામ બ્રાન્ડ્સમાંથી 10-મિનિટ ડિલિવરી ફીચર દૂર કરવાની જાહેરાત કરી દીધી છે.
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ મુદ્દે ક્વિક કોમર્સ ક્ષેત્રની કંપનીઓ સાથે વાત કરી હતી અને તેના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. બ્લિંકિટ હવે તેની તમામ બ્રાન્ડ્સમાંથી 10-મિનિટ ડિલિવરી સુવિધા હટાવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લિંકિટ બાદ અન્ય કંપનીઓ પણ ટૂંક સમયમાં આવી જ જાહેરાતો કરી શકે છે.
બધી કંપનીઓએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ખાતરી આપી છે કે તેઓ તેમની બ્રાન્ડ જાહેરાતો અને સોશિયલ મીડિયામાંથી 10-મિનિટ ડિલિવરી સમયમર્યાદા દૂર કરશે. એવું કહેવામાં આવે છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના અધિકારીઓ સાથે વાત કરી હતી.
મનસુખ માંડવિયાએ આ કંપનીઓને ડિલિવરી માટે સમયમર્યાદા દૂર કરવા વાત કહી હતી. કેન્દ્રીય મંત્રી સાથેની વાતચીત બધી કંપનીઓ તેમની જાહેરાતોમાંથી સમયમર્યાદા દૂર કરવા સહમત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ડિલિવરી કર્મચારીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા 10 મિનિટના ડિલિવરી વિરુદ્ધ દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
સંસદમાં પણ 10 મિનિટની ડિલિવરીનો મુદ્દો ઉઠી ચૂક્યો છે, ડિલિવરી કર્મચારીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર પણ આના વિરોધમાં ઝુંબેશ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ લાખો ડિલિવરી કર્મચારીઓ પગાર વધારા અને ડિલિવરી સમય મર્યાદા દૂર કરવાની માંગ કરતા હડતાળ પર ઉતર્યા હતા,.

